Categories: ભક્તિ

માઁ ભગવતીનું મંદિર: અહીંયા દેવી માઁની 108 પરિક્રમા કરવાથી મળે છે ઇચ્છિત વરદાન…

સનાતન હિન્દૂ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા બાદ તેમનાથી વરદાન માગવા અંતર્ગત મંદિરોમાં ચુંદડી બાંધવી, નારિયળ ચઢાવવું અથવા દેવી માતાને વિશેષ ભોગ અર્પિત કરવામાં આવે છે. પરંતુ આજે અમે તમને એવા મંદિર વિશે જણાવવા જઇ રહ્યાં છીએ. જ્યાં દેવી માતાની માત્ર પરિક્રમા કરવાથી મનની ઇચ્છા પુરી થાય છે.

આ ભગવતી માતાનું મંદિર દેશની રાજધાની દિલ્લીથી ખુબ નજીક છે. આ મંદિર ઉત્તરપ્રદેશના બુલંદશહેર જિલ્લાના ખુર્જા તહસીલમાં છે. આ મંદિરનું નામ નવદુર્ગા શક્તિ મંદિર છે. મંદિરને લઇને માન્યતા છે કે અહીંયા પરિક્રમા કરવાથી મનની ઇચ્છા પુરૂ થાય છે. પરંતુ સાત, અગિયાર, એકવીસ નહીં પરંતુ 108 વાર કરવાની હોય છે.

આ સિવાય મંદિર પરિસરમાં એક સ્તંભ પણ છે. તેને મનોકામના સ્તંભના નામથી ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે મંદિરની પરિક્રમા બાદ આ મનોકામના સ્તંભ પર ગાંઠ પણ લગાવવી જોઇએ. આવું કરવાથી મનની દરેક ઇચ્છા પુરી થાય છે.

આ મંદિરમાં દેવી ભગવતીની પ્રતિમામાં નવ રૂપ જોવા મળે છે. માતાની આ ભવ્ય પ્રતિમા ચાર ટનની અષ્ટધાતુથી બની છે. જેના 27 ખંડ છે. એવી માન્યતા છે કે મા દુર્ગાની આટલી ભવ્ય અને વિલક્ષણ મૂર્તિ પુરા ભારતવર્ષમાં નથી.

બે હજાર વર્ગફીટમાં બનેલા આ મંદિર અદ્વિતીય મૂર્તિ કલાનો નમૂનો છે. જ્યાં માતાની પ્રતિમા અઢાર ભૂજાઓ વાળી છે. આ મૂર્તિને 100થી વધારે મૂર્તિકારોએ તૈયાર કરી હતી. આ દિવ્ય મૂર્તિ 14 ફીટ ઉંચી અને 11 ફૂટ પહોળી છે. માતાની પ્રતિમાના જમણી બાજુ હનુમાનજી અને ડાબી બાજુ ભેરવજીની પ્રતિમાં છે. રથના શીર્ષ પર ભગવાન શંકર અને સારથી શ્રીગણેશ છે.

આ મંદિરનું નિર્માણ 1993માં થયું હતું. અને 13 ફેબ્રુઆરી 1995એ આ મંદિરમાં માતા દુર્ગાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બનેલી છે. વિશેષ વાત એ છે કે મંદિરમાં સ્થાપિત દેવી માતાની મૂર્તિ ખુબ ચમત્કારી છે.

કહેવામાં આવે છે કે કેટલું પણ મોટું દુખ કેમ ના હોય, જો માતાની મૂર્તિને જોવા લાગીએ તો એમ લાગે છે કે જીવનમાં કોઇ દુખ જ નથી. મંદિરની ઉંચાઇ 30 ફૂટ છે. અને તેનું શિખર 60 ફૂટ ઉંચુ છે. આ મંદિર એક જ પિલર પર ટકેલું છે. કહેવામાં આવે છે કે મંદિરની 108 પરિક્રમા ગોવર્ધનની એક પરિક્રમા બરાબર હોય છે.

મંદિર સવારે ચાર વાગ્યે ખુલે છે. અને સાંજે પાંચ વાગે મંગળા આરતી થાય છે. જ્યારે સાંજના સમયે મંદિર ચાર વાગ્યે ખોલવામાં આવે છે. અને સાત વાગ્યા ભવ્ય આરતી થાય છે. આમ તો વર્ષમાં આજ ક્રમ ચાલે છે. પરંતુ નવરાત્રીમાં માતા ભગવતીની વિશેષ પૂજા-અર્ચના થાય છે. અષ્ટમીના દિવસે માતાને એક હજાર કિલો ભોગ લગાવવામાં આવે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021