એક વાત કહુ?

તુલસી વિવાહ 2020: તુલસી વિવાહમાં શા માટે શાલિગ્રામનો તુલસી સાથે થાય છે વિવાહ જાણો શું છે કારણ…

તુલસી વિવાહ 2020 કાર્તિક મહિનાના શુક્લ પક્ષની એકાદશી પર કરવામાં આવે છે. આ દિવસને દેવઉઠની એકાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની લાંબી નિંદ્રા પછી ઉઠ્યા હતા. તેની સાથેબધા શુભ સમય ખુલી જાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુના રૂપમાં શાલિગ્રામના લગ્ન તુલસી સાથે થયા છે. તુલસી વિવાહનો તહેવાર આજે ઉજવાઈ રહ્યો છે.

પુરાણગ્રંથો મુજબ ભગવાન વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યા તેથી ગોપીઓ તુલસીને પોતાની સૌતન માને છે. આ દિવસે તુલસીને શ્રૃંગારિત કરવામાં આવે છે અને શેરડી વડે મંડપ બાંધવામાં આવે છે. તુલસીજીને લાલ કે લીલા રંગની ચુંદડી ઓઢાડવામાં આવે છે. તુલસી વિવાહ સાંજના મુહુર્તમાં કરવામાં આવે છે.

તુલસી વિવાહનું મહત્વ

Advertisement

તુલસી લગ્નનું આયોજન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. દેવઉઠની એકાદશી (દેવ ઉઠની એકદશી 2020) ના દિવસે ભગવાન વિષ્ણુને તુલસી ચઢાવવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે, ભગવાન વિષ્ણુના રૂપમાં શાલિગ્રામ સાથે તુલસી સાથે લગ્ન કરનાર વ્યક્તિના જીવનમાંથી તમામ દુઃખો દૂર થાય છે અને ભગવાન હરિના વિશેષ આશીર્વાદ મળે છે. તુલસી વિવાહમાં કન્યાદાન એ પુણ્યપૂર્ણ કાર્ય માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, જે લોકો તુલસી વિવાહને પૂર્ણ કૃરાવનાર લોકોને વૈવાહિક સુખ મળે છે.

તુલસી લગ્ન સમારોહ

Advertisement

ત્રણ મહિના પહેલાથી તુલસીના છોડને નિયમિત સીંચો અને તેનું પૂજન કરો.
* પ્રબોધિનિ, ભીષ્મપંચક અથવા જ્યોતિ શાસ્ત્રોક્ત વિવાહ મૂર્હતમાં મંગળગીતો અને મંત્રોચ્ચાર દ્વારા તોરણ-મંડપ વગેરેનું નિર્માણ કરો.
* ત્યાર પછી ચાર બ્રાહ્મણો દ્વારા ગણપતિ-માતૃકા પૂજન અને પુળ્યાવાચન કરાવો.
* ત્યાર બાદ શ્રી લક્ષ્મીનારાયણ અને તુલસીના છોડ સાથે અથવા સોના-ચાંદીની તુલસીને શુભ આસન પર પૂર્વ તરફ મોઢુ રાખીને બેસાડવાં.
* ગોધુલી(સાંજના) સમયમાં વર(ભગવાન)નું પૂજન કરવું
* ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે કન્યા(તુલસી)નું દાન કરો.
* ત્યારબાદ કુશકંડી હવન અને અગ્નિ પરિક્રમા કરાવો.
* પછી વસ્ત્ર, ઘરેણા વગેરે આપો.
* ત્યારપછી શક્તિ મુજબ બ્રાહ્મણ-ભોજ કરાવો અને પછી પોતે ભોજન કરો.
* છેલ્લે માંગલિક ગીતો સાથે વિવાહ કાર્યક્રમ સંપન્ન કરો.

આમ, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વૃક્ષ: વનસ્પતિ સાથે પ્રેમ અને આત્મીયતા રાખવાની આપણી મંગલમય ભાવના ‘તુલસી વિવાહ’ જેવા પ્રસંગે જોવા મળે છે. પ્રબોધિની એકાદશીના આ પર્વ પર માનવજીવનમાં જો સામી જાગૃતિ આવે તો કિરતારની કલાકૃતિ સમી આ સ્નેહમય સૃષ્ટિમાં તેને શુભત્વનાં દર્શન થાય.

Advertisement
Advertisement
Exit mobile version