Unhealthy Habits: ડિપ્રેશનથી લઈને મેદસ્વીપણા જેવી દરેક બીમારીનું કારણ છે તમારી આ 10 કુટેવ જાણો….

Unhealthy Habits: ડિપ્રેશનથી લઈને મેદસ્વીપણા જેવી દરેક બીમારીનું કારણ છે તમારી આ 10 કુટેવ જાણો….

તમારી ઘણી કુટેવો ધીમે-ધીમે તમારા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે. આવી અનેક કુટેવથી જાણે-અજાણે તમે જ તમારા સ્વાસ્થ્યને બીમારીઓ તરફ ધકેલો છો. પરિણામે તમે લાંબા ગાળાના દર્દી બની જાઓ છો. જેનું જીવન દવા ખાવાથી શરૂ થાય છે અને રાત્રે દવા ખાધા બાદ પૂરું થાય છે, ત્યારે અફસોસ કર્યા સિવાય કંઈ રહેતું નથી, એટલે જ અમે તમને એવી 10 કુટેવ વિશે જણાવવાના છે જેનાથી છૂટકારો મેળવીને તમે એક હેલ્ધી લાઈફ જીવી શકો છે.

ઘણાં લોકોને કમરવાળીને બેસવાની કે ચાલવાની આદત હોય છે. જે માંસ પેશિયોને જ નહીં પણ કરોડજ્જુને માટે નુકસાનકારક છે. કારણ કે, આ રીતે ચાલવાથી બૉડી પોશ્ચર પર ખરાબ અસર પડે છે. એટલે તમારે સીધી કમર રાખીને ચાલવું. જેથી માંસપેશીયોમાં સંતુલન જળવાઈ રહે.

Advertisement

વર્તમાન સમયમાં ઘણાં લોકો વર્કફ્રોમ હોમ કરી રહ્યા છે. જેમાં કલાકો સુધી લેપટોપ સામે બેસી રહેવાના કારણે આંખોને નુકસાન થાય છે. સાથે હાથ અને આંગળીમાં પણ દુઃખાવો રહે છે. જેનાથી કાર્પલ ટનલ સિંડ્રોમનું જોખમ રહે છે. એટલે જો તમે પણ ઘરેથી કામ કરતા હોય તો ખાસ આ વાતનું ધ્યાન રાખો અને કામની વચ્ચેથી થોડો સમય કાઢીને આંખની સાથે હાથને પણ થોડો આરામ આપો.


બજારમાં મળતું ઝંક ફૂડ અથવા ફાસ્ટ ફૂડ તમારી જીભને તો સંતોષ આપે છે.  એની સાથે તે બીમારીઓને પણ આંમત્રણ આપે છે. જંક ફૂડના કારણે વજન વધવું, ડાયબીટીસ અને હદય રોગ સહિતની અનેક બીમારી થવાનો ભય રહે છે. એટલે જો તમે આ પ્રકારની આદતના શોખીન હોવ તો તેનાથી દૂર રહો નહીંતર તે તમારા સ્વાથ્યને નુકસાન પહોંચાડી શકે છે.

Advertisement


અનહેલ્ધી લાઈફના કારણે શરીરમાં સ્ટ્રેસ હાર્મોન્સ ઝડપથી રિલીઝ થાય છે. જેના કારણે માણસને બ્લડ પ્રેશર અને બ્લડશુગરની સમસ્યાનો રોગી બને છે. એટલું જ નહીં, વજન વધવાની સાથે ડાઈઝેશન અને ઈમ્યૂનિટી પર પણ તેની આડઅસર થાય છે. આ બીમારીથી છૂટકારો મેળવવા માટે તમારે સ્ટ્રેટ મેનેજમેન્ટ હેઠળ ‘ડીપ બ્રીદિંગ’, ‘મેડિટેશન’, ‘યોગ’, ‘વર્ક આઉટ’ કરવું જોઈએ. તેમજ પરિવાર સાથે સમય વિતાવવો જોઈએ.


દારૂમાં રહેલો એલ્કોહૉલ શારિરીક નહીં પણ માનસિક સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. વળી, લીવરથી લઈને હદય રોગ, ડિપ્રેશન અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓને આંમત્રણ આપે છે.

Advertisement

ધુમ્રપાન હાર્ટ ડીસીઝ અને કેન્સરથી થનાર 30 ટકા મોત માટે જવાબદાર છે. એટલું નહીં, 80-90 ટકા લોકોના ફેંફસામાં કેન્સર સ્મોકિંગ કરવાના કારણે થાય છે. સિગારેટ કે બીડી પીવાથી મોં, ગળા અને બ્લડ કેન્સર થવાની શક્યતા વધુ રહે છે. જો તમે પણ આ કુટેવનો શિકાર હોય તો, તરત જ તેને છોડી દો. કારણ કે, સ્મોકિંગ છોડીને તમે જાતે જ પોતાની જાતને સ્વસ્થ્ય અનુભવશો. કારણ કે, સ્મોકિંગ છોડવાથી કાર્ડિયોવસ્ક્યુલર સિસ્ટમ આપોઆપ રિકવર થવા લાગે છે.


પેનકિસલર્સ એટલે દુઃખાવામાં રાહત આપતી દવા. આ પ્રકારની દવાઓનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. પેન કિલર્સ સતત લેવાના કારે અલ્સર, ગેસ્ટ્રોઈન્ટાઈનલતથી લોહી, હાઈ બલ્ડપ્રેશર અને હાર્ટ અટેક આવવાની શક્યતા રહે છે. એટલે તમે પણ જો આવી પેનકિલર્સ ખાતા હોય તો ચેતજો…

Advertisement

કેટલાંક લોકોને સવારે બ્રેકફાસ્ટ કરવાની આદત નથી હોતી. પણ શું તમે જાણો છો કે, આ કુટેવ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. સવારે નાસ્તો ન કરવાથી હાર્મોનલ હેલ્થ, મેમોરી હ્યૂમર અને સ્વભાવ પર ખરાબ અસર કરે છે. તેમજ મેટાબોલિઝ્મ સુસ્ત રહે છે. જેના કારણે વજન વધવા લાગે છે.

અપૂરતી ઉંઘ તમારા કામ પર અસર કરે છે. માણસ ચીડચિડીયું થઈ જાય છે. ડિપ્રેશનની સમસ્યા વધે છે. સ્ટ્રેસ હાર્મોનમાં વધારો થવાથી વજન વધવા લાગે છે. તેમજ ઈમ્યૂન પર પણ ખરાબ અસર પડે છે. સાથે-સાથે બ્લડપ્રેશરની સમસ્યામાં વધે છે. ડૉક્ટર્સના જણાવ્યાનુસાર, વ્યક્તિને ઓછામાં ઓછા 8 કલાક ઉંઘવું જ જોઈએ.

Advertisement

ઓછું પાણી પીવાથી આપણા શરીરમાં ડીહાઈડ્રેટ થવાનું શરૂ થઈ જાય છે. જેના કારણે શરીરમાં થાક રહે છે. સાથે જ સ્કિન ડ્રાય થઈ જાય છે અને સ્વભાવ પણ ચીડચિડીયો થઈ જાય છે. પાણી અછતના કારણે શરીરમાંથી જીવાણું બહાર નીકળતા નથી. જેની અસર કીડની પર પડે છે.

આમ, તમે તમારી આ કુટેવ પર કાબૂ મેળવીને મોટાભાગની બીમારીઓથી બચી શકો છો. સાથે જ એક સ્વસ્થ્ય જીવન જીવી શકો. એટલે જ  આજથી જ નિયમિત સવારે સમયસર ઉઠો, કસરત કરીને નિયમિત નાસ્તો તેમજ પોષણયુક્ત આહાર લઈને પોતાની જાત અને પરિવારના સ્વાસ્થ્યની કાળજી રાખો. જેથી આ બીમારીઓ તમારા સુધી પહોંચી જ ન શકે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *