Categories: હેલ્થ

જો જવાનીમાં વૃદ્ધ ન દેખાવું હોય તો ગળ્યું વધારે ન ખાતા..જોઈલો આ અહેવાલ

ગળપણવાળો ખોરાક અનેક બીમારીઓને નોતરે છે. ખાસ કરીને મોટાપાને. આપણે જ્યારે ખાંડ ખાઈએ છીએ ત્યારે શરીરમાં લીપોપ્રોટીન લીપોઝ બને છે. જેના કારણે કોશિકાઓમાં ચરબી જમા થવા લાગે છે. જેના કારણે મોટપાનો શિકાર બનીએ છીએ. એટલે વધારે પડતું ગળ્યું ખાવાનો શોખ તમારા આરોગ્ય માટે હાનિકારક છે, એટલે જો તમે ગળ્યું ખાવાના શોખીન હોવ તો તમારે સાવધાન થવાની જરૂર છે. છતાં જો તમને વિશ્વાસ ન થતો હોય તો, જાણી લો તેના નુકસાન….

ટાઈપ ટુ ડાયબીટીસ થવાનો ખતરો

રોજે રોજ વધારે ખાંડ ખાઓ ત્યારે પેંક્રિયાસમાંથી એટલા જ પ્રમાણમાં ઇન્સ્યુલીન બહાર નીકળી શક્તું નથી ઊલટું વધારે ખાંડવાળા પદાર્થો ખાવાને કારણે પેંક્રિયાસમાં રહેલા ‘આયલેટ્સ ઓફ લેન્જરહાન’ નબળા પડી જાય છે અને તેમાંથી ધીરે ધીરે ઇન્સ્યુલીન નીકળવાનું પ્રમાણ ઓછું થાય છે અથવા સાવ બંધ થઇ જાય છે પરિણામે મોટી ઉંમરે થનારો ટાઈપ-૨ ડાયાબિટીસ થાય છે.

પાચનતંત્ર ઘીમુ પડે છે.

ખાંડ સીધી અસર પાચનતંત્ર પર પડે છે અને ધીરે-ધીરે નબળું પડવા લાગે છે. પરિણામે અનેક શરીરને ઘેરવા લાગે છે. કારણ કે, ખાંડમાં કેલેરી સિવાય કોઈ પોષક તત્વો હોતા નથી. જે થોડા શરીરને થોડા સમય માટે એનર્જી આપવાનું કામ કરે છે. પણ લાંબાગાળા માટે તે હાનિકારક સાબિત થાય છે.

લીવરની સમસ્યા

ખાંડનું વધુ પડતું સેવન કરવાથી લીવરની સમસ્યા ઉભી થાય છે અને શરીરમાં લિપિડનું નિર્માણ વધારે છે. આવી સ્થિતિમાં ફેટી લીવર ડિસિઝ જેવી સમસ્યાઓનો ખતરો વધે છે. તેમજ બ્લડ શુગર લેવલ વધી જાય છે જે મગજ માટે નુકસાનકારક છે. આવી સ્થિતિમાં મગજ સુધી યોગ્ય માત્રામાં ગ્લુકોઝ પહોંચતુ નથી અને મગજના કામ કરવાની ક્ષમતા ધીમી પડવા લાગે છે. પરિણામે મેમરી લોસ જેવી સમસ્યા ઉદ્ભવે છે.

ત્વચા પર કરચલીઓ પડે છે

આ ઉપરાંત ખાંડ ત્વચામાં રહેલા પાણીને શોષી લે છે અને તેને સૂકી કરી નાખે છે. જો તમે વધારે ખાંડ ખાઓ છો તો તમારે પાણી પણ વધારે પીવું જોઈએ. વધુ પ્રમાણમાં ખાંડ ખાવાથી કરચલીઓ ખૂબ જ ઝડપી પડવા લાગે છે. આ સાથે ત્વચા લાલ થઇ જાય છે અને ક્યારેક-ક્યારેક સોજા પણ આવી જાય છે. તો કેટલાંક લોકોને ખાંડનો વધુ ઉપયોગ કરવાથી તમારા ગુપ્તાંગોમાં ખંજવાળની સમસ્યા ઉભી થઈ શકે છે. એટલુ જ નહી આ ગુપ્તાંગો દ્વારા વધુ તરલ સ્ત્રાવ અને સંકમ્રણ માટે પણ જવાબદાર હોઈ શકે છે.

ખોરાકમાં ખાંડ વધારે લેવાથી લોહીમાં સુગર વધે, ઇન્સ્યુલીનનું પ્રમાણ વધે સોજા આવે, એન્ડ્રોજન નામના હોર્મોનનું પ્રમાણ વધે. આને કારણે શરીરમાં તૈલી પદાર્થોનું પ્રમાણ વધે જેનાથી ખીલ (એકની) થાય એટલું જ નહીં પણ તેને લીધે હાઈપરપીગ્મેંટેશન થાય અને ચામડી કાળી, કરચલીવાળી (વૃદ્ધ વ્યક્તિઓ જેવી) થઇ જાય.

થાક વધુ લાગે છે

જે ખોરાકમાં પ્રોટીન અને કોમ્પ્લેક્સ કાર્બોડાયડ્રેટ (અનાજ, કઠોળ, સુકોમેવો, ફાઈબર અને તેલીબિયા)નું પ્રમાણ ઓછું હોય પણ ખાંડનું પ્રમાણ વધારે હોય તેવો ખોરાક લેવાથી તાત્કાલિક શક્તિ આવે પણ પછી સખત થાક લાગે અને કંઇ કામ થતું નથી.

આમ,ગળપણ મોતને નોતરવાનું કામ કરે છે. જે એક સાથે અનેક બીમારીને સાથે લઈને આવે છે. એટલે જો તમે તંદુરસ્ત જીવન જીવવા માગતાં હોવ તો ગળ્યું ખાવનું ટાળો. નહીં, તો તમે જીવવાનું ટાળી દેશો…

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021