દુલ્હનના પિતાએ છપાવી એવી કંકોત્રી કે, જોઈને તમે પણ કહેશો ભૈ વાહ…., વિશ્વાસ ના થતો હોય તો જાતે જ વાંચી લો….

આજે જ્યારે છોકરીની સુરક્ષાને લઈને સમસ્યાઓ વધી રહી છે, ત્યારે એક પિતાએ આ વાતને લઈને એક અનોખી પહેલ હાથ ધરી છે.

દરેક પિતાનું સપનું હોય છે કે, દીકરી સારું સાસરું મળે, જ્યાં તેને માન-સન્માન અને પ્રેમ મળે અને તે હંમેશા ખુશ રહે, એટલે દરેક પિતા પોતાના જીવનભરની મૂડી ખર્ચીને દીકરીના લગ્નને તેના જીવનનો યાદગાર દિવસ બનાવવાનો પ્રયાસ કરે છે.

આપણે સૌ જાણીએ છીએ કે, ભારતીય સમાજમાં લગ્ન ખૂબ ખર્ચાળ હોય છે. વળી, દહેજ પ્રથા તો દરેક પિતા માટે ચિંતાનો વિષય રહે છે. છતાં દીકરીની ખુશી માટે પિતા એ મુશ્કેલ કામને પણ હસતાં-હસતાં પાર પાડે છે. આજે અમે તમને એવી ઘટના વિશે જણાવાના છે, જે દરેક પિતા માટે  બોધપાઠ છે.

મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરના ઇન્દ્રસિંહ ગુર્જરે તેમની પુત્રીના લગ્નમાં દહેજ નહીં આપવાનો નિર્ણય લીધો છે અને લોકોને દહેજ ન આપવાનો સંદેશ પણ આપ્યો છે. તેમણે પુત્રીના લગ્નની એક અનોખી કંકોત્રી  છપાવી છે. જેમાં તેમણે લગ્નના  તમામ ખર્ચ છાપ્યા છે, જેનાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

જી હા….આ કંકોત્રીમાં ઇન્દ્રસિંહ ગુર્જરે સંત શ્રી મહારાજ હરિ ગિરી દ્વારા નક્કી કરેલા ખર્ચ પણ છાપ્યાં છે.  તેમણે કહ્યું કે, લગ્ન  કરાવનાર પંડિતને 1100 રૂપિયા, શગુનનાં 1100 રૂપિયા, થાળીમાં 5100 રૂપિયા, દરવાજો રોકવા માટે 1100 રૂપિયા આપવામાં આવશે. ભાટમાં 5100 રૂપિયા, વરમાળા દરમિયાન 10 રૂપિયા, પાનના 1100 રૂપિયા અને ચાંલ્લાના 50 રૂપિયા હશે. આ બધી ચીજો ઉપરાંત 5 વાસણો, એક પલંગ અને એક કબાટ આપવામાં આવશે. જાનમાં ફક્ત 100 લોકો જ આવી શકે છે.

  • લગ્નમાં દારૂ ન પીવાની પ્રાર્થના

આ કાર્ડમાં, માત્ર દહેજ માટે નહીં પણ દારૂ ન પીવાની વિનંતી પણ કરવામાં આવી છે. લગ્નની વિધિમાં કોઈ પણ વ્યક્તિએ દારૂ ન પીવો, તેવી સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે. યુવતીના કાકાએ કહ્યું કે, અમારા ગામ અને સમાજમાં દારૂ બંધ થઈ ચૂક્યો છે, પરંતુ હવે દહેજ રોકવા પણ પહેલ કરવામાં આવી રહી છે. આ કાર્ડના અંતમાં એક શ્લોક લખવામાં આવ્યો છે, જે ચર્ચાનો વિષય બની રહે છે.

આ શ્લોકમાં લખ્યું છે કે, “મૃત્યુ ભોજ ઓર માલા છૂટી, ખાના છૂટા મેજ પે, બાજે છૂટે દારૂ છૂટી, અબ કી ચોટ દહેજ પે”….

પુત્રીને બચાવવા અપીલ

આ દીકરી પૂજાના આ પિતાના લગ્નનું કાર્ડ દિકરીઓને ભણાવવા અને દીકરીઓને બચાવવા વિશે પણ કહે છે. આ કાર્ડ દ્વારા લોકોને સંકલ્પ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે, આપણે દહેજ આપીશું નહીં અને ક્યારેય દહેજ લઈશું નહીં… આમ, એક પિતાએ ધૂંધળી સામાજિક વ્યવસ્થામાં એક પરિવર્તન લાવવાનો પ્રયત્ન કર્યો છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021