Categories: ગુજરાત

6 સપ્ટેમ્બરે અંબાજી મંદિર રહેશે બંધ, માતાજીની થશે પ્રક્ષાલન વિધિ જાણો તેનું મહત્વ

કોરોના મહામારીમાં માતાનું મંદિર બંધ હતું જે બાદ ફરી યાત્રાધામ અંબાજી મંદિર બંધ થવાને લઈને બંધ થવાના સમાચાર મળી રહ્યા છે. યાત્રાધામ અંબાજી મંદિર 6 સપ્ટેમ્બરે બંધ રહેવાનું છે. પ્રક્ષાલન વિધિ હોવાના કારણે 6 સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

પ્રક્ષાલન વિધિ શું છે? તેના વિશે પણ એવું કહેવાય છે કે દર વર્ષે ભાદરવી પૂનમ બાદ આ વિધિ યોજાય છે. વર્ષમાં એકવાર માં અંબાનું વિસાયંત્ર મંદિર બહાર આવે છે. આ દિવસે મંદિરને ધોવામાં આવે છે. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી મળતી માહિતી મુજબ 6 સપ્ટેમ્બરે મંદિર બંધ રહેશે. દર વર્ષે મંદિર ખાતે ધાર્મિક વિધિ યોજાય છે.

 

ભાદરવી મેળા બાદ રવિવારે અંબાજી મંદિર બંધ રહેવાનું છે. એટલે જો તમે મંગળવારે અંબાજી દર્શન કરવા જવાના હો તો ધ્યાન રાખજો. અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પ્રક્ષાલનની ખાસ વિધિ કરવામાં આવે છે.

 

આ વિધિમાં શાસ્ત્રોક્ત વિધિથી સ્વચ્છ કરવામાં આવે છે. 06 સપ્ટેમ્બર એટલે કે રવિવારે મંદિરમાં પ્રક્ષાલન વિધિ હાથ ધરવામાં આવશે, જેને કારણે મંદિર બંધ રહેશે.

 

મંદિરના ગર્ભગૃહ સહિત પ્રાંગણમાં પ્રક્ષાલન વિધિ કરાશે. ભાદરવી પૂનમનો મેળો પૂરો થયા બાદ દર વર્ષે આ વિધિ કરવામાં આવે છે. આ વિધિ દરમિયાન મંદિરમાં રહેલ શ્રીયંત્રને બહાર લાવવામાં આવે છે. તેથી આ વિધિનું મહત્વ અનેકગણું હોય છે.

 

પ્રક્ષાલન વિધિ ખાસ સિદ્ધપુરના માનસ ગૌત્રના બ્રાહ્મણો દ્વારા થાય છે. જેમાં સાત નદીઓના જળનો ઉપયોગ કરવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહ સહિત સોના ચાંદીના આભૂષણોને ગંગા, સરસ્વતી સહિત સાત નદીઓના પવિત્ર જળથી ધોવામાં આવે છે. અને બાદમાં શુભ મુર્હુતમાં તેને માતાજીના મંદિરમાં પ્રસ્થાપિત કરાય છે.

 

આ પ્રક્ષાલન વિધિમાં ભાગ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી આવતા હોય છે. પરંતુ હાલ કોરોના મહામારીના કારણે ભક્તોને પ્રવેશ નિષેધ છે. માન્યતા છે કે પ્રક્ષાલન વિધિ કરવાથી અનેકગણુ પુણ્ય મળે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021