Categories: ગુજરાત

એક 12 વર્ષની દીકરીનો બળાત્કાર કરી માથું કાપી નાખ્યું.. બીજી 12 વર્ષની દીકરી લોહીલૂહાણ કરી નાખી.. આ છે ગુજરાત..?

જ્યારે ઘરના વેરી બને, ત્યારે જાઉં તો જાઉં ક્યા…? દરેક છોકરી માટે આ પ્રશ્ન ચિંતાનો વિષય બન્યો છે. કારણ કે, હાલના સમયમાં પરિવારના સભ્યો દ્વારા થતાં શારિરીક શોષણના કિસાસમાં વધારો થઈ રહ્યો છે.

ગુજરાતમાં પણ હાથરસ જેવી હ્દય કંપાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક ભાઈ જ પોતાની બહેનનો વેરી બન્યો છે. નફાવટ ભાઈએ પોતાની હવસ સંતોષવા માટે મામાની છોકરીને પીંખી નાંખી હતી. આ પરથી સ્પષ્ટ થાય છે, હવસખોરી સામે લાગણીના સંબંધોનું કોઈ સ્થાન નથી.

માસૂમ નાનડો જીવ જેને હજુ દુનિયાની સમજ નથી, તેને હવસમાં ચૂર મામા છોકરાએ પોતાની ભૂખનો કોળિયો બનાવ્યો હતો. એટલું જ નહી, તેનું ગળુ કાપીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આ ઘટના દાંતીવાડા તાલુકાના મોટી ભાખર ગામની છે. જ્યાં બાર વર્ષની સગીરાની દુષ્કર્મ બાદ નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. ઘટનાના એક દિવસ અગાઉ ગુમ થયેલી બહેરી મૂંગી હની માળી ગૂમ થઈ હોવાને મામલે દાંતીવાડા પોલીસને જાણ કરાઈ હતી. ત્યારબાદ વહેલી સવારે મોટી ભાખર ગામની સીમમાંથી એક સગીરાનું ગળું કાપી હત્યા કરેલી લાશ મળી આવી હતી. શરૂઆતમાં સૌ કોઈને આ ઘટનાને હત્યા સમજી રહ્યાં હતા. પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

પોલીસના જણાવ્યાનુસાર, તેમને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ હતી. ક્લીપમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે, આરોપી તેની 12 વર્ષીય મામાની છોકરી હનીને બાઈક પર બેસાડી આરોપી નીતિન લઈ જતો હતો.

મળતી માહિતી અનુસાર, નીતિન અને હની મામા-ફોઈના છોકરા છે. હની નાનપણથી જ મૂંગી-બહેરી હતી. જેનો ફાયદો ઉઠાવીને હવસખોર ભાઈએ તેની હેવાનિયત વર્તી હતી.

પોલીસે નીતિન અંગે જણાવ્યુ હતું કે, નીતિનની ઉંમર 25 વર્ષની છે. પરંતુ હજુ સુધી તેના લગ્ન થયા નથી. એટલે તેને પોતાની શારિરીક ભૂખ સંતોષવા માટે પોતાની 12 વર્ષીય બહેન હનીને પીંખી નાખી હતી. ત્યારબાદ તેણે ડરના માર્યા પોતાનો ગૂનો છુપાવવા માટે હનીનું ગળું કાપી હત્યા કરી હતી.

આવી જ એક બીજી ઘટના ભાળિયામાં બની હતી. જેમાં પ્રભાત સરવૈયા નામના આરોપીએ સગીરાના લલચાવીને પોતાના ઘરે લઈ દઈને દુષ્કર્મ આચર્યુ હતું. જે અંગે સગીરાના પિતાએ ભેંસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ, આ મામલે પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

આમ, એક પછી એક  રાજ્યોમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. જેમાં હવે ગુજરાત પણ બાકાત નથી. પહેલા સુરત, પછી બનાસકાંઠા હવે ભાખર અને ભેંસાણ સહિત અનેક જગ્યાઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. જેને તંત્ર સહિત ગુજરાતની પ્રજા પણ ગંભીરતાથી લઈ રહી નથી. એટલે તંત્ર અને આરોપીએ પોતાની મનમાની ચલાવીને સામાન્ય લોકો પર પોતાનો કહેર વરસાવી રહ્યાં છે.

છેલ્લા કેટલાંક દિવસથી ગુજરાતમાં એવી ભયાવહ ઘટના સામે આવી રહી છે, જેના વિશે જાણી માણસાઈ પરથી વિશ્વાસ ઉઠી જાય. ક્યાંક ભાઈ, ક્યાંક સંબંધીઓ પોતાના ઘરની છોકરીઓને હવસનો શિકાર બનાવી રહ્યાં છે. એટલું નહીં, પોતાનો ગૂનો છુપાવવા તેમની નિર્દયતાથી હત્યા કરી રહ્યાં છે. જે સાબિત કરે છે, તેમનામાં ગૂનો કરવાનો કોઈ ડર રહ્યો નથી.એટલે આવી ઘટના તમારી આસપાસ કે પરિવારમાં ન બને તે માટે જાગ્રત થાઓ અને નાનામાં નાની ઘટનાને અવગણશો નહીં…

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021