Categories: ભક્તિ

આ છે મા દુર્ગાના પ્રસિદ્ધ અવતાર, આ મંદિરોમાં નથી થતી માતાજીની મૂર્તિની પૂજા.. જાણો રહસ્ય

જગદંબા મા નવ દુર્ગના નવલા નોરતાનો આજે ત્રીજો દિવસ છે. નવલા નોરતમાં માતાજીની વિધિવત્ત પૂજા-આરાધના કરવામાં આવે છે. આ દિવસોમાં ભક્તો માતાજીના દર્શનાર્થે જાય છે. ભક્તો માતાજીના દર્શન માટે માના પાવન મંદિરોમાં જાય છે. . દેશભરમાં મા દુર્ગાના શક્તિપીઠો આવેલા છે. જેમાંથી કેટલાક મંદિરો ખૂબ જ પ્રસિદ્ધ, અને પ્રાચીન છે. માતાજીના દરેક મંદિરોમાં કોઈ ન કોઈ કથા તેમજ ચમત્કાર છુપાયેલા હોય છે. શું તમે જાણો છો કયું છે આ મા જગદંબાનું ચમત્કારિક મંદિર..

કામાખ્યા શક્તિપીઠનું તાંત્રિક મહત્વ માનવામાં આવે છે. આ મંદિર નીલાંચલ પર્વત પર છે. અહીયા માતાના સતીનો યોનિ ભાગ પડ્યુ હતું. જેના કારણે અહીંયા તેમની મૂર્તિની પૂજા નથી કરવામાં આવતી. કામાખ્યામાં યોજાઈ રહેલો અંબુવાચીનો મેળા ખૂબ જ પ્રસિદ્ધ છે. અહીયા માતાજી રજસ્વલા થાય છે. આ માટે મંદિરમાં એક સફેદ વસ્ત્ર મુકવામાં આવે છે અને ત્રણ દિવસ સુધી મંદિરના કપાટો બંધ કરી દેવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે ત્રણ દિવસ બાદ મંદિરના દ્ધાર ખુલે છે તો મંદિરને મુકવામાં આવેલું કપડુ લાલ થઈ જાય છે. આ વસ્ત્રનો ટૂકડાને ભક્તોમાં પ્રસાદના રૂપમાં વહેચવામાં આવે છે. તેમને અંબુવાચી વસ્ત્ર કહેવામાં આવે છે.

રાજસ્થાના બીકાનેરથી આશરે 30 કિલોમીટરના અંતર પર કરણી માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર નાનું છે પણ ભક્તો માટે ખૂબ પ્રસિદ્ધ અને માન્યતાથી ભરેલુ છે. અહીં ઉંદર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિરમાં હજારોની સંખ્યામાં ઉંદર છે. જેમને જોઈ સૌ કોઈ દંગ રહી જાય છે. આ જ કારણ આ મંદિરનું નામ ઉંદર વાળું મંદિર પણ પડી ગયું છે. એટલા ઉંદર હોવા છતાં અહીયા કોઈ પ્રકારનો રોગચાળો નથી ફેલાતો. ઈ મંદિરને ખૂબ જ પ્રાચીન માનવામાં આવે છે. કહેવાય છે કે સાડા સાત સૌ વર્ષ પહેલા અહી એક ગુફા હતી. જ્યાં માતા દુર્ગાનો અવતાર માતા કરણી પોતાના ઈષ્ટની પૂજા કરતા હતા. આ માટે અહીયા મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું.

ઉત્તરાખંડના અલ્મોડા શહેરના આશરે 8 કિલોમીટર દૂર કાષાય પર્વત પર કસાર દેવી અથવા કૌશિકી દેવીનું મંદિર સ્થિત છે. કહેવામાં આવે છે કે આ સ્થાન પર માતાજી કાત્યાયનીએ શુંભ-નિશુંભ રાક્ષસોનો વધ કર્યો હતો. તેનો ઉલ્લેખ દુર્ગા સપ્તશતીના પાઠમાં પણ છે. અલ્મોડામાં રહેતા હોવાના કારણે અહીં કુદરતી સુંદરતા પણ મંત્ર મુગ્ધ કરી દે તેવી છે.

નૈના દેવીનું મંદિર પણ માતાજીના શક્તિપીઠોમાંથી એક છે. જ્યારે ભગવાન શિવનો મોહ ભંગ કરવા અને તેમનું તાંડવથી રોકવા માટે ભગવાન વિષ્ણુએ સતીનેા શરીરના ટૂકડા કર્યા હતા ત્યારે અહીયા તેમની નયન પડી હતી. આ મંદિર દેવભૂમિ ઉત્તરાખંડમાં છે. આ મંદિર ખૂબ પ્રસિદ્ધ છે. અહીયા પીપડાનું વૃક્ષ અતિ પ્રાચીન માનવામાં આવે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021