મહિલા જે તલને સુંદરતાની નિશાની માનતી હતી, એ જ  નીકળ્યો તેના મોતનો સંદેશ…

મહિલા જે તલને સુંદરતાની નિશાની માનતી હતી, એ જ નીકળ્યો તેના મોતનો સંદેશ…

જે તલ સ્ત્રીની સુંદરતામાં વધારો કરે છે, જે તલ સાથે ધાર્મિક અને વ્યક્તિના ભાવિ સાથેની માન્યતા જોડાયેલી છે. તે દર વખતે સામાન્ય હોય તે જરૂરી નથી. ખરેખર…,આ વાતને સાબિત કરતી એક ઘટના હાલમાં જ સામે આવી છે. સિડનીની એક લાઈફસ્ટાઈલ બ્લોગરે પોતાની સાથે  થયેલી એક ઘટનાને લોકો સાથે શેર કરી છે. જેમાં મહિલા કહે છે કે, “તેને જૂન મહિનામાં અચાનક પગ પર એક તલ થયો હતો. પરિવારના સભ્યોના ઈતિહાસને જોતા તેણે એ તલને નજરઅંદાજ કરવાને બદલે ડૉક્ટર્સ કન્સલ્ટ કર્યુ હતું. જેના કારણે આજે જીવિત છે.

આ બ્લોગરે પોતાની ઓળખ સિડનીમાં રહેનાર લુઈસ તરીકે આપી હતી. તેણે કહ્યું હતું કે, 3 મહિના પહેલા તેને પગ પર એક તલ થયો હતો. જ્યારે તે ડૉક્ટરની પાસે ગઈ ત્યારે તેને જાણવા મળ્યું હતું કે, તેને કેન્સર થવાની શરૂઆત છે.

Advertisement

તમને  આ જાણીને અજુગતું લાગશે કે, અચાનક આમ તલ થવું એ કેન્સરનું કારણ હોઈ શકે ખરું. તો એનો જવાબ છે હા…, એટલે હવેથી  જો તમારા શરીર પર તમને નવો તલ દેખાય કે અન્ય સ્પોટ કે નિશાની તો તરત જ ડૉક્ટરને જાણ કરો. સોશિયલ મીડિયા પર લાઈફસ્ટાઈલ બ્લોગલરે પોતાનો અનુભવ શેર કર્યો હતો.

આ ઉપરાંત તેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર લુઈસે પોતાની સ્ટોરી શેર કરતાં જણાવ્યું હતું કે, ગત વર્ષે તેને કેન્સરના કારણે પોતાના પિતાને ગુમાવ્યા હતા. એને પણ થોડા દિવસ પહેલા પગ પર તલ થયો હતો. જો કે, તેણે કહ્યું હતું કે, જો તેના પિતા જીવતા હોત આવું કંઈક થયું હોત તો કદાચ એ તપાસ ન કરાવત. પરંતુ પિતાની મોત બાદ તેને તલ જોયો અને  તેને તપાસ કરાવવાનો વિચાર આવ્યો. જેમાં  એને જાણવા મળ્યું કે, તેને પણ શરૂઆતી સ્ટેજનું કેન્સર છે.

Advertisement

આ જીવલેણ બીમારીની જાણ થયા બાદ લુઈસે સર્જરી થઈ શકી અને સમયસર સારવાર થતાં તેનો જીવ બચી ગયો. ડૉક્ટર્સે તેના પગથી કેન્સરનો એ તલ અલગ કરી દીધો છે. હાલ, લુઈસ એકદમ સ્વસ્થ્ય છે.આમ, લુઈસે પોતાનો અનુભવ શેર કરીને સૌને પોતાના શરીર થતાં નિશાન કે બદલાવને નજરઅંદાજ કરવાની ભૂલ  ન કરવા જણાવ્યું હતું.

સ્કિનકેયર ડૉટ ઑર્ગના જણાવ્યાનુસાર, કેન્સર જીવલેણ બીમારી છે. જો યોગ્ય સમયે બીમારીની  જાણ ન થાય તે જોખમી બને છે. ઓસ્ટ્રેલિયામાં કેન્સરના સૌથી વધુ દર્દી જોવા મળે છે. 15થી 39 વર્ષ સુધીના લોકો  મોટાભાગે આ જીવલેણ બીમારીનો ભોગ બને છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *