Categories: ગુજરાત

સુરત: મા-દીકરાની આત્મહત્યા, પત્ની પુત્રી સાથે પિયર જતી રહી તો, પતિને એવું લાગ્યું કે હવે તે કાયમી માટે..

સુરતમાં માતા-પુત્રએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યૂ હતું. પીપલોદ વિસ્તારમાં રહેતા પુત્રએ-માતા સાથે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતોં. બેંક લોનમાં ફસાઈ જતાં હતાશ થયેલા દિકરાએ માતા સાથે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પત્ની પુત્રીને લઈને 15 દિવસ પહેલા પિયર ચાલી ગઈ હતી. જેથી આત્મહત્યા કરનારા દિકરો મહર્ષિએ મોત બાદ માતાનું કોણ થશે એવા વિચારથી માઁ-દિકરાએ એક સાથે જીવન ટૂંકાવ્યૂ હતું.

તેમના નજીકના મિત્ર સામે 2-3 દિવસ પહેલા આત્મહત્યાની કરી વાત
ઓનલાઈન પે એપ્લિકેશન કંપનીમાં નોકરી કરતા મહર્ષિ પરેશભાઈ પારેખનું ઘર બાલાજી રોડ પર હોવા છતાં પીપલોદમાં ભાડાના મકાનમાં રહેતા હતાં. અંગત મિત્ર સામે આપઘાતની વાતો બે-ત્રણ દિવસ કરતા હોવાથી સોમવારે સાંજે ફોન ન ઉપાડતાં મિત્ર તેના ઘરે પહોચ્યો હતો, ત્યાં ફ્લેટનો દરવાજો તોડી અંદર જોતાં માતા-દિકરો એક જ સાથે ફાંસો ખાધેલી સ્થિતિમાં મળ્યાં હતાં.

પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી તપાસ આરંભી
ઉમરા પોલીસને માઁ-દિકરાના આત્મહત્યાની જાણ થતા પોલીસે તપાસ આદરી હતી. જેમાં પોલીસને સુસાઈડ નોટ મળી આવી હતી. તેમા લોનમાં ફસાઈ ગયા હોવાથી આપઘાતનું પગલું ભરી રહ્યાં હોવાનો ઉલ્લેખ કરાયો છે. ઘટના અંગે ઉમરા પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

સુસાઈડ નોટમાં મળી
મહર્ષિએ લખેલી સુસાઈડ નોટમાં તેણે લખ્યું છે કે, પોતાનું ઘર હોવા છતાં ભાડાના મકાનમાં રહું છું અને લોનમાં ફસાઈ ગયો છું, જેના કારણે આ પગલું ભરૂ છું. આના માટે હું જ જવાબદાર છું. કોઈની પૂછપરછ કરવી નહી, મારો વાંક છે પણ મને બદનામ કરતાં નહીં.

પત્નીને આવવા બોલાવી પણ નહતી આવતી
મહર્ષિના પહેલા લગ્નમાં છૂટાછેડા થઈ ગયાં હતા, જે બાદ તેણે બીજી લગ્ન કર્યાં હતા અને બીજા લગ્નજીવનમાં એક પુત્રી પણ છે. જોકે મહર્ષિની પત્ની 15 દિવસ પહેલા પિયર જતી રહી હતી, મહર્ષિ ઘરે પરત આવવા કહેતો હતો, પરંતુ તે પિયરથી આવતી ન હતી.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021