Categories: હેલ્થ

ચામડીના રોગથી લઈને અનેક બીમારીઓ માટે વરદાન છે આ ફૂલ….

આર્યુવેદ શાસ્ત્રમાં એવા કેટલાંક ઉપાય છે જેનો ઉપયોગ કરીને તમે વર્ષો જૂની બીમારીને પણ જળમૂળમાંથી દૂર કરી શકો છો. આયુર્વેદશાસ્ત્રમાં અમુક એવા ફૂલો વિશે પણ વર્ણન કરવામાં આવ્યું છે કે, જે તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી છે. આજે અમે તમને એવા  ફૂલો વિશે આજે તમને જણાવીશું,  જેના ઉપચારથી ચામડી રોગ, કબજિયાત,પથરી અને પિત્તાશય જોડાયેલી તમામ બીમારીઓથી રાહત મળશે.

કરેણનું ફૂલ

કરેણના ફૂલ સામાન્ય રીતે બાગમાં વધુ જોવા મળે છે. કરેણ સફેદ, પીળી અને લાલ એમ 3 જાતના થાય છે. જેમાં પીળા રંગના કરેણના ફૂલ ઝેરી હોય છે. તો સફેદ કરેણના મૂળને પાણીમાં ઘસીને કપાળે લગાવવાથી કફ-વાયુની મસ્તકપીડા દૂર થાય ચે.

સાપ કરડયો હોય કે વીંછીનો ડંખ લાગ્યો હોય તો ધોળી કરેણનું મૂળ પાણીમાં ઘસી ડંખ પર લેપ કરવો અને ૧-૨ ચમચી પાનનો રસ પી જવો. આમ કરવાથી જો બેચેની જેવું લાગે તો ઉપર થોડું ઘી પી જવું. કરેણનું મૂળ ખોદી લાવી દર્દીના કાને બાંધવાથી મલેરિયા તાવ મટે છે.

કરેણના ઝાડના મૂળ પાણીમાં લસોટી તમારા શરીર પર જે જગ્યાએ ફોડલાઓ થયા હોય ત્યાં લગાવવાથી ફોલ્લાઓ તુરત જ મટી જશે. ખાસ ધ્યાન રાખવું કે, ફોલ્લા ઉપર આ લેપ હાથેળી ન લગાવો. કેમ કે આમ કરવાથી તે ફોડલાઓનું ઇન્ફેક્શન થવાની સંભાવના વધી જાય છે.

જો, તમને કોઈ જગ્યાએ ઝેરી સાંપ કરડ્યો હોય તો તે જગ્યા પર સફેદ કરેણના મૂળને વાટીને લગાવવાથી ઝેરની અસર ઓછી થશે તથા તમારા શરીરમાં અસહ્ય બળતરા થતી હોય તો તે પણ દૂર થશે.

જાસૂદનું ફૂલ

જાસૂદનાં ફૂલને ધર્મશાસ્ત્રોમાં અતિ પવિત્ર ગણવામાં આવે છે અને આયુર્વેદમાં પણ જાસૂદના ઝાડને સંપૂર્ણ ઔષધિ માનવામાં આવી છે. તેના મૂળથી લઈને ફૂલમાં કોઈને કોઈ બીમારીનો ઇલાજ  છૂપાયેલો છે. ખાસ કરીને ચામડીની બીમારીઓ માટે જાસૂદનું ખૂબ મહત્ત્વનું છે.

જાસૂદનાં ફૂલોની હર્બલ ચા બને છે, તેને હિબિસ્કસ ટી કહેવાય છે. જાસૂદના સૂકાયેલાં ફૂલને પાણીમાં ઉકાળીને આ ચા બનાવવામાં આવે છે. આ ચાના સેવનથી મેદસ્વિતા ઓછી કરી શકાય છે અને રોગપ્રતિકારકતા વધારી શકાય છે. જાસૂદનાં ફૂલ અને પાંદડાંને સૂકવીને તેનો પાવડર બનાવી રોજ એક ગ્લાસ દૂધમાં મેળવીને પીવાથી યાદશક્તિ વધે છે. સાથે હિમોગ્લોબિન પણ વધે છે. ચહેરા ઉપરના દાગ માટે જાસૂદનાં ફૂલને પાણીમાં લસોટીને મધ સાથે ઉપયોગમાં લેવાય છે.

મોઢામાં ચાંદી પડે તો જાસૂદનાં પાન ચાવવાની સલાહ અપાય છે. જાસૂદમાં કુદરતી મૂત્રવર્ધક ગુણ હોવાથી ડાયેટિંગ કરનારા અને કિડનીની બીમારીવાળાને જાસૂદનાં ફૂલોને બરફ સાથે ખાંડ મેળવ્યા વગર પીવડાવવામાં આવે છે. તમારે વાળને મજબૂત અને સુંદર બનાવવા માટે જાસૂદનાં તાજાં ફૂલોને લસોટીને વાળમાં લગાવવા આવે છે. આ ઉપરાંત જાસૂદનાં ફૂલને પાણીમાં ઉકાળીને માથું ધોવાથી ખરતા વાળની સમસ્યા દૂર થાય છે. મહેંદી અને લીંબુના રસમાં જાસૂદનાં ફૂલને મેળવીને વાળના મૂળમાં લગાવવાથી ખોડો દૂર થાય છે.

ભારતમાં જાસૂદનાં ફૂલ અને પાંદડાંથી હર્બલ આઇશેડો બનાવવામાં આવે છે અને બાળકોના હર્બલ શેમ્પૂની બનાવટમાં પણ તેનો ઉપયોગ થાય છે. જાસૂદનાં ફૂલ શરીરમાં સોજો અને ખંજવાળ અને ચામડીની કરચલીઓમાં પણ રાહત આપે છે.

આંકડાફૂલ

હનુમાનજીએ પ્રિય આંકડાના ફૂલના ઘણા ઔષધિય ગુણો છે. તે આયુર્વેદ, હોમિયોપથી અને એલોપથી બધામાં ઉપયોગમાં લેવાય છે. આયુર્વેદમાં ઘણા અસાધ્ય અને હઠિલા રોગોમાં આ મૃદુઉપવિષનો ઉપયોગ થાય છે. રોજ આંકડાનાં પાંચ ફૂલ ખાવાથી મરડાનો ઉપદ્રવ શાંત થાય છે અને પેટના ઇન્ફેક્શનમાં લાભ થાય છે. પથરીમાં પણ આંકડાનાં ફૂલ અકસીર મનાય છે.

આંકડાનાં ૧૦ ફૂલને પીસીને ૧ ગ્લાસ દૂધમાં મેળવીને રોજ સવારે ૪૦ દિવસ સુધી લેવાથી મૂત્રાશયની પથરી નીકળી જાય છે. સૂર્યોદય પહેલાં પતાસા પર આંકડાના દૂધના ૩ ટીપાંના સેવનથી હરસમાં લાભ થાય છે. માઇગ્રેન કે આધાશીશીમાં જો દુખાવો સૂર્યોદય સાથે વધતો કે ઘટતો હોય તો સૂર્યોદય પહેલાં પતાસા પર બે ટીપાં આંકડાના દૂધને ટપકાવીને ખાવા. ૪ ચમચી આંકડાના દૂધને ૨૦૦ ગ્રામ હળદર સાથે પીસીને સુકાઈ જાય ત્યારે શીશીમાં ભરી લેવું. આ પાવડરમાંથી એક ચણા બરાબર અડધી ચમસી મધ સાથે રોજ ૪ વખત ચાટવાથી ટીબીનો રોગી ૩ મહિનામાં સાજો થઈ જશે.તેમજ ટીબીમાં લોહીની ઊલટી પણ મટી જાશે.

આંકડાનાં ફૂલની બે ડોડી થોડા ગોળ સાથે મેળવીને ખાવાથી મેલેરિયા ચડતો નથી. આંકડો હળવું ઉપવિષ હોવાથી તેની સહેજ વધુ માત્રા પણ દુષ્પરિણામ નોંતરી શકે. જો આંકડાના સેવનની આડઅસર થાય તો પલાશના પાંદડાને ઉકાળીને પાણી પીવાથી આંકડાનું ઝેર દૂર થાય છે. આંકડાનું દૂધ લગાડવાથી ઘાવ થઈ જાય તો પણ પલાશનાં પાંદડાંને ઉકાળીને તેના પાણીથી ઘાવને ધોવાથી સારા થઈ જાય છે. વૈદ્ય દેવાનંદ પંડિત કહે છે, ‘ખાંસીમાં આંકડાનાં ફૂલનો મરી સાથે ઉપયોગ થાય છે.

ગુલાબનું ફૂલ

પ્રેમનું પ્રતિક ગણાતું ગુલાબ એક ઉત્તમ જડીબુટ્ટી છે. રશિયામાં તો કેટલાય કિલોમીટરના ગુલાબના બગીચાઓ ઉગાડવામાં આવે છે. ગુલાબના તેલથી અનેક બીમારીઓમાં આરામ મળે છે. જેમ કે ગુલાબના તેલને ઘાવ પર લગાવવાથી લોહી વહેતું અટકી જાય છે. હોઠની કાળાશ દૂર કરવા ગુલાબની પાંખડીઓ સાથે સમાન માત્રામાં મલાઈ મેળવીને હોઠ પર નિયમિત લગાવવી જોઈએ.

ગુલાબનાં ફૂલોની પાંખડીઓને ચાવવાથી મોઢામાં પડેલા ચાંદાં સારા થઈ જાય છે. ગુલાબના ઔષધિય ગુણો પેટના વિકારને મટાડે છે. ભોજન બાદ બે ચમચી ગુલકંદ ખાવ, પેટના રોગો દૂર રહેશે. યુનાની ચિકિત્સા પદ્ધતિ પ્રમાણે ગુલાબ એકદમ ઠંડી પ્રકૃતિ ધરાવે છે. એટલે ગરમીના કારણે પેદા થતાં રોગો જેવા કે માથાનો દુખાવો, બેહોશી, હૃદયના ધબકારા વધારવામાં ગુલાબ લાભદાયક છે. આ ઉપરાંત માસિક ધર્મને લગતી સમસ્યાઓ માટે પણ ગુલાબનું તેલ ઉત્તમ છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021