Categories: હેલ્થ

શું તમને પણ નાની-નાની વાતમાં આવી જાય છે ગુસ્સો, તો અપનાવો આ રીત… થશે ફાયદો

આજના સમયમાં લોકોને નાની-નાની બાબતોએ ગુસ્સો આવે છે. જેના કારણે તેમની માનસિક સ્થિતિ ધીરે -ધીરે કથળવા લાગે છે. એટલે શક્ય બને તેમ મનને શાંત રાખવાનો પ્રયત્ન કરો. કારણે માનસિક અશાંતિ એ શારિરીક સ્વાસ્થ્ય પર અસર કરે છે. હ્દય માટે પણ જોખમી સાબિત થાય છે. એટલે આજે અમે તેમને ગુસ્સાને શાંત રાખવાની 5 રીત જણાવવા છે. જેનાથી તમે તમારા ગુસ્સાને કંટ્રોલ કરી શકશો….

1. ધ્યાન(મેડિટેશન) કરોઃ જો તમે ગુસ્સો દૂર માગો છો તો  ધ્યાન કરવું તમારા માટે સૌથી ફાયદાકારક રહેશે. મેડિટેશન મનને શાંત કરવાનું કામ કરે છે. તેમજ મગજમાં ઉત્પન્ન થતાં તાણના હોર્મોન્સનું સ્તર ઘટાડવાનું કામ કરે છે. જેનાથી મનુષ્યનો ક્રોધ ઓછો થાય છે અને મગજ પણ યોગ્ય રીતે કાર્ય કરે છે. તેથી, દરેક વ્યક્તિએ દરરોજ ધ્યાન કરવું જોઈએ.

2. તમારું ધ્યાન ભટકાવોઃ જો તમને કોઈ બાબતે ગુસ્સો આવે છે, તો તમારું ધ્યાન તે વાત પરથી થોડા સમય માટે દૂર કરો. પોતાને શાંત રાખવા માટે તમારું ધ્યાન ભટકાવવું એ સૌથી ફાયદાકારક સાબિત થાય છે. મન તરત જ કંઇપણ જવાબ આપી શકતું નથી અને મનુષ્યનો ક્રોધ ધીરે ધીરે ઓછા થવા લાગે છે. જો કોઈ વ્યક્તિ ગુસ્સે છે તો તેણે આ કામ કરવું જ જોઇએ.

3. શારીરિક વ્યાયામ કરોઃ ગુસ્સાને અંકુશમાં રાખવા માટે સવારે શારીરિક કસરત કરવી તે સૌથી ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે જો તમે સવારે શારીરિક વ્યાયામ કરો છો, તો તે તમારા શરીરમાં એન્ડોર્ફિન હોર્મોન્સને રિલીઝ કરે છે. જેનાથી માણસનું વર્તન પહેલા કરતાં સુધરે છે. તેમજ વ્યક્તિનો ક્રોધ ધીરે ધીરે ઓછો થાય છે અને મનુષ્ય સ્વસ્થ અને ફીટ અનુભવે છે.

4. મોર્નિંગ વોક કરવીઃ મોર્નિંગ વોક ખરેખર શરીરના બ્લડ પ્રેશરને સામાન્ય રાખવાનું કામ કરે છે. જેના કારણે, શરીરનું રક્ત પરિભ્રમણ નિયંત્રિત થાય છે. સાથે જ માણસમાં ચીડિયાપણાની સમસ્યા દૂર થાય છે અને ધીરે-ધીરે ક્રોધ પણ ઓછો થાય છે. એટલે જો તમારે ગુસ્સો દૂર કરવો હોય, તો તમારે દરરોજ સવારે ચાલવા નીકળવું જોઈએ.

5. ગુસ્સાના કારણને ઓળખોઃ ક્રોધને દૂર કરવા માટે, તમારે પ્રથમ ક્રોધનું કારણ ઓળખો. ત્યારબાદ ગુસ્સાના કારણને લોકોથી અલગ કરવાનું શીખો. તેનાથી તમારું ધ્યાન ક્રોધથી દૂર રહેશે. એટલું જ નહીં, ક્રોધનું કારણ ઓળખ્યા પછી, તમારી જાતને શાંત રાખવા લાંબો શ્વાસ લો અને શાંત વાતાવરણમાં થોડો સમય વિતાવો. જે તમારા શરીરમાં સચેતનાનું સંચાર કરે છે અને તમારો ગુસ્સો ધીરે ધીરે ઓછો થવા લાગશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021