Categories: ગુજરાત

ડૉક્ટર ખોવાયા હોવાના લાગ્યા પોસ્ટર, તો જિલ્લા તંત્ર પણ નીકળ્યું શોધમાં…..જાણો સમગ્ર ઘટના

છેલ્લા કેટલાંક દિવસથી સોશિયલ મીડિયા પર કાલાવડ તાલુકાના ખરેડીના સરકારી ડૉક્ટર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ડૉક્ટરો ખોવાયા હોવાના પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. જેને લઈ  જિલ્લાનું આરોગ્ય તંત્ર ગરમાયું છે. તો બીજી તરફ સૌ કોઈમાં ડૉક્ટરને જાણવાની ઉત્સુકતા વધી રહી છે.

ડૉક્ટરના પોસ્ટરો જોઈને કંઈક, વિચારો તે પહેલા તમને જણાવીએ કે, આ ડૉક્ટર ક્યાંય ખોવાયા નથી. પરંતુ સરકારી હૉસ્પિટલમાં તેમની ગેરહાજરી અને પોતાની જવાબદારીને પ્રત્યે બદેરકાર બનેલા ડૉક્ટરના વિરોધમાં આ પોસ્ટર લગાવવમાં આવ્યાં છે.

ગ્રામજનો ડોક્ટર પર ગંભીર આક્ષેપ કરતા જણાવી રહ્યાં છે કે, ડૉક્ટર ઝાલાવડિયા મોટાભાગે હૉસ્પિટલમાં હાજર રહેતા નથી. જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, જો કોઈને તાત્કાલિક સારવારની જરૂર પડે તો, તેમને કિલોમીટરનું અંતર કાપીને જવું પડે છે. જેના કારણે દર્દીનો જીવ જોખમમાં મૂકાય છે, ત્યારે આ ડૉક્ટર પોતાની ફરજ નિભાવવાને બદલે ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યા છે.

તો બીજી તરફ ડૉ. ઝાલાવાડિયા આ અંગે જણાવી રહ્યાં છે કે, મારી પાસેથી એક મહિના પહેલા તાલુકા હેલ્થ ઓફીસરનો ચાર્જ અને ખરેડીમાં મેડીકલ ઓફીસરનો ચાર્જ હતો. પરંતુ મેં સામેથી અરજી કરીને તાલુકા હેલ્થ ઓફિસરનો ચાર્જ છોડી દીધો હતો. હવે, હું માત્ર ખરેડી મેડીકલ ઓફીસર છું. રહી પોસ્ટરોની તો, એની પોલીસ ફરિયાદ કરીશ. આગળ વાત કરતાં તેમણે કહ્યું હતું કે, બે-ત્રણ વ્યક્તિઓએ ઉભી કરેલી વાત છે. જેમાં કોઈ તથ્ય નથી.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021