જ્યારે પૂજાનું નારિયેળ ખરાબ નિકળે ત્યારે સમજી લેવું ભગવાને આપ્યા છે આ સંકેત!!

જ્યારે પૂજાનું નારિયેળ ખરાબ નિકળે ત્યારે સમજી લેવું ભગવાને આપ્યા છે આ સંકેત!!

શું ક્યારેય તમારી સાથે આવું થયું છે કે, તેમે નારિયેળ પૂજામાં ચડાવ્યું હતું અને તે અંદરથી ખરાબ નિકળ્યું હોય. તમારી સાથે આવી ઘટના જીવનમાં ક્યારેકને ક્યારે બની હશે. તે સમયે તમને દુકાનદાર પ્રત્યે ગુસ્સો ઉભરી આવ્યો હશે. સાથે જ મનમાં એવી ડર પણ ઉત્પન્ન થયો હશે કે, શું અપશુકન થઈ ગયું છે, ભગવાન નારાજ થઈ જશે તો… કોઈ દુર્ઘટના ઘટશે તો..?

આવી જ અનેક વાતો તે સમયે તમારા દિમાગમાં ફરતી હશે. પરંતુ આપને એ જણાવી દઈએ કે, પૂજામાં ચડાવવામાં આવેલું નારિયળ ખરાબ નિકળે તો તે અશુભ નથી હોતું. નારિયેળને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેમની પૂજામાં નારિયેળનું હોવું ખુબ જરૂરી હોય છે. પૂજામાં ચડાવવામાં આવેલું નારિયેળ જો ખરાબ નિકળે તો તેનો અર્થ એવો નથી કે કાંઈક અશુભ થવાનું છે, પરંતુ નારિયેળનું ખરાબ નિકળવું શુભ માનવામાં આવે છે.

ખરાબ નારિયેળને શુભ માનવા પાછળ એક ખાસ કારણ છે. એવું માનવામાં આવે છે કે, નારિયળ ફોડતા સમયે ખરાબ નિકળે તો તેનો મતલબ છે કે, ભગવાને પ્રસાદ ગ્રહણ કરી લીધો છે. એટલા માટે તે અંદરથી સંપૂર્ણ પણે સુકાઈ ગયું છે. એટલું જ નહીં તે તમારી મનોકામના પૂર્ણ થવાના પણ સંકેત છે.

Advertisement

આ એવો સમય છે જ્યારે તમે ભગવાનની સામે તમારી જે પણ ઈચ્છા વ્યક્ત કરશો તે પૂર્ણ થાય છે. જોકે નારિયળ ફોડ્યા પછી તે સારું પણ નિકળે તો તેનો પ્રસાદ લોકોની વચ્ચે વહેંચી દેવો જોઈએ. આવું કરવું શાસ્ત્રોમાં ખુબ શુભ માનવામાં આવે છે.

સામાન્ય રીતે આપણે નારિયેળનું ખરાબ નિકળવું અશુભ માનિયે છીએ. પરંતુ હકીકતમાં સાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે, નારિયેળ ખરાબ પણ નિકળે તો તે અશુભ નહીં પરંતુ શુભ માનવામાં આવે છે. એટલે કે, તમારી સાથે પણ ક્યારેય આવી ઘટના ઘટે તો તેનાથી તમારે ડરવાની જરૂર નથી.

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *