આ રીતે થયો હતો માં કાળીનો જન્મ, જાણો શા માટે થયા હતાં અવતરિત

આ રીતે થયો હતો માં કાળીનો જન્મ, જાણો શા માટે થયા હતાં અવતરિત

પ્રાચીન સમયમાં અત્યંત શક્તિશાળી અસૂરો હતો, જેનું નામ દારૂણ હતું. તેને વરદાન મળ્યું હતું કે તેમનું મૃત્ય કોઈ પુરૂષથી નહી, પરંતુ એક સ્ત્રીના જ હાથોથી થઈ શકે છે. તેના અત્યાચારથી તમામ દેવતા દૂખી હતા. આ મુશ્કેરીમાંથી મુક્તિ માટે તમામ દેવતા બ્રહ્માજી પાસે પહોચ્યાં. બ્રહ્માજીએ આ મુશ્કેલી દૂર કરવા માટે સ્ત્રીનું સ્વરૂ ધારણ કર્યુ અને દારૂણનો વધ કરવા ચાલ્યાં ગયાં, પરંતુ યુદ્ધમાં તે દારૂણને પરાજ્ય ના આપી શક્યાં. ત્યાર બાદ બધાં દેવતાગણ બ્રહ્માજીના સાથે મહાદેવા પાસે ગયા. બધા દેવતાએ મહાદેવથી મદદ માંગી.

ભગવાન શિવથી બધા દેવતા પ્રાર્થના કરવા લાગ્યાં. આ દરમિયાન ભગવાન શિવને હસતા-હસતા માતા પાર્વતી તરફ જોયું. તેમને ઈશારામાં સમજાવ્યાં. આ પર માતા પાર્વતીએ એક અંશ નીકાળ્યો જે તેમની જ શક્તિ હતી. આ અંશ એક ચમકીલો તેજ હતો. આ અંશ જોતા જ ભગવાન શિવના નીલકંઠથી થઈ તેમના શરીરમાં પ્રવેશ કર્યો. પછી ભગવાન શિવે પોતાની ત્રીજી નેત્ર ખુલી. તેમનાથી ત્રણેય લોકો ભયથી કાંપવા લાગ્યાં. તેમની ત્રીજી આંખ ખુલી અને તેમના દ્ધારા એક શક્તિ બહાર નીકળી. આ જોઈ તમામા દેવતા ભયભીત થઈ ગયા.

આ શક્તિ એક વિશાળ અને રૌદ્ધમાં હતી. શક્તિનો રંગ કાળો ગહેરો અને જીભ લાલ હતી. તેમના ચહેરા પર તેજ અવું હતું જાણે અગ્નિ હોય. મસ્તક પર નેત્ર પણ હતું. આ રીતે જન્મ થયો માતા કાળીનો. થોડી જ ક્ષણોમાં માતા કાળીએ દારૂણ અને તેના બધા સાથિઓનો વિનાશ કરી નાંખ્યો.

Advertisement

ત્યાર પછી તેમણે થોડી જ વારમાં અસુર દારૂણ અને તેની સેનાનો નાશ કર્યો, જોકે આ તમામના નાશ કર્યા બાદ પણ માં કાળીનો ક્રોધ શાંત ન થયો. એવામાં તેમનો ગુસ્સો શાંત કરવા માટે ભગાવન શિવે એક બાળકનું રૂપ ધારણ કર્યું. આ રૂપમાં જ તે માં કાળીના સામે આવી ગયાં. તેમને જોતા જ માં કાળીનો ક્રોધ શાંત થઈ ગયો.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *