ગુજરાતના આ બિલ્ડરે તેમના 42 ફ્લેટ ગરીબોને રહેવા માટે આપી દીધા

ગુજરાતના આ બિલ્ડરે તેમના 42 ફ્લેટ ગરીબોને રહેવા માટે આપી દીધા

એવો પ્રકાશ જે અનેક ગરીબો માટે કોરોનાના અંધકારમાં છત બની પ્રગટ્યો. લોકડાઉન બાદ અનેક લોકો પાસે ઘરનું ભાડુ આપવા માટે પૈસા નથી. નોકરીમાં પણ પગાર અડધો આપી રહ્યા છે. જેના કારણે અનેક લોકોની નોકરી પણ ગઇ છે અને આર્થિક મુશ્કેલી વધી રહી છે. એવામાં ગુજરાતના આ બિલ્ડરે ફ્રી માં રહેવા માટે કામદારો માટે નિર્ણય લીધો છે. આ બિલ્ડરની દરિયાદિલી જોઇને તમે પણ કહેશો વાહ…..શા માટે જુઓ આ રિપોર્ટમાં..

વાત સુરતના એક બિલ્ડરની છે.. જેણે પોતાના 42 ફ્લેટ વિના મુલ્યે ગરીબ મજદૂર લોકોને રહેવા માટે આપી દીધા. કોરોનાના કહેરના કારણે શ્રમિકો સહિતના નાના કામદારોની સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. અને લોકો પોતાના વતન પરત ફરવા માટે મજબૂર થયા ત્યારે. આ વચ્ચે સુરતમાં એક બિલ્ડર આવા લોકોની વ્હારે આવ્યા છે. પ્રકાશ ભાલાણી નામના બિલ્ડરે સુરતમાં 42 ફ્લેટ વિના મૂલ્યે જરૂરિયાતમંદોને રહેવા આપ્યા છે.

Advertisement

આ અંગે પ્રકાશ ભાલાણીએ કહ્યું કે એક પરિવાર થોડા દિવસો પહેલા મોટા વરાછા નજીક વેલંજા ખાતેની એક પ્રોજેક્ટ સાઈટ ઉપર આવ્યો અને પરિવારના મોભીએ બિલ્ડરને પૂછ્યું કે, સાહેબ અમે વતન જવા માગીએ છીએ. અમારી પાસે ઘરવખરીનો સામાન રાખવા માટે મકાન નથી. તમારા ફ્લેટ ખાલી પડ્યા છે, શું થોડા મહિનાઓ માટે અમારો સામાન તમારા ફ્લેટમાં મુકવા દેશો? પછી શું કહ્યું જાણો……

આ વ્યક્તિની આંખોમાં આંસુ પણ આવી ગયા હતા. બિલ્ડરને લાગ્યું કે જો આ વ્યક્તિને હું હમણાં મદદ નહીં કરું તું તે કંઈક અજુગતું કરી બેસી શકે છે. બિલ્ડરે તરત જ પોતાના અન્ય પાંચ ભાગીદારોને મનાવ્યા અને નક્કી કર્યું કે તેમની 90 ફ્લેટની તૈયાર સાઈટ ફક્ત મેઇન્ટેનન્સ લઈને વિના ભાડે એકથી બે વર્ષ સુધી જરૂરિયાત મંદ લોકો ને આપી દેશે. અત્યાર સુધી 42 ફ્લેટમાં લોકો રહેવા લાગી ગયા છે. ત્યારે પ્રકાશભાઇની દરિયાદીલીના ખુબ વખાણ થઇ રહ્યા છે. અને લોકો તેમની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

ઓલપાડના રૂપમમાં રુદ્રાક્ષ લેક પેલેસ નામનો એક પ્રોજેક્ટ બનીને તૈયાર થયો છે. હાલમાં તેને ખરીદવા કોઈ આવી રહ્યું નથી. એવામાં બિલ્ડરે કોરોના સંકટથી પરેશાન લોકોને રહેવા માટે ફ્રી ઘર આપ્યા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *