માત્ર 6 મહિનાના બાળકે રમતાં-રમતાં બનાવી લીધો વર્લ્ડ રેકોર્ડ, વાયરલ થયો આ વીડિયો…

માત્ર 6 મહિનાના બાળકે રમતાં-રમતાં બનાવી લીધો વર્લ્ડ રેકોર્ડ, વાયરલ થયો આ વીડિયો…

છેલ્લા કેટલાંક દિવસથી એક સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સાથે-સાથે વીડિયોમાં જોવા મળતાં નાનકડાં બાળકનો કારનામો જોઈને અચંભિત પણ થઈ રહ્યાં છે. માત્ર 6 મહિનાની ઉંમરે આ બાળક સૌથી નાની ઉમરે વોટર સ્કીઇંગ કરનાર વ્યક્તિ (Youngest Person Ever To Go Water Skiing) બન્યો છે.  ન્યૂઝ વેબસાઇટ યુપીઆઈના અહેવાલ મુજબ, આ વીડિયો સૌ પ્રથમ બાળકના માતાપિતા કેસી અને મિન્ડી હમ્ફ્રીઝ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જે અમેરિકાના (Utah) યુટાહમાં રહે છે.

 

View this post on Instagram

 

Advertisement

I went water skiing for my 6 month birthday. Apparently that’s a big deal… #worldrecord

A post shared by Rich Casey Humpherys (@richcaseyhumpherys) on

Advertisement
આ વીડિયો 13 સપ્ટેમ્બરના રોજ શેર કરવામાં આવ્યો હતો. જેને  લાખો વ્યૂ અને કમેન્ટ મળી છે. આ વિડિઓને ટ્વિટર પર પણ શેર કરવામાં આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 7.6 મિલિયન વ્યૂ છે. વીડિયો શેર કરતી વખતે બાળકના માતા-પિતાએ કેપ્શનમાં લખ્યું હતું કે, ‘હું મારા છ મહિના બાળકને લઈને વોટર સ્કીઇંગ કરવા ગયો હતો. જ્યાં અમે  વોટર સ્કીઇંગ કર્યુ હતું.  આ એક ધીરજ અને હિંમતવાળું કાર્ય હતું.
માતા-પિતાએ બાળકના નામે એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું છે. આ વીડિયો એ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બાળક બોટ સાથે જોડાયેલ લોખંડની સળિયાને સખ્તાઇથી પકડી રાખ્યું છે. બીજી તરફ, તેના પિતા બીજી બોટ પર હતા અને બાળકને જોઈ રહ્યા છે. બાળકે લાઇફ જેકેટ પણ પહેર્યું છે. બાળકને સંપૂર્ણ સલામતી સાથે પાણીમાં ઉતારવામાં આવ્યું હતું.

લોકો સોશ્યલ મીડિયા પર વિવિધ પ્રકારના અભિપ્રાય આપી રહ્યા છે. કેટલાક લોકોએ લખ્યું હતું કે, તે વોટર સ્કીઇંગ કરવા માટે ખૂબ જ નાનો છે, જ્યારે કેટલાક લોકોએ કહ્યું હતું કે, પિતા પુત્રને સંપૂર્ણ સુરક્ષા સાથે નદીમાં લાવ્યા હતા. જે બરાબર હતું.

ABC ન્યૂઝ અનુસાર, આ પહેલા  વર્લ્ડ રેકોર્ડ ઓબર્ન એબશેરનો હતો. તે જ્યારે છ મહિના અને 10 દિવસનો હતો ત્યારે તે તેના માતાપિતા સાથે વોટર સ્કીઇંગ માટે ગયો હતો અને 6 મહિનાની ઉંમરે બાળકએ આ રેકોર્ડ બનાવ્યો છે.

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *