Categories: દુનિયા

કોણ છે જૉન વિક? જેણે PM મોદીની વેબસાઈટનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવાની ભૂલ કરી…

ગુરુવારે અંદાજીત 3 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી મોદીની પર્સનલ વેબસાઈટ narendra modi.in સાથે જોડાયેલા એકાઉન્ટને હેક કરી લેવામાં આવ્યું હતું. હેકરે 3 વાગ્યા પછી કોરોનાને ખતમ કરવા માટે એક પછી એક 6 ટ્વીટ કર્યા. પીએમ રિલીફ ફંડમાં પૈસા જમા કરાવવાની અપીલ કરી. એટલું જ નહીં લોકોને બિટકોઈનના માધ્યમથી પૈસા જમા કરાવવા માટે કહ્યું.

આ સાથે જ હેકરે એકાઉન્ટ હેક કર્યા પછી લખ્યું કે આ એકાઉન્ટને જૉન વિકે હેક કર્યું છે. સાથે જ તેણે લખ્યું કે, પેટીએમ મોલ એપને હેક કરવામાં તેનો કોઈ હાથ ન હતો. આપને જણાવી દઈએ કે, સાયબર ટીમે પેટીએમ મોલ એપને હેક કરવાનો આરોપ જૉન વિક પર જ લગાવ્યો હતો.

કોણ છે જૉન વિક?
હકીકતમાં જૉન વિક હોલિવુડની એક મશહૂક ફિલ્મ છે. જેમાં જૉન વિકની ભૂમિકા કીનૂ રિવ્સે અદા કરી છે. આ ફિલ્મ એક કાલ્પનિક પાત્ર પર આધારિત છે. આ ફિલ્મમાં જૉન વિક પોતાના શ્વાનને મારનાર ગુંડાઓની તપાસ કરે છે. આ ફિલ્મના અત્યાર સુધીમાં ત્રણ અલગ-અલગ પાર્ટી રિલીઝ પણ થઈ ચૂક્યા છે. પહેલો પાર્ટ 2014માં પ્રસારિત થયો હતો.

શું એકાઉન્ટ રિકવર થયુ?
આપને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી મોદીના આ ટ્વીટર હેન્ડલર પર અંદાજીત 25 લાખ ફોલોવર્સ છે. તેવામાં એકાઉન્ટ હેક થતા જ હેકર્સના મેસેજ આખા વિશ્વમાં વાયરલ થયા છે. જોકે રાહતના સમાચાર એ છે કે, થોડા જ સમયમાં તે એકાઉન્ટને ફરી રિકવર કરી લેવામાં આવ્યું છે. અને હેકર્સના તમામ ટ્વીટને ડિલીટ કરી દેવામાં આવ્યા છે.

લોકોએ રહેવું પડશે સાવધાન
મહત્વનું છે કે, આ પ્રકારે જો પ્રધાનમંત્રી મોદીનું ટ્વીટર હેક થઈ શક્તું હોય તો સામાન્ય માણસના સોશિયલ માધ્યમ તો સરળતાથી આવા હેકર્સ હેક કરી શકે છે.

ગુજરાત અને દેશની જનતાને R. ગુજરાત અપીલ કરે છે કે, તેઓ ક્યારેય પણ પોતાના મોબાઈલ પર આવતા ફાલતુ અને લાલચુ મેસેજો પર ક્લીક ન કરે. કારણ કે, એ મેસેજ અને ફોન તમને પાયમાલ કરી શકે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021