અધિક માસમાં પોતાની રાશિ મુજબ કરો દાન, આખા પરિવારને મળે છે પુણ્ય

અધિક માસમાં પોતાની રાશિ મુજબ કરો દાન, આખા પરિવારને મળે છે પુણ્ય

અધિક માસનો પ્રારંભ થઈ ચુક્યો છે. તેને અધિસમાસ, પુરૂષોતમ માસ અને મલમાસ પણ કહેવામાં આવે છે. આ દરમિયાન પરંપરા છે કે જે લોકો જરૂરીયાતમંદ લોકોને ધન અને અનાજ દાન કરે તો શુભ હોય છે. ઉજ્જૈન જ્યોતિષાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા મુજબ, આ માસમાં દાન-પુણ્યનું અધિક મહત્વ હોય છે. આ ઉપરાંત દાન કરવાનું પુણ્ય માત્ર વ્યક્તિને જ નહી,પરંતુ આખા પરિવારને મળે છે.

કલ્યાણ કે વ્રતપર્વોત્સવ અંક કે મુતાબિક,
વિધિવત સેવતે યસ્તુ પુરૂષોત્તમમાદરાત્ ।
કુલં સ્વકીયમૃદ્ધત્ય મામેવૈષ્યત્યસંશયમા ।।

અર્થાત્- પુરૂષોત્તમ માસમાં જે વ્યક્તિ વ્રત, ઉપાવાસ, પૂજા, દાન વગેરે કરે છે. તે પોતાના આખા પરિવારના સાથે ભગવાન કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરે છે.

Advertisement

અધિક માસમાં દાન કરતા સમય આ વાતનું ખાસ ધ્યાન રાખો

અધિક માસમાં વ્રત, ઉપવાસ, પૂજા અને દાન કરવાનું અધિક મહત્વ છે. પોતાની ક્ષમતા મુજબ વ્યક્તિ દાન કરી શકે છે. એ પણ ધ્યાન રાખે કે રાતના દાન ન કરવું જોઈએ. કેટલીક સ્થિતિઓમાં રાતના દાન કરી શકાય છે, જેમ કે યજ્ઞ, લગ્ન, સંક્રાંતિ, ચંદ્ર અથવા સૂર્ય ગ્રહના સમય.

જો આ મહિને રાશિ મુજબ દાન કરવામાં આવે તો આથી કુંડળીમાં હાજર ગ્રહ દોષોને શાંત કરી શકાય છે. આવો જાણીએ કઈ રાશિના જાતકને કયું દાન કરવું જોઈએ.

Advertisement

મેષ રાશિ– ચાંદી, મૂંગા રત્ન, લાલ વસ્ત્રો, દાડમ, માલપૂડા, ઘી, કેળા, સોનું, તાંબુ અને ઘઉં.

વૃષભ રાશિ– મોતી, વાહન, સફેદ વસ્ત્રો, માલપૂડા, માવા, ચાંદી, સોનું, ખાંડ, ગાય હીરા, ચોખા, કેળા.

મિથુન રાશિ– બંગળી, સિંદૂર. સાડી, મૂર્તિ માટે છત્ર, પન્ના રત્ન, મગની દાળ, સોનું, તેલ કેળા, સફરજન ફળ, માલપૂડા, કાસાનું વાસણ.

Advertisement

કર્ક રાશિ– માવા, દુધ, ખાંડ, માલપૂડા, ચોખા, મોતી, ચાંદી, સફેદ વસ્ત્રો, તેલ,સોનું ગાય

સિંહ રાશિ– ધાર્મિક પુસ્તકો, લાલ વસ્ત્રો, સોનું, ચાંદી,તાંબુ, પીતળ, ઘઉં, દાડમ, સફરજન, તુવેર, માણિક્ય રત્ન

કન્યા રાશિ- તેલ, કેળા, સફરજન, મગની દાળ, સોનું, છત્ર, ગૌશાળામાં ધન અને ઘાસ

Advertisement

તુલા રાશિ– ખાંડ, સફેદ વસ્ત્રો, ચોખા, કેળા, માલપૂડા અને માવા

વૃશ્ચિક રાશિ– મૌસમી ફળ, દાડમ, ઘી મૂંગા રત્ન, ઘઉં, લાલ વસ્ત્રો, તાંબુ

ધન રાશિ– લાકડીનો સામાન, પીળા વસ્ત્રો, તલ, અનાજ, દૂધ, ચણાની દાળ, ઘી.

Advertisement

મકર અને કુંભ રાશિ– તેલ, દવાઓ, કેળા, ઓજાર, વાદળી વસ્ત્રો, મૌસમી ફળ

મીન રાશિ– ચણાની દાળ, ઘી, દૂધ પીળા વસ્ત્રો અને દૂધથી બનાવેલી મીઠાઈ, શિક્ષણ

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *