100 રૂમના ઘરમાં 39 પત્ની સાથે રહે છે આ વ્યક્તિ, 1 દિવસમાં 80 કિલોનું અનાજ ખાય છે આ પરિવાર…

100 રૂમના ઘરમાં 39 પત્ની સાથે રહે છે આ વ્યક્તિ, 1 દિવસમાં 80 કિલોનું અનાજ ખાય છે આ પરિવાર…

આજના સમયમાં જ્યારે પરિવારો વહેંચાઈ રહ્યાં છે, અને લોકો પ્રાઈવસીના નામે પોતાના જ પરિવાથી વિખૂટા પડી  રહ્યાં છે, ત્યારે આ 100થી વધુ સભ્યવાળુ કુટુંબ એક સાથે, એક ઘરમાં રહીને સૌને અચંભિત કરી રહ્યું છે. આ વાત કદાચ આજના સમય પ્રમાણે સૌને નવાઈ પમાડતી હશે. પરંતુ આ કોઈ કલ્પના નહીં પણ વાસ્તવિકતા છે. જેનાથી અમે તમને  રૂબરૂ કરાવીશું.

એક સમય હતો જ્યારે ભારતમાં મોટાભાગે સંયુક્ત પરિવાર જ જોવા મળતા હતા.કાકા- ફૂઆ,ભાઈઓ દાદા-દાદી બધા સાથે જ રહેતા હતા. પણ હવે પારિવારિક પ્રસંગોમાં જ મળે છે.  સમયની સાથે ઘીમે-ધીમે બધું વિસરાઈ રહ્યું છે. હવે તો લોકો પ્રસંગોમાં  પણ બસ હાજરી પુરાવા માટે જાય છે, ત્યારે  મિઝોરમમાં વસતું આ સંયુક્ત પરિવાર આજની વિક્ત કુટંબની વિચારધારાથી અલગ જોવા મળી રહ્યું છે. ખાસ વાત એ છે કે, આ પરિવારને દુનિયાના સૌથી મોટા પરિવારમાંથી એક ગણવામાં આવે છે.

Advertisement

આ પરિવારમાં 181 સભ્યો 100 રૂમના ઘરમાં  એકસાથે રહે છે, તો ચલો જાણીએ આ પરિવારની કેટલીક જાણી -અજાણી વાતો….

ભારતના મિઝોરમમાં ઝિઓના ચાના દુનિયાના સૌથી મોટા પરિવારને સંભાળનાર વ્યક્તિ તરીકે ઓળખાય છે. ઝિઓનાની 39 પત્નીઓ અને 94 પુત્રો છે. તેમજ 14 વહુ અને 33 પૌત્રો છે. આમ, કુલ મળીને પરિવારમાં 181 સભ્યો છે. આ સંયુક્ત પરિવાર મિઝોરમના બટવંગ ગામના એક મોટા મકાનમાં રહે છે. જે પહાડોની વચ્ચે આવેલું છે. આ  પરિવાર પોતાનું ગુજરાન ચલાવવા માટે સુથારનું કામ કરે છે.

Advertisement

સ્વભાવિક છે કે,  આટલો મોટો પરિવાર છે તો રસોઈ પણ એટલી જ થતી હશે, પણ રોજ 100થી વધુ લોકોની રસોઈ બનાવવી એ  પણ ખાવાની વાત નથી. પરંતુ આ ઘરની મહિલાઓ માટે કદાચ આ કામ હવે સહજ બની ગયું છે. આ ઘરમાં એક મોટું રસોડું છે જેમાં ઘરની તમામ મહિલાઓ એકજૂથ થઈને આ બધા લોકો માટે સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. એટલું જ  નહીં…ઘરનું ગુજરાન ચલાવવામાં પણ મહિલાઓ પુરુષોના ખભેથી ખભો મેળવીને કામ કરે છે. જિયોનાની પહેલી પત્ની સૌને કામ વહેંચે  છે અને બધાના કામ પર નજર પણ રાખે છે.

Advertisement

ઘરના સભ્યોના જણાવ્યાનુસાર, “પરિવાર પર કોઈ પણ મુશ્કેલી આવે તો બધા સાથે મળીને તેનો સામને કરી  છે. અમે રસોઈ બનાવવાથી લઈને દરેકમાં કામમાં  એકબીજાની સાથે હારોહાર સાથે હોઈ છીએ. અમે જ એકબીજા પૂરતા છે, અમારે બીજા કોઈની જરૂર પડતી નથી.”

ઘરમાં આટલા બધા સભ્યો હોય ત્યારે બધાનો જન્મદિવસ યાદ રાખવું એ અઘરું કામ છે, ત્યારે આ પરિવારના લોકો કહે છે કે, એ લોકોમાંથી કોઈકને તો જન્મદિવસ યાદ રહી જ જાય છે.એટલે કોઈ વાંધો નથી આવતો. બધા પોતાનો જન્મદિવસથી હર્ષોલ્લાસથી ઉજવે છે.

રાશન વિશે વાત કરતાં પરિવારના મુખિયાએ જણાવ્યું હતું કે, સામાન્ય પરિવારમાં જેટલું રાશન એક મહિના સુધી ચાલે છે, એટલા  રાશનનો ઉપયોગ અમારે એક દિવસમાં જ  પુરું થઈ જાય છે. એક દિવસની રસોઈ માટે  45 કિલો ચોખા,25 કિલો દાળ, 60 કિલો શાકભાજી, 30થી 40 ચિકન, ડઝનો ઈંડા બનાવવામાં આવે છે. આ સિવાય 20 કિલો ફળની જરૂર પડે છે.

Advertisement

આમ, આ પરિવાર સૌથી મોટું હોવાથી ચૂંટણીના સમય દરમિયાન રાજકીય પાર્ટી પણ આ પરિવારનું ખાસ ધ્યાન રાખે કારણ કે, આ એક પરિવારના મત કોઈ પણ પાર્ટીને જીતાડવાની ક્ષમતા ધરાવે છે.

આ રીતે દુનિયાના સૌથી મોટા પરિવારમાં સામેલ આ કંટુબે ‘સો કોલ્ડ આધુનિક’ ગણાતા સમયમાં પણ ક્યાંક ભારતીય સંસ્કૃતિ જીવંત હોવાનો ભાસ કરાવ્યો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *