Categories: ગુજરાત

ખાનગી સ્કૂલોની ફીમાં 25 ટકા ઘટાડાની ફોર્મ્યુલા વાલીમંડળે ન સ્વીકારી, જાણો શું છે વાલીઓની માગ..? કેટલા ટકા ઘટાડવી જોઈએ ફી..?

કોરોનાકાળમાં ખાનગી સંસ્થાઓની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. એમાં ખાસ કરીને ખાનગી શાળાઓ વ્યવસ્થા સમયની સાથે ખોરવાઈ રહી છે. જેના કારણે ખાનગી શાળા કામ કરતાં શિક્ષકોનું હાલત ધોબીના કુતરા જેવી થઈ ગઈ છે, શૈક્ષણિક વ્યવસ્થા તંત્ર દિવસેને દિવસે કથળી રહ્યું છે. તો બીજી તરફ ફી મુદ્દે વાલીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પરિણામે વિદ્યાર્થીઓ પાસેથી સંચાલકોની ફી ઉઘરાણીની ફરિયાદો ઉઠી રહી છે. જેની સામે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતા. જેથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

આ તમામ બાબતને ધ્યાન રાખીને રાજ્ય સરકારે કેટલાંક મહત્વના નિર્ણય લેવા માટે એક બેઠકનું આયોજન કર્યુ છે. જેમાં ફી ઘટાડા મુદ્દે મહત્વની ચર્ચા કરવામાં આવશે.

ગુજરાતમાં ખાનગી શાળાઓની ફીમાં ઘટાડો કરવા મુદ્દે 29 સપ્ટેમ્બરે વાલી મંડળ સાથે વિજય રૂપાણી સરકારની બીજી બેઠક યોજાવાની છે. જેમાં ટ્યુશન ફીમાં 50 ટકા માફીની માંગ ઉપર ઓલ ગુજરાત વાલીમંડળ મક્કમ છે. વાલી મંડળ સાથે વિજય રૂપાણી સરકારની બીજી બેઠક 29 સપ્ટેમ્બરે બપોરે 12 વાગે ગાંધીનગરમાં યાજશે. વાલીમંડળના પ્રતિનિધીઓની શિક્ષણમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થવાની છે ત્યારે વાલીમંડળે 50 ટકાથી ઓછી ફી માફી નહી સ્વીકારવા નિર્ણય કર્યો છે.

બુધવારે વિજય રૂપાણી કેબિનેટમાં આ ફોર્મ્યુલાને મંજૂરી આપીને બુધવારે જાહેરાત કરાય તેવી શક્યતા છે. આ દરમિયાનમાં એક અગ્રણી ગુજરાતી અખબાર દ્વારા દાવો કરાયો છે કે, ખાનગી શાળાના સંચાલકો 25 ટકા ફી ઘટાડા માટે તૈયાર થઈ ગયા છે. રાજ્ય સરકારે સંચાલક મંડળો સાથે અગાઉ બે વાર મીટિંગ કરી 25 ટકા ફી ઘટાડાની દરખાસ્ત કરી હતી પરંતુ સંચાલકો ન માનતા સરકારે હાઈકોર્ટમાં પીટિશન કરી હતી.

હાઈકોર્ટે સરકારને જ પોતાની સત્તાનો ઉપયોગ કરી નિર્ણય લેવાનો આદેશ કરતા સરકારે ફરીથી સંચાલક મંડળોની મીટિંગ બોલાવી હતી. સરકાર પોતાની સત્તાનો ઉપયોગ કરી કડક પગલા લે તેના ડરથી ખાનગી સ્કૂલોના સંચાલકો હાલ 25 ટકા ફી ઘટાડા માન્યા છે એવો દાવો આ અહેવાલમાં કરાયો છે.

ગુજરાતના સ્વનિર્ભર સંચાલક મંડળ સાથે ગત અઠવાડિયે થયેલી મીટિંગમા સરકારની સમાધાનકારી ફોર્મ્યુલા હેઠળ વાલી મંડળોની મીટિંગ બોલાવી વાલી મંડળોને પણ સમજાવ્યા હતા. જો કે, વાલી મંડળો હજુ 25 ટકા ફી ઘટાડા માટે સહમત થયા નહોતા અને વાલી મંડળો 25 ટકાથી વધુ અને 50 ટકા સુધી ઘટાડાની માગ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાના કહેરને કારણે સ્કૂલો બાદ હવે કોલેજોમાં પણ ફી ઘટાડવા અંગે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, 26મી સપ્ટેમ્બર સુધીમાં દરેક ઝોનમાંથી બે પ્રતિનિધિનાં નામ મોકલવા એફઆરસીએ જણાવ્યું હતું. ત્યારબાદ દક્ષિણ ઝોન, નોર્થ-ઈસ્ટ ઝોન, સેન્ટ્રલ ઝોન, સૌરાષ્ટ્ર ઝોન અને નોર્થ ઝોનની બબ્બે કોલેજો તથા એસોસિયેશન ઓફ એસએફઆઈ કોલેજીસ એસોસિયેશન-અમદાવાદ, એસોસિયેશન ઓફ એઆઈસીટીઈ એપ્રૂવ્ડ સેલ્ફ ફાઈનાન્સ કોલેજીસ ઓફ ગુજરાત-રાજકોટ અને એસોસિયેશન ઓફ ગુજરાત એન્જિનિયરિંગ એન્ડ ટેક્નિકલ ડિપ્લોમા કોલેજીસ-અમદાવાદે પોતાના બે પ્રતિનિધિનાં નામ એફઆરસીને 26મી સુધીમાં મોકલી આપ્યાં હતાં. સંચાલકો 25 ટકા જેટલી ફી ઘટાડે તેવી પણ શક્યતા છે. જોકે સંચાલકો ફી ન ઘટાડતા વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021