એક વાત કહુ?

કુંવારી દીકરીની કબર પર થયું કંઈક એવું કે, જાણીને, માતા-પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ….

આજે ભલે દુનિયા 21 સદીમાં જીવતી હોય, બધા આધુનિક સમય, મોર્ડન અને ખુલ્લા વિચારોની વાતો કરતા હોય, પણ હજુય એવી કેટલીક પરંપરાઓ છે જે આપણને યાદ કરાવે છે કે, આપણે કેટલાં પાછળ છે. આવી જ એક ઘટના ચીનમાં સામે આવી  છે. જેમાં  3000 વર્ષ ચીન એક પરંપરા માટે મૃત છોકરીને પણ બક્ષવામાં આવતી નથી.

આ પરંપરાનું નામ  ‘ઘોસ્ટ મેરિજ’ છે. જેમાં  જો કોઈ કુંવારો છોકરો કે છોકરી મરી જાય તો તેમનો મૃતદેહ એકલા દફનાવાતો નથી. તે મૃતદેહનું બીજા મૃતદેહ સાથે લગ્ન કરાવવામાં આવે છે. બાદમાં તેમની અંતિમ વિધી કરવામાં આવે છે. જો કે, સમયની સાથે આ પરંપરાનું ચલણ ઓછું થયું હતું  પરંતુ હજુ કેટલાંક લોકો એવા છે આજે આવી પરંપરાનું પાલન કરે છે. એવા જ એક વ્યકિતએ આ પરંપરાને નીભાવવાના ચક્કરમાં  બીજિંગના શાંક્સી પ્રાંતની કુંવારી છોકરીનો મૃતદેહની ચોરી કરી હતી. છોકરીના માતા- પિતા જ્યારે દીકરીની કબર પર ફૂલ ચઢાવવા પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે, તેમની દીકરીનો મૃતદેહ કબરમાં નહોતો.

આ ઘટના ઉત્તર ચીનની છે. જ્યાં એક પરિવારની દીકરીનું મોત બે વર્ષ પહેલા થયું હતું, ત્યારે તેની ઉમંર 18 વર્ષની હતી. મૃત્યુ બાદ તેને કબરમાં દફનાવામાં આવી હતી. હાલમાં જ્યારે માતા- પિતા દીકરીની કબરે ગયા ત્યારે ખોદલી કબર જોઈને તેમના હોંશ ઉડી ગયા હતા.

Advertisement

પરિવારજનોને શંકા છે કે, છોકરીનો મૃતદેહ ઘોસ્ટ મેરિજની પરંપરા માટે ચોરી કરવામાં આવ્યો છે. કારણ કે, થોડા સમય પહેલા જ એક વ્યક્તિ તેમની દીકરીનો મૃતદેહ ખરીદવા માટે આવ્યો હતો.

આ ઘટના અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, કબર પાસેથી જમીન ખોદવાના સાધનો મળ્યા હતા. જે આરોપીના જ હોવાનું મનાઈ રહ્યું છે. પરિવારે આઘટના  અંગે પોલીસને જાણ કરી દીધી છે. હાલ, પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

Advertisement
Advertisement
Exit mobile version