Categories: ફૂડ

આ દિવાળીમાં ઘર પર જ 3 મિનિટમાં બનાવો 1500 રૂ. કિલોવાળી બર્ફી, કાજુથી નહી…આ વસ્તુથી બને છે આ મીઠાઈ

દિવાળીનો તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, ત્યારે ઘરમાં બધા લોકો સાફ-સફાઈ કરતાં અને પકવાન બનાવતા જોવા મળી રહ્યાં છે. આપણે સૌ જાણીએ છીએ, આ વર્ષે કોરોનાને કારણે  લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે પરિવારના સ્વાસ્થ્યને ધ્યાન રાખીને ઘરે જ મીઠાઈ બનાવવાનો આગ્રહ રાખવો જોઈએ.

હાલ, બજારમાં પણ મીઠાઈઓના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે, ત્યારે આજે અમે તમને  સ્વાદિષ્ટ મીઠાઈ ઘરે જ બનાવવાની રેસપી જણાવાના છે. જેને તમે ગણતરીની મિનિટોમાં જ તૈયાર કરી શકો છે. જી હા…. આ રેસેપીનું નામ છે અખરોટની બર્ફી. આ મીઠાઈને ઘરમાં જ ખૂબ સરળતાથી બનાવી શકો છો. ચલો જાણીએ આ બર્ફી બનાવવાની રીત….

સામાન્ય રીતે દિવાળી પર લોકો માવાની મીઠાઈ વધુ ખાવાની પસંદ કરતાં હોય છે. પરંતુ આ વખતે આપણે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ડ્રાય ફ્રુટથી બનતી મીઠાઈ બનાવતા શીખવીશું.

અખરોટ બર્ફી બનાવવામાં માટે તમારે 1/2 કપ અખરોટ, 2 ટેબલસ્પૂન ખાંડ, 2 ટેબલ સ્પૂન મિલ્ક માઉડર, 2 ટેબલ સ્પૂન દૂધ, એક ચપટી જાયફળ પાઉડર, અને 1 ટી સ્પૂન ઘી જરૂર અનુસાર લેવું.

સૌથી પહેલા એક માઈક્રોવે સેફ વાટકામાં દૂધ, મિલ્ક પાઉડર, જાયફળ પાઉડર અને ખાંડ મિક્સ કરો.

બીજો એક માઈક્રોવેવ સેફ વાટકો લેવો જેમાં અખરોટ અને ધી મિક્સ કરો. ત્યારબાદ 2 મિનિટ માટે માઈક્રોવેવમાં રાખો. હવે દૂધવાળું મિશ્રણ નાખીને મિક્સ કરો અને એક મિનિટ સુધી તેને માઈક્રોવેવમાં રાખો.

બાળકોને ડ્રાય ફ્રુટ ખવડાવવું ખૂબ અઘરું કામ છે. એવામાં આ બર્ફીમાં તમે થોડો ચોકલેટ કે કોકો પાઉડર નાખીને બાળકોને પણ તેમનો ગમતો ફ્લેવર બનાવીને આપી શકો છો.

એક પ્લેટમાં ઘી લગાવીને રાખવી. ત્યારબાદ તેમાં અખરોટવાળું મિશ્રણ માઈક્રોવેવમાંથી કાઢીને ઠારવું અને 1 કલાક સુધી તેને ઠંડુ થવા દેવું. ત્યારબાદ તેની પર તમે અન્ય નટ્સ ક્રશ કરીને નાખી શકો છો અને મનપસંદ શેપમાં તેને કટ કરી શકો છો.

લો તૈયાર છે બજારમાં મળતી 1500 રૂપિયે કિલોના ભાવની અખરોટની બર્ફી. જેને તમે દિવાળી પર ચાઉંથી ખાઈ શકો છો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021