1 મહિનામાં બાળકને જન્મ આપે છે આ મહિલા, પછી ઓનલાઈન કરે છે એવું કે, જાણી તમને પણ લાગશે નવાઈ

આ અહેવાલનું હેડિંગ વાંચીને જ તમને હેરાની થતી હશે કે, આખરે એક મહિનામાં કોઈ બાળકને જન્મ આપી શકે ખરું? એવું ના જ હોઈ શકે, પણ કનેડાની એક યુવતી આ અશક્ય વાતને હકીકતમાં કરી રહી છે. તે માત્ર 4 અઠવાડિયામાં જ હાથથી 1 બાળક બનાવી લે છે. જી હા…..થઈ ગયાને હેરાન… 49 વર્ષીય સુસન ગિબ્સ 2010થી આવી ડોલ્સ બનાવી રહી છે. જેને જોઈને સૌ કોઈ ચોંકી જાય છે.

આ મહિલા એવી ડોલ્સ બનાવે છે, જે દેખાવે હૂબહૂ માણસના બાળકના જેવા જ દેખાય છે. આ સિલિકોન બેબી ડોલ્સને રિબોર્ન નામ આપવામાં આવ્યું છે. જેને જોઈને સૌ કોઈ એક પળ તો ગૂંચવાઈ જાય છે. આ ડોલ્સ બનાવ્યા બાદ સુસન તેનું ઓનલાઈન વેચાણ કરે છે.

કેનેડાની આર્ટિસ્ટ સુસન ગિબ્સ એવી ડોલ બનાવે છે, જેને જોઈને કહેવું મુશ્કેલ છે કે, તે કોઈ રમકડું છે. કારણ કે, આ ડોલ્સ બિલકુલ અસલી બાળકો જેવા દેખાય છે.

49 વર્ષીય આર્ટિસ્ટના આ સિલિકોન ડોલ્સ બનાવે છે. લોકો જેને જોઈને દંગ રહી જાય છે. જો કોઈને ખબર ના હોય કે, તે ડોલ છે, તો બધા તેને હકીકતમાં બાળક જ સમજી બેસે છે.

સુસન 2010માં આ ડૉલ્સ બનાવવાનું શરૂ કર્યુ હતું. જેનું નામ રિબોર્ન રાખ્યું હતું. હાલ, તેનું ધૂમ વેચાણ પણ થઈ રહ્યું છે.

સુસને પહેલીવાર આવી ડોલ્સ ઓનલાઈન જોઈ હતી. જેને ખરીદી પણ હતી. જો કે, એ ડોલ્સ ખૂબ મોંઘી હતી. એટલે તેણે જાતે જ આ ડોલ્સ બનાવવાનું નક્કી કર્યુ હતું. જ્યારે તેણે પહેલી ડોલ બનાવી ત્યારે લોકોએ તેના ખૂબ વખાણ કર્યા હતા. પછી તેને આ સિલસિલો ચાલું રાખ્યો અને આવી અનેક સુંદર ડોલ બનાવી હતી. જેને જોઈને તેના મિત્રોએ તેને ઓનલાઈન વેચવાની સલાહ આપી હતી.


હાલ, સુસનના હાથે બનેલી આ ડોલ્સ ઓનલાઈન પર  આશરે 6 લાખ રૂપિયામાં વેચાઈ રહી છે. જેની લોકો વચ્ચે ખૂબ માગ છે.

1 ડોલ્સ બનાવવામાં સુસનને 4 અઠવાડિયા લાગે છે. તે ખૂબ ઝીણવટપૂર્વક તેનું કામ પુરૂ કરે છે.સુસન  આ ડોલ્સ બનાવતી વખતે તેમની સાથે લાગણીથી જોડાઈ જાય છે. એટલે તેને ડોલ્સ વેચતી વખતે ઘણું દુઃખ થાય છે.

ડોલ્સની કિંમત વિશે વાત કરતાં સુસન જણાવે છે કે, ડૉલ્સની કિંમત તે ડોલ વપરાયેલા સામાનના આધારે નક્કી કરે છે.

આમ, આ મહિલા હુબહુ માણસના બાળકોના જેવી ડોલ્સ બનાવીને લાખો રૂપિયા કમાઈ રહી છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021