ઉત્તરાયણ પર ખાસ કરીને કેમ ખાવામાં આવે છે તલ અને ગોળથી બનાવેલી વાનગી? જાણો આ પાછળનું વૈજ્ઞાનિક કારણ

ઉત્તરાયણ પર ખાસ કરીને કેમ ખાવામાં આવે છે તલ અને ગોળથી બનાવેલી વાનગી? જાણો આ પાછળનું વૈજ્ઞાનિક કારણ

કોઈ પણ તહેવાર હોય તેમાં કઈક ખાસ વાનગી બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે. પછી તે દિવાળી હોય કે હોળી, દરેક અવસર પર કોઈને કોઈ ખાસ વસ્તુ બનાવવા આવે છે. તેને લોકો પરંપરાથી જોડીને જુએ છે, પરંતુ શું તમે જાણવા ઈચ્છો છે કે મકર સંક્રાંતિ પર તલ-ગોળથી બનાવેલી વસ્તું જ કેમ ખાવામાં આવે છે? જો તમે નથી જાણતા તો આજે અમે તમને જણાવીશું કે છેવટે કેમ તલ-ગોળનું સેવન આ પાવન પર્વ પર કરવામાં આવે છે.

આ દિવસ કેમ ખાવામાં આવે છે તલ અને ગોળ
દેશમાં દરેક તહેવાર પર ખાસ વાનગી બનાવવાની તેમજ ખાવાની પરંપરા પણ ખૂબ પ્રખ્યાત છે. તેને ઉત્તરાયણના પાવન પર્વ પર ખાસ કરીને તલ અને ગોળના પકવાન બનાવવાની અને ખાવાની પરંપરા છે. જેમાં કયાંય તલ અને ગોળના લાડૂ બનાવવામાં આવે છે તો કયાંક ચીક્કી બનાવીને ખાવામાં આવે છે. પરંતુ ઉત્તરાયણ પર્વ પર તલ અને ગોળનું જ સેવન કેમ કરવામાં આવે છે. જેના પાછળ પણ વૈજ્ઞાનિક કારણ પણ છે.

શિયાળીના ઋતુમાં જ્યારે શરીરને ગરમીની જરૂરીયાત હોય છે ત્યારે તલ અને ગોળની વાનગી આ કામ ખૂબ આસાનીથી કરે છે, કારણ કે તલમાં તેલનું પ્રામણા ખૂબ વધું હોય છે, જેનું સેવન કરવાથી શરીરમાં પૂરતી માત્રામાં તેલ પહોચે છે અને જે આપણાં શરીરને ગરમ ઉર્જા આપે છે. આ જ રીતે ગોળની તાસીર પણ ગરમ હોય છે. શિયાળાની ઋતુમાં તલ અને ગોળની વાનગી આપણાં શરીરમાં જરૂરી ગરમી પહોચાડે છે. આ જ કારણ કે છે કે મકર સંક્રાંતિના પાવન પ્રસંગ પર તલ અને ગોળનું મિષ્ટાન મુખ્ય રીતે બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે.

Advertisement
  • આવો જાણીએ શું છે તલ ખાવાના ફાયદા
  • તલ હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદગાર છે. અનેક રિસર્ચમાં આ વાત સામે આવ્યું છે કે તલમાં મળી આવતા તેલ હાઈ બ્લડ પ્રેશરને ઓછી કરે છે અને હૃદયની બીમારી દૂર કરવામાં પણ સહાયક તલ છે.
  • કારણ કે તલમાં ભરપૂર પ્રમાણાં વિટામિન અને મિંરલ્સ મળી આવે છે તો તેનું સેવન કેન્સરના ખતરાને પણ ઓછો કરે છે.
  • તલમાં હાજર મેગ્નિશિયમ ડાયાબિટીસ થવાની શક્યતાઓને પણ દૂર કરે છે, જેને શુગરની બીમારી હોય છે તેના માટે પણ તલ ખાવા ખૂબ લાભદાયી છે.
  • ફાઈબર હોવાના કારણે તલ ખાવાથી પાચન ક્રિયાને યોગ્ય રહે છે અને કબજિયાતની સમસ્યા પણ દૂર થઈ જાય છે.
  • શરીરમાં લોહીના પ્રમાણને યોગ્ય રાખવામાં પણ તલ મદદગાર છે.
  • બાળ અને ત્વચાને મજબૂત અને નિરોગી રહેવા માટે દરરોજ તલનું સેવન ખૂબ જ લાભકારી માનવામાં આવે છે.
  • તલમાં હાજર પ્રોટીન આખા શરીને ભરપૂર શક્તિ અને ઉર્જાથી ભરી દે છે, આથી મોટાબોલિઝ્મ પણ યોગ્ય રીતે કામ કરે છે.
  • તલનું વધું સેવન કરવાથી પેટની તકલીફ પણ ઉત્પન્ન થઈ શકે છે, એટલા માટે તેને વધું નહી પણ નાની ચમચી ખાવી જ ઘણું છે.

 

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *