Categories: ફૂડ

10 રૂપિયામાં નહીં 800 રૂપિયામાં 6 પાણીપુરી મળે છે આ હોટેલમાં..

ભારતમાં લોકો મસાલાવાળી પાણીપુરી ખુબ પસંદ છે. પાણીપુરી દરેક રાજ્યમાં જુદા જુદા નામોથી ઓળખાય છે. ક્યાંક તેને ફુચકા પણ કહે છે તે ક્યાંક પાણીના બતાશા. તમે 10 રૂપિયામાં રસ્તાના કાંઠે 5 કે 6 ગોલગપ્પા(પાણીપુરી) ખાધા જ હશે. પરંતુ આજે અમે તમને દિલ્હીમાં આવી જ એક જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં તમને પાણીપુરી ખાવા માટે 6 અલગ અલગ ફ્લેવર મળશે. પરંતુ સૌથી મહત્વની વસ્તુ તેની કિંમત છે. દિલ્હીના ઇન્ડિયન એસેન્ટ રેસ્ટોરન્ટમાં, તમને 800 રૂપિયામાં 6 પાણીપુરી જ પીરસવામાં આવશે. સવાલ થયો હશે 6 પાણીપુરીના 800 રૂપિયા? તો આવો આ 800 રૂપિયાના ગોલગપ્પા એટલે કે પાણીપુરી વિશે પણ જણાવીએ.

દિલ્હીના લોધી રોડ સ્થિત ઇન્ડિયન એસેન્ટ રેસ્ટોરન્ટની ચર્ચા તીની પાણીપુરીના કારણે થાય છે. અહીં તમારે 6 પાણીપુરી ખાવા માટે તમારા ખિસ્સામાંથી આઠસો રૂપિયા ખર્ચ કરવા પડશે.

આ પાણીપુરીને મેનૂમાં ઉમેરવાનો વિચાર રેસ્ટોરન્ટના શેફ મનીષ મેહરોત્રાનો હતો. તે કહે છે કે કેટલાક લોકો સ્વચ્છતાના અભાવના લીધે બહારની પાણીપુરી ખાવાથી અચકાતા હોય છે. તેવામાં આવા લોકો રેસ્ટોરન્ટમાં આરામથી બેસીને આવી કોઈપણ પ્રકારી શરમ વગર પાણીપુરીનો આનંદ લઈ શકે છે.

800 રૂપિયાની પ્લેટ વાળી આ પાણીપુરીમાં 6 પ્રકારના ફ્લેવર પિરસવામાં આવે છે. જેમાં સૌથી પહેલો ફ્લેવર ફુદીના ફ્લેવર છે. જે થોડો ખાટો અને થોડો મીઠો પણ છે. તેની અંદર સુંઠનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. બીજો ફ્લેવર આંબલીનો સર્વ કરવામાં આવે છે. આદૂ મસાલા સાથે તેમાં ઈલાચીનું પાણી તેના ટેસ્ટમાં વધારો કરે છે.

ત્રીજો ફ્લેવર પાઈનેપલ ફ્લેવર છે. જીહાં ફળોના ટેસ્ટની પાણીપુરી પણ શામેલ છે. તે થોડો મીઠો હોય છે અને તેનું પાણી સામાન્ય પાણી જેવું જ હોય છે.  આ મોંઘી પાણીપુરીનો ચોથો ફ્લેવર દાડમનો છે. દાડમના જ્યૂસ સાથે અહીં પાણીપુરી સર્વ કરવામાં આવે છે. તેનો ટેસ્ટ ખુબ મીઠો હોય છે.  પાંચમો ફ્લેવર લસણની કડીનો હોય છે. આ ફ્લેવરમાં દહીંની અંદર લસણ ભેળવીને સર્વ કરવામાં આવે છે.અંતે છેલ્લા ફ્લેવરમાં ટામેટાનું પાણી સર્વ કરવામાં આવે છે. જેનો ટેસ્ટ ખાટો હોય છે.

જોકે આ ફ્લેવર સાથે 800 રૂપિયાની પાણીપુરી કોને પોસાતી હશે તે તો નથી ખબર પરંતુ એક વખત દિલ્લી જાઓ તો આ 800 રૂપિયાની 6 પાણીપુરીના દર્શન જરૂર કરી લેજો. અને પૈસા હોય તો ટેસ્ટ પણ માણી લેજો. જેથી ખબર પડે કે, ભાઈ 10 રૂપિયામાં મળતી પાણીપુરી સારી કે, 800 રૂપિયામાં મળતી.
સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરીને શેર કરજો. જેથી બિચારા બીજા લોકો પણ આ પાણીપુરીનો મોંઘો ટેસ્ટ જાણી શકે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021