Categories: મનોરંજન

કોણ છે હોટ અને સેક્સી મોડલ જેણે અનુરાગ કશ્યપ પર શોષણનો આરોપ લગાવ્યો છે, ફોટો જોશો તો તમારું દીલ પણ…

આજ-કાલ બોલીવુડમાં જે પ્રકારની ઘટનાઓ થઈ રહી છે એને જોતા લાગે છે કે, જાણે બોલીવુડની સાઢેસાતી ચાલી રહી હોય. એક પછી એક ઘટનાઓ બોલીવુડમાં ચાલતાં કાળા કામનો પર્દાફાશ કરી રહી છે. પહેલા નેપોટિઝમ પછી , ડ્રગ્સ રેકેટ અને હવે કાસ્ટિંગ કાઉચ. જી… હા, બોલીવુડ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જેમાં પાયલ ઘોષના નિવેદને બોલીવુડના દિગ્દર્શકને શંકાના ઘેરામાં લાવીને મૂકી દીધો છે.

અભિનેત્રી પાયલ ઘોષે ડાયરેક્ટર અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. પાયલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને  વડાપ્રધાન સામે ન્યાયની ગુહાર લગાવી છે. તેણે ટ્ટીટ કરતાં લખ્યું હતું કે, અનુરાગ કશ્યપે તેની ખૂબ જ ખરાબ વર્તન કર્યુ હતું. મોદીજી મારી મદદ કરો અને આ વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરો.

આ ટ્વીટ બાદ સૌ કોઈ જાણવા આતુર બન્યા હતા કે, આખરે આ પાયલ છે કોણ? તો તમને જણાવીએ કે, પાયલ અભિનેત્રી છે. જેણે સાઉથ અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યુ છે. 2017માં ઋષિ કપૂરની ફિલ્મ ‘પટેલ કી પંજાબી શાદી’થી બોલીવુડમાં પોતાનું ડેબ્યુ કર્યુ હતું.

કલકત્તામાં રહેનારી પાયલે સેન્ટ પૉલ્સ મિશન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. કલકત્તાની સ્કૉટિશ ચર્ચ કૉલેજમાંથી ગ્રેજ્યુશન કર્યુ હતું. હાલ, તે મુંબઈમાં રહે છે.

17 વર્ષની ઉંમરમાં પાયલે ટેલીફિલ્મમાં કામ કર્યુ હતું. જેના ઓડિશન માટે તે પોતાના એક મિત્ર સાથે ગઈ હતી અને સિલેક્ટ પણ થઈ હતી. અંગ્રેજી સોલ્જર રિચર્ડ શાર્પ પર બનેલી આ ફિલ્મમાં પાયલે બંગાળની સ્વતંત્રતા સેનાનીની દીકરીની ભૂમિકા ભજવી હતી.

પાયલ માતા-પિતા નહોતા ઈચ્છતા કે, પાયલ એક્ટિંગ કરે. એટલે કૉલેજની રજાઓમાં તે  કલકત્તાથી મુંબઈ ભાગી ગઈ હતી. ત્યારબાદ પાયલ મુંબઈની કિશોર એક્ટિંગ અકાદમીમાં જોડાઈ હતી. ત્યાં તેની મુલાકાત ચંદ્રા શેખર યેલેતી સાથે થઈ હતી. જેમણે પાયલને તેલુગૂ ફિલ્મમાં કામ અપાવ્યું હતું.

ફિલ્મો સિવાય પાયલે જાણીતા ટીવી શૉ ‘સાથ નિભાના સાથિયા’માં પણ કામ કર્યુ હતું. પરંતુ હાલ, પાયલ તેના કામને લઈને નહીં,  પણ પોતાના ટ્વીટને લઈને ચર્ચાનું કેન્દ્ર બની છે. તેણે આરોપ લગાવ્યો છે કે, ફિલ્મ પ્રોડ્યૂસર કશ્યપે તેની સાથે એકવાર છેડતીનો પ્રયાસ કર્યો હતો. ઘોષે દાવો કર્યો હતો કે, કશ્યપ તેની સામે ન્યૂડ થઈ ગયો હતો અને તેની સાથે સંબંધ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

પાયલ ઘોષના આ નિવેદન બાદ અનુરાગે પોતાની ટ્વીટમાં કહ્યું હતું, ‘શું વાત છે, આટલો સમય લીધો મને ચૂપ કરાવવાના પ્રયાસમાં. ચાલો, કંઈ નહીં. મને ચૂપ કરાવવામાં એ એટલું બધું ખોટું બોલી ગઈ કે સ્ત્રી હોવા છતાંય બીજી સ્ત્રીઓનાં પણ નામ લીધાં. થોડી તો મર્યાદા રાખો મેડમ. બસ, એટલું જ કહીશ કે જે આક્ષેપો છે એ તમામ પાયાવિહોણા છે.’

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021