Categories: દેશ

ડ્રાઈવિંગ લાયલન્સ અને ઈ-ચલણમાં થયા ફેરફાર, નહીં જાણો તો ભરવો પડશે દંડ

દિવસને દિવસે થતાં ટ્રાફિકના નિયમના ભંગને લઈને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે, લોકો બાઈક અથવા તો કાર ચલાવવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરે છે. તો વળી, કેટલાંક રાજ્યોમાં ટ્રાફિક પોલીસની પણ વ્યવસ્થા નથી. જેના કારણે દિવસેને દિવસે ગોરધંધાનું પ્રમાણ વધી રહ્યુ છે. આ સમગ્ર બાબતોનું ધ્યાન રાખીને તંત્રએ ટ્રાફિક નિયમો ફેરફાર કર્યા છે.

નવા નિયમો અનુસાર, હવેથી ટ્રાફિક પોલીસ પાસે તમારા ડૉક્યુમેન્ટ પહેલા જ ઉપલબ્ધ હશે. જેથી નકલી ડૉક્યુમેન્ટ લગતા ગોટાળા અટકાશે. સાથે ગેરકાનૂની વ્યવહાર પર ધ્યાન રાખવામાં આવશે.

મોટર વ્હીકલ એક્ટમાં સુધારો

કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટ 1989માં સુધારા કર્યા છે. સરકારે શનિવારે જણાવ્યું છે કે, એક ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પોર્ટલના માધ્યમથી એક ઓક્ટોબર 2020થી ડ્રાઈવિંગ લાયસન્સ અને ઈ-ચલણ સહિત વાહન સંબંધિત દસ્તાવેજોની જાળવણી કરવામાં આવશે. એક નિવેદનમાં જણાવ્યું છે કે, વાહન દસ્તાવેજોની નિરીક્ષણ દરમિયાન ઈલેકટ્રોનિક માધ્યમથી માન્ય વાહનોના દસ્તાવેજને બદલે ભૌતિક દસ્તાવેજોની માગ કરવામાં આવશે નહીં.

Traffic Police પાસે અપડેટ જાણકારી

મળતી માહિતી અનુસાર, ટ્રાફિક અધિકારીઓ પાસે તમારા ડ્રાઈવિંગ લાયલન્સ સાથે જોડાયેલી તમામ માહિતી ઉપલબ્ધ રહેશે.સરકારે જણાવ્યું હતું કે, લાયસન્સિંગ ઑથોરિટી દ્વારા ગેરમાન્ય અને રદ થયેલા લાયસન્સની વિગતો પણ પોર્ટલ પર રેકોર્ડ રાખવામાં આવશે.

1 ઓક્ટોબરથી થશે અમલ

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મોટર વ્હીકલ એક્ટ 1989માં કરાયેલાં સુધારા અંગે સૂચના જાહેર કરવામાં આવી છે. જેમાં મોટર વ્હિકલ નિયમોની દેખરેખ અને અમલ માટે 1 ઓક્ટોબર 2020થી પોર્ટલ માધ્યમથી વાહન સંબંઘિત દસ્તાવેજ અને ઈ-ચલણની જાળવણી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સુધારેલા મોટર વ્હીકલ એક્ટ 2019ની અન્ય જોગવાઈઓને લાગું કરવા માટે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જે અંગે નોટિફિકેશન જારી કરવામાં આવી હતી. જેમાં આ અંગે જોગવાઈ જણાવાઈ હતી..

નિયમો…

 • રસ્તામાં નિયમોનું ઉલ્લઘન કરવા બદલ 500 રૂપિયા દંડ
 • ડ્રાઈવિંગ લાઈસન્સ વિના વાહન ચલાવવા બદલ 5000 રૂપિયાનો દંડ
 • ઓવરસ્પીડિંગ પર 1000 રૂપિયાનો દંડ
 • નશો કરીને વાહન ચલાવતા હોય તો 10,000 રૂપિયાનો દંડ
 • ઓવલોડિંગ વાહન ચલાવતા સમયે રૂપિયા 20,000નો દંડ અથાવ પ્રતિ ટને 2000 રૂપિયાનો દંડ
 • જો વ્યક્તિ વાહનની ક્ષમતાથી ઉપર વ્યક્તિને બેસાજે તો રૂપિયા 1000થી વધુનો દંડ
 • જો સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો રૂપિયા 1000 રૂપિયનો દંડ
 • મોટરસાઈકલ પર ઓવરલોંડિગ કરતા હોયતો 2000 રૂપિયા દંડ થશે સાથે-સાથે તમારું ટ્રાઈવિંગ લાઈસન્સ ત્રણ મહિના માટે રદ કરવામાં આવશે.
 • હિટ એન્જ રન કેસમાં, ભોગ બનનાર 2,00,000 રૂપિયા ચૂકવવા પડશે
 • જો તમે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ જેવા ઈમરજન્સી વાહનનોનો માર્ગ ન આપો તો રૂપિયા 10,000નો દંડ
 • જો તમે અકસ્માત વીમા વિના વાહન ચલાવશો, તો 2000 રૂપિયાનો દંડ
 • જો સગીર કાર અથવા મોટર સાઈકલ ચલાવે, તો માતા-પિતા અથવા વાહન ધરાવનાર વ્યક્તિને 25,000નો દંડ અથવા ત્રણ વર્ષની સજા થશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021