ઘરમાં નાનું મંદિરનું મોટું મહત્વ, જાણો તમને કેવી રીતે બનાવે છે આર્થિક સમૃદ્ધ

ઘરમાં નાનું મંદિરનું મોટું મહત્વ, જાણો તમને કેવી રીતે બનાવે છે આર્થિક સમૃદ્ધ

ઘરમાં શુભ અને અશુભ બે પ્રકારની ઉર્જા પ્રવેશે. ઘરમાં શુભ ઉર્જાના સંચાર માટે મંદિર હોવું ખૂબ જરૂરી હોય છે. મંદિર અથવા પૂજા સ્થાન સ્થિર હોવાથી દરેક પ્રકારની સમસ્યા પોતાના જીવમાંથી હંમેશા માટે દૂર થઈ જાય છે. વિશેષ રૂપથી સ્વાસ્થ્ય તેમજ મનની પરેશાનીનું નિવારણ શીધ્ર થાય છે. જેથી ઘરમાં આર્થિક સમૃદ્ધિ પણ બની રહે છે.

ઘરના લોકો વચ્ચે પરસ્પર સંબંધ બની રહે છે. મંદિર અથવા પૂજા સ્થાનનો સંપૂર્ણ લાભ થઈ શકે છે, જ્યારે તેમની સ્થાપનામાં નિયમોનું પાલન કરવું જોઈએ. જેમાં યોગ્ય રીતે મંદિરની સ્થાપન કરવી. દેવી-દેવતાઓની સ્થાપના પર ધ્યાન રાખો અને મંદિર અથવા પૂજા સ્થળને જાગૃત રાખવુંજરૂરી હોય છે

સામાન્ય રીતે પૂજા ઘર અથવા મંદિર ઘરના ઈશાન (ઉત્તર) ખૂણમાં હોવું જોઈએ. જો ઈશાન ખૂણોમાં નથી રાખી શકતા તો પૂર્વ દિશાનો પ્રયાગ કરો. જો ફ્લેટમાં છે તો ફક્ત સૂર્યના પ્રકાશનું ધ્યાન રાખવુ. પૂજાનું સ્થાન સ્થિર હોવું જોઈએ અને વારંવાર ન બદલો. પૂજા સ્થાનનો રંગ હળવો પીળો રાખો, ઘાટા રંગથી બચો. મંદરિની આકૃતિ વાળા મંદિર રાખવાની જગ્યા પર ફક્ત પૂજાની એક નાની જગ્યા બનાવી દો.

Advertisement

દેવી-દેવતાઓની સ્થાપના કયા પ્રકાર કરો?
મંદિરની આકૃતિ રાખવાની જગ્યા પર પૂજા સ્થાનનું સ્થાન બનાવો. આ સ્થાન પર પર દેવી-દેવતાઓની ભીડ એટલે કે વધારે મૂર્તિઓ ન લગાવો. જે દેવી-દેવતાઓની મુખ્ય રૂપથી તમે આરાધના કરો છો તેમની તસવીર અથવા મૂર્તિની સ્થાપના એક આસન અથવા બાજઠ પર કરો. અન્ય બાજુમાં સ્થાપિત કરી શકો છો. જો મૂર્તિની સ્થાપના કરવી છે તો આ 12 આંગળીઓથી વધું મોટી ન હોવી જોઈએ. તસવીર ગમે તેટલી પણ વધું હોય શકે છે. પૂજા સ્થાન પર શંખ, ગોમતી ચક્ર અને એક પાત્રમાં જળ ભરીને અવશ્ય રાખો.

બંનેના એક જ સમયે પૂજા ઉપાસનાનો નિયમો બનાવો. સાંજે પૂજામાં દીવો અવશ્ય પ્રગટાવો. દીવો પૂજા સ્થાનના મધ્યમાં રાખો. પૂજાના પહેલા ભજન-કર્તીન અથવા ઉચ્ચારણ સહિત મંત્ર જાપ આખા ઘરને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. મંદિર હંમેશા સ્વચ્છ રાખો અને અહીંયા એક લોટામાં જળ ભરીને જરૂર રાખો. તમે કોઈ પણ પૂજા કરી રહ્યા હોય, જો ગુરૂ મંત્ર નથી મળ્યો તો ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરો. પૂજા બાદ અર્પણ કરેલું જળ પ્રસાદ રૂપમાં ગ્રહણ કરો.

મંદિરમાં કઈ સાવધાનીઓનું ધ્યાન રાખો?
પૂજા સ્થાન પર ગંદગી ન રાખો. રોજ અહી સાફ-સફાય જરૂર કરો. પૂજા સ્થાન પર પૂર્વજોના (સ્વર્ગીય) તસવીર ન રાખો. શનિ દેવની તસવીર અથવા મૂર્તિ પણ ન રાખો. જ્યા સુધી બની શકે પૂજા સ્થાન પર અગરબત્તિઓ ન સળગાવો. પૂજા સ્થાનનો દરવાજો બંધ ન રાખો. પૂજા સ્થાન સાથે સ્ટોર રૂમ અથવા રસોડું ન બનાવો.

Advertisement

સામાન્ય રીતે શયનકક્ષમાં મંદિર ન હોવું જોઈએ. જો ઘરમાં જગ્યા ન હોય તો શયનકક્ષમાં દેવી-દેવતાઓનું સ્થાન બનાવી શકો છો, પરંતુ પૂજા કર્યા બાદ તેમના સ્થાન પર પદડો ઢાંકી તેવો ઉત્તમ રહેશે.

 

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *