14વર્ષની ઉંમરમાં KBCમાં  જીત્યાં હતાં એક કરોડ રૂપિયા, આજે બની ગયા છે IPS અધિકારી

14વર્ષની ઉંમરમાં KBCમાં જીત્યાં હતાં એક કરોડ રૂપિયા, આજે બની ગયા છે IPS અધિકારી

કેબીસી એક એવો શો હોય છે જેમાં નાના-મોટાથી લઈને સૌ કોઈ ભાગ લેતા હોય છે. જેમાં કોઈ કરોડ રૂપિયાનુ ઈનામ જીતે છે તો કોઈ લાખો. ત્યારે આજે આવો જ એક સ્પર્ધકની વાત કરવા જઈ રહ્યાં છે, જેમણે વર્ષ 2001માં કેબીસીના સ્પેશલ સંસ્કરણ કેબીસી જૂનિયરમાં રવિ મોહન સૈનીએ એક કરોડ રૂપિયાનું ઈનામ જીત્યા હતાં. ત્યારે તેમની ઉંમર ફક્ત 14 વર્ષની હતી. રવિ મોહન સૈનીને 2014માં યૂ.પી.એસ.સીની પરીક્ષા સફળતા પૂર્વક પાસ કરી અને ગુજરાત કેડરના આ.પી.એસ અધિકારી બન્યાં.

તમને જણાવી દઈએ કે હાલ સંઘ લોક સેવા આયોગની શરૂઆતની પરીક્ષા લઈને સ્પર્ધકો વચ્ચે ખૂબ ચર્ચા થઈ રહી છે. આ વચ્ચે ઘણાં એવા સફળ સ્પર્ધક છે જેમની ચર્ચા થતી રહે છે. તેમાંથી એક છે IPS રવિ મોહન સૈની. તેમની રસપ્રદ વાત એ છે કે રવિ મોહન સૈની કૌન બનેગા કરોડપિતમાં એક કરોડ રૂપિયા પણ જીતી ચુક્યાં છે.

Advertisement

33 વર્ષના રવિ મોહન સૈનીએ મે મહિનામાં ગુજરાતના પોરબંદરમાં એસપીના પદ પર જોડાયા. આ પહેલા રવિ રાજકોટ શહેરમાં ડીસીપીના હોદ્દા પર તૈનાત હતા. રવિ મૂળ અલવરના નિવાસી છે. તેમના પિતા નેવીમાં હતાં. રવિએ સ્કુલનો અભ્યાસ વિશાખાપટનમમાં નૈવલ પબ્લિક સ્કૂલથી કર્યો હતો.

એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તેમણે મહાત્મા ગાંધી મેડિકલ કોલેજ જયપુરથી એમ.બી.બી.એસ કર્યું. એમ.બી.બી.એસ બાદ ઈન્ટરશિપ દરમિયાન તેમની પસંદગી સિવિલ સર્વિસમાં થઈ ગઈ. તેમના પિતા નેવીમાં હતાં, એટલા માટે તેમનાથી પ્રભાવિત થઈ આઈપીએસ રૂચિ ધરાવતા. નરવિ સૈની નિમણૂક 2014માં થયાં હતાં.

Advertisement

જ્યારે રવિ મોહનએ આ કેબીસીમાં આટલી મોટી રકમ જીતી હતી ત્યારે તે 10 ધોરણાં ભણતાં હતા. જોકે તે સમયે રવિ મોહન સૈનીને આખી રકમ મળી નહતી. આ પછી આપવામાં આવી હતી, કારણ કે કેબીસીના નિયમોના અનુસાર ઈનામની રાશિ 18 વર્ષની ઉંમર બાદ આપવામાં આવતી હતી.

 

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *