જ્યારે પણ કોઈ હોટલમાં ખાવા જાય, ત્યારે હંમેશા એમ જ વિચારતા હોય સલાડ તો ફ્રીમાં જ હોય ને, પણ શું તમે જાણો છો કે, હાલ સલાડની વેલ્યૂ દિવસેને દિવસે વધી રહી છે. કારણ કે, આ સલાડ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે સાથે એમાં વિવિધ પ્રકારના ડાયટ પણ સામેલ હોય છે. જેથી આજના લોકો હેલ્ધી રહેવા માટે સલાડનો સહારો લેતા હોય છે, ત્યારે એક મહિલાએ સલાડનો સ્વાદ લોકો સુધી પહોંચાડવા માટે સલાડ વેચાવાનો એક બિઝનેસ શરૂ કર્યો હતો.
આ મહિલાનું નામ મેઘા બાફના છે, જેણે 2017માં પોતાના બિઝનેસની શરૂઆત કરી હતી. પહેલા મેઘા સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી સલાડ પહોંચાડતી હતી. ધીમે-ધીમે તેને ઓર્ડર મળવા લાગ્યા અને મેઘાએ બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. સૌથી પહેલા મેઘાએ 5 મિત્રોના ઓર્ડર લીધા હતા. બાદમાં લોકોને મેઘાના સલાડ એટલા પસંદ આવવા લાગ્યા તેના ઓર્ડર વધવા લાગ્યાં.
હાલ, મેઘા એક બિઝનેસ વુમન છે. જેણે પોતાના બિઝનેસની શરૂઆત માત્ર 3 હજાર રૂપિયાથી કરી હતી. જેમાંથી મેઘાએ અત્યારસુધીમાં 22 લાખ રૂપિયાની બચત કરી છે. મેઘા આ બિ઼ઝનેસ માટે ખૂબ મહેનત કરે છે. સવારે 4 વાગ્યે ઉઠીને તે સલાડના પેકેટ બનાવવાનું શરૂ કરે છે. તાજુ શાકભાજી લાવવાથી લઈને તેને કાપીને સ્વાદિષ્ટ બનાવવા સુધીની તમામ કામગીરી તે જાતે જ કરે છે. હંમેશા પોતાના ગ્રાહકોને બેસ્ટ આપવાનો પ્રયત્ન કરે છે.
આ રીતે મેઘાએ પોતાની મહેનતથી આ બિઝનેસને ઉભો કર્યો છે. લોકડાઉન પહેલા તેની પાસે આશરે 200 રેગ્યુલર ગ્રાહક હતા. જેનાથી તેને મહીને 75 હજારથી લઈને 1લાખ સુધીની બચત થતી હતી. જે ચાર વર્ષોમાં વધીને 22 લાખ થઈ ગઈ છે.
આમ, જ્યારે લોકો ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યાં છે ત્યારે સલાડ તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકરક સાબિત થાય છે. જેથી મોટાભાગના લોકો હવે સલાડનું નિયમિત સેવન કરવાનું પસંદ રહ્યાં છે. જેના કારણે મેઘા જેવી મહિલાઓ માટે એક આવક ઉભી થઈ છે. જે લોકોને સ્વાસ્થ્યવર્ધક આહાર આપવાની સાથે પોતાની એક આવક સ્ત્રોત પણ ઉભો કરી રહી છે.