પત્થર તોડીને પાંચ રુપિયા કમાનાર બોડી બિલ્ડર ખલીની કહાની છે રસપ્રદ

જો તમે WWE જોવાના શોખીન છો તો તમને રિંગમાં કોઈ રેસલરને જોતા તમને સૌથી વધુ આનંદ થતો હોય તો તે
છે 'ધ ગ્રેટ ખલી' ખલીનો જન્મ 27 ઓગસ્ટ 1972 માં હિમાચલ પ્રદેશમાં થયો હતો. તેનું અસલી નામ દિલીપસિંહ.

રાણા છે. કુસ્તીની દુનિયામાં 7 ફૂટના એકમાત્ર ભારતીય વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન ભારતની શાન છે. તમને
જણાવી દઇએ કે તે આજે જ્યાં છે ત્યાં પહોંચવું તેના માટે એટલું સરળ નહોતું. ખલીએ અહીં સુધી પહોંચવા માટે
ઘણી જહેમત ઉઠાવી છે. તમને જણાવી દઈએ કે ખલી બોલિવૂડ મૂવીઝ, ટીવી શો અને હોલીવુડ મૂવીઝમાં પણ
કામ કરી ચુક્યા છે.

હિમાચલ પ્રદેશના એક નાનકડા ગામના રહેવાસી દિલીપસિંહ રાણા બાળપણથી જ કદાવર હતા,જે એક્રોમેગલી
નામના રોગનું કારણ છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે ખલીનું બાળપણ એટલી ગરીબીમાં વિતાવ્યું છે કે તેને
શિક્ષણ છોડીને પથ્થર તોડવાનું કામ કરવું પડ્યુ હતું.

ગરીબ પરિવારમાં જન્મેલા દિલીપને છ ભાઈ-બહેન હતા અને તેમને મજુરી કરીને ઘરમાં પૈસા પણ આપવા
પડતા. આજે ખલી 18 નંબરના બ્રાન્ડેડ શુઝ પહેરે છે એક સમયે તે 15 કિલોમીટર સુધી ચાલીને મજુરી કરવા
જતા. સમય સમયની વાત છે.

ખલીએ એક એવો પણ ખરાબ સમય જોયો છે જ્યારે તેના ગરીબ માતા-પિતા સ્કુલની અઢી રૂપિયા ફી ચૂકવી
શકતા નહોતા, જેના કારણે તેને શાળા છોડવી પડી હતી. આઠ વર્ષની ઉંમરે, તેમણે ગામમાં માળી તરીકે રોજનું
પાંચ રૂપિયાનું કામ કરવાનું શરૂ કર્યુ હતું. કદાવર શરીરને કારણે લોકો તેની મજાક પણ ઉડાવતા હતા. આજે એજ
શરીરને લીધે તેને દુનિયામાં એક ઓળખ મળી છે.

ખલીને અભ્યાસ કરવામાં બહુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, વરસાદમાં તેમનો પાક બળી જવાથી તેના
પરિવાર તેની ફી ન ભરી શકવાને કારણે તેને તેને સ્કુલ છોડવાનો વારો આવ્યો હતો. શિક્ષક અને સહપાઠીઓ તેની
મજાક ઉડાવતા ત્યારે જ ખલીએ મનથી નક્કી કરી લીધુ હતુ કે એક દિવસ તે મહાન વ્યક્તિ બનીને બતાવશે.

પંજાબ પોલીસના વરિષ્ઠ અધિકારી એમ.એસ. ભુલ્લરે ખલીને બસ સ્ટેન્ડમાં મજૂર તરીકે કામ કરતા જોયા અને
તેમને દળમાં જોડાવા કહ્યું. ત્યારબાદથી ખલીએ પાછળ જોયું નહીં અને પોલીસ દળમાં હતા ત્યારે બોડી બિલ્ડિંગ
શરૂ કરી દીધી હતી.

ખલી પાસે યુ.એસ. પ્રેક્ટિસ કરવા જવા માટે પૈસા નહોતા અને અન્ય લોકોએ પણ સ્પોન્સરશિપનો ઇનકાર કર્યો
હતો. આખરે તેણે તેની 40,000 ડોલર જમા કરીને સન ફ્રાન્સિસ્કો શહેર પહોંચ્યા હતા જ્યા પણ તેને મુશ્કેલીઓનો
સામનો કરવો પડ્યો હતો.

શરૂઆતમાં જાપાન અને મેક્સિકોમાં કુસ્તી કરી, જ્યાં તે જાયન્ટ સિંઘ તરીકે જાણીતો બન્યો. અમેરિકા પાછા ફર્યા
બાદ ખલીને હોલીવુડની ફિલ્મોમાં રેસલરની ભૂમિકા મળવાનું શરૂ કર્યું. તે પછી, WWE સાથે કરાર કર્યો ત્યારથી
તેમના સારા દિવસની શરૂઆત થઇ હતી.

તેને WWE માં દર વર્ષે દસ લાખ ડોલર મળતા હતા જેમાથી તેમણે હ્યુસ્ટન શહેરમાં એક મોટું ઘર અને દુકાન પણ
ખરીદી હતી. ભારતમાં પણ કુસ્તીને લોકપ્રિય બનાવવા માટે તેમણે ખૂબ મહેનત કરી છે.

ખલી બિગ બોસ 4 માં પણ સ્પર્ધક રહી ચૂક્યા છે. તે આ શોનો રનર અપનો ખીતાબ જીતી ચુક્યા છે. તેમને નોન-
વેજ પસંદ નથી, તેઓ સંપૂર્ણ શાકાહારી છે. તેનું નામ હિન્દુ દેવી કાલીના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે
આંતરિક શક્તિનું પ્રતીક માનવામાં આવે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021