Categories: દેશ

લાખો નહીં, કરોડોમાં વેચાઈ આ તસવીરો, સામાન્ય દેખાતી આ તસવીરોએ ફોટોગ્રાફરને બનાવી દીધો માલામાલ…..

એક તસવીર કી કિંમત તુમ ક્યાં જાનો…..મહેશબાબુ!!! આ વાંચીને તમને સહજ રીતે ફિલ્મ ઓમ શાંતિ ઓમની યાદ આવી ગઈ હશે. પણ આ વાત જ એવી છે. જેણે મને આ ડાયલોગ કહેવા માટે મજબૂર કરી દીધી હતી. હા…. સાચે. આ ડાયલોગ મને આ તસવીરોની કિંમત જાણીને યાદ આવ્યો કે, સામાન્ય દેખાવનારી આ તસવીરોની આટલી મોટી રકમ!!! ના હોય. પણ એવું છે. આ વાસ્તવિકતા છે. જો સાચું ના લાગતું હોય તો જોઈ લો આ તસવીર અને તેની કિંમત….

પીટર લિકની તસવીર ફેન્ટમઃ કિંમત 49 કરોડ રૂપિયા…..

પીટર લીકે ફેન્ટમ બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચરને ક્લિક કર્યુ હતું. 9 ડિસેમ્બર, 2014 ના રોજ, આ ચિત્રએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને આ ચિત્ર 6.5 મિલિયન (લગભગ 49 કરોડ રૂપિયા) માં વેચાયું હતું. આ અંગે પીટર કહે છે કે, મારા બધા ફોટાનો ઉદ્દેશ પ્રકૃતિની શક્તિને કેપ્ચર કરવાનો છે અને ચિત્રને એવી રીતે બતાવવું કે લોકો તેની સાથે ભાવનાત્મક રૂપે જોડાઈ શકે.

એડ્રિયાસ ગર્સકીની તસવીર રાઈન 32 કરોડ રૂપિયા

રાયના II નામનો આ તસવીર વિશ્વની બીજી સૌથી મોંઘી વેચાયેલી તસવીર છે. ૨૦૧૧ માં હરાજી દરમિયાન આ ફોટો 4.3 મિલિયન (32 કરોડ) માં વેચાયો હતો. જેને ફોટોજર્મનના વિઝ્યુઅલ આર્ટિસ્ટ એન્ડ્રેસ ગુર્સ્કીએ 1999 માં ખરીદ્યો હતો.

સિંડી શર્મનની તસવીર અનટાઈટલ #96-29 કરોડ રૂપિયા

રાઈનાથી પહેલા સિંડી શેરમૈનની બનાલેવી આ તસવીર સૌથી મોંઘી હતી. પોર્ટ્રેટ તસવીરો માટે ઓળખાતા સિંડી શર્મને 1981માં આ તસવીર બનાવી હતી. અનટાઈટલ્ડ#96 નામની આ તસવીર 3.9 મિલિયન ડોલર (લગભગ 29 કરોડ રૂપિયા)માં વેચાઈ હતી.

ગિલ્બર્ટ અને જૉર્જની તસવીર ટૂ હર મજેસ્ટી રૂપિયા- 27 કરોડ

ગિલ્બર્ટ અને જૉર્જ વર્ક પાર્ટનરની સાથે લાઈફ પાર્ટનર પણ છે. ગિલ્બર્ટ અને જ્યોર્જનો આ ફોટો 1973 માં ક્લિક કરાયો હતો જેની કિંમત 3.7 મિલિયન (લગભગ 27 કરોડ) છે.

જેફ વૉલની તસવીર ડેજ ટ્રૂપ્સ ટૉક-27 કરોડ રૂપિયા

કેનેડાના કલાકાર જેફ વૉલને  large-scale back-lit cibachrome તસવીરો માટે જાણીતા છે. તેમની આ તસવીર ટોપ 5 તસવીરમાંની એક છે. વૉલને 2002માં હાસેલબ્લેડ પુરસ્કાર પણ જીત્યો હતો.

રિચર્ડ પ્રિંસની તસવીર અનટાઈલ્ડ (કાઉબોય)-25 કરોડ રૂપિયા

રિચર્ડ પ્રિન્સની અનટાઈલ્ડ (કાઉબોય) તસવીર સૌથી મોઘી તસવીરોની લિસ્ટમાં છઠ્ઠા નંબરે છે. અનટાઈલ્ડ (કાઉબોય) પ્રિંસની સૌથી શ્રેષ્ઠ તસવીરોમાંની એક છે. વર્ષ 2001માં આ તસવીર 3.4 મિલિયન ડોલર (લગભગ 25 કરોડ રૂપિયા)ની વેચાઈ હતી.

એન્ડ્રિયાસ ગર્સની તસવીર 99 સેંટ 24 કરોડ રૂપિયા

એન્ડ્રિયાસ ગર્સની Cent II Diptychon તસવીર પણ દુનિયાની સૌથી મોંઘી તસવીરમાંની એક છે. સુપરમાર્કેટની અંદર શેલ્ફ પર રખાયેલા સમાનની આ તસવીર છે. 2007માં સૂદબીની એક હરાજી દરમિયાન આ ફોટો 3.34 મિલિયન ડોલર (લગભગ 24 કરોડ) રૂપિયામાં ખરીદાઈ હતી.

એન્ડ્રેસ ગુર્સ્કીનો ફોટો લોસ એન્જલસ – 21 કરોડ

એન્ડ્રેસગુર્સ્કી 1990 ના દાયકાના શ્રેષ્ઠ ફોટોગ્રાફરોમાંના એક છે. 1998 માં તેમની લોસ એન્જલસની તસવીર 2.9 મિલિયન (લગભગ 21 કરોડ રૂપિયા) માં વેચાઇ હતી.

એડવર્ડ સ્ટીચન ધ પૉન્ડની તસવીર – મૂનલાઇટ – 21 કરોડ
2006માં પોન્ડ-મૂનલાઇટનું વેચાણ 2.9 મિલિયન (લગભગ 21 કરોડ) માં થયું હતું. આ ચિત્રમાં સ્ટીચને પહેલીવાર ઓટોક્રોમનો ઉપયોગ કર્યો. તેની બે કૉપી છે, એક હરાજીમાં વેચાઇ છે અને એક ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં રાખવામાં આવી છે.

સિન્ડી શર્મનની અનટાઈલ્ડ તસવીર # 153 – 20 કરોડ
આ તસવીર થોડી ડરામણી છે પરંતુ વિશ્વની સૌથી મોંઘી તસવીરોમાં એક છે. સિન્ડીશર્મનને 1985માં આ ચિત્ર બનાવ્યું હતું. જે હરાજીમાં 2.7 મિલિયન (આશરે 20 કરોડ) માં વેચવામાં આવ્યું હતું.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021