Categories: Uncategorized

જાણો જન્મ અને મૃત્યુ સાથે જોડાયેલા અનેક રહસ્યો, કેવું હોય છે આત્માનું સ્વરૂપ? યમરાજે આ વ્યક્તિને બતાવ્યા હતા રહસ્યો

નચિકેતા વાજશ્રવસ (ઉદ્દાલક) ઋષિના પુત્ર હતાં. એકવાર તેમણે વિશ્વજીત નામનું એક એવું યજ્ઞ કર્યું, જેમાં બધું જ દાન કરવામાં આવે છે.

દાનના સમય નચિકેતા આ જોઈને બેચેન થયા કે તેના પિતા તંદુરસ્ત ગાયોની જગ્યાએ નબળી, બીમાર ગાયોનું દાન કરી રહ્યાં છે. નચિકેતા ધાર્મિક પ્રવૃતિના અને બુદ્ધિમાન હતાં, તે શીઘ્ર સમજી ગયાં કે મોહના કારણે જ પિતા આવું કરી રહ્યાં છે. પિતાના મોહને દૂર કરવા માટે નચિકેતાએ પિતાથી પ્રશ્ન કર્યો કે તે પોતાના પુત્રને કોને દાન આપશે?

ઉદ્દાલક ઋષિએ આ પ્રશ્ન ટાળ્યો, પરંતુ નચિકેતાએ ફરી આ જ પ્રશ્ન પૂછ્યો. વારંવાર આ જ પૂછવા પર ઋષિ ક્રોધિત થઈ ગયાં અને તેમણે કહ્યું કે તને મૃત્યું (યમરાજ)ને દાન કરીશ. પિતાના વાક્યથી નચિકેતાને દુ:ખ થયું પરંતુ સત્યની રક્ષા માટે નચિકેતાએ મૃત્યુનું દાન કરવાનો સંકલ્પ પણ પિતાથી પૂર્ણ કરાવ્યો. ત્યારે નચિકેતા યમરાજને શોધતા યમલોક પહોચ્યાં.

યમના દરવાજા પર પહોચવાથી નચિકેતાને ખબર પડી કે યમરાજ ત્યાં નથી, છતાં તેમણે હાર ન માની અને ત્રણ દિવસ સુધી ત્યાં જ ખાધા-પીધા વગર બેઠા રહ્યાં. યમરાજે પરત આવવા પર દ્વારપાલથી નચિકેતા વિશે જાણ્યું તો બાળકની પિતૃભક્તિ અને કઠોર સંકલ્પથી તે ખૂબ ખુશ થયાં. યમરાજે નચિકેતાના પિતાના આજ્ઞાનું પાલન અને ત્રણ દિવસ સુધી કઠોર પ્રણ કરવા માટે ત્રણ વરદાન માંગવા માટે કહ્યું.

ત્યારે નચિકેતાએ પહેલું વરદાન પિતાનો સ્નેહ માંગ્યો. બીજું અગ્નિ વિદ્યા જાણવા વિશે હતું. ત્રીજું વરદાન મત્યું રહસ્ય અને આત્મજ્ઞાનને લઈને હતું. યમરાજે અંતિમ વરદાનની ખૂબ કોશિશ કરી અને નચિકેતાને આત્મજ્ઞાનના બદલે ઘણાં સાંસારિક સુખ-સુવિધાઓને આપવાની લાલચ આપી, પરંતુ નચિકેતા મૃત્યુનું રહસ્ય જાણવું હતું.

અંતમાં નચિકેતાએ તમામ સુખ-સુવિધાઓને નાશવંત જાણતા હોવા નકારી દીધાં. અંતમાં વિવશ થઈને યમરાજે જન્મ-મત્યુથી જોડાયેલા રહસ્ય જણાવ્યાં. આવો હવે જાણીએ કે નચિકેતાએ યમરાજથી કયા સવાલ કર્યાં અને યમરાજે તેમનો શું ઉત્તર આપ્યો.

નચિકેતાનો પ્રશ્ન- કઈ રીતે શરીરથી થાય છે બ્રહ્માનું જ્ઞાન તેમજ દર્શન?
યમરાજનો ઉત્તર- મનુષ્ય શરીર બે આંખ, બે કાન, બે નાકના છિદ્રો, એક મોં, બ્રહ્મારન્ધ્ર, નાભિ, મળદ્વાર વિશે, લિંગના રૂપમાં 11 દરવાજા વાળા નગરની જેમ છે, જે બ્રહ્માની નગરી જ છે. તે મનુષ્યના હૃદયમાં રહે છે. આ રહસ્યને સમજીને જે મનુષ્ય ધ્યાન અને ચિંતન કરે છે, તેને કોઈ પ્રકારનું દુ:ખ નથી થતું. આવું ધ્યાન અને ચિંતન કરનારા લોકો મૃત્યુ બાદ જન્મ મૃત્યુના બંધનથી પણ મુક્ત થઈ જાય છે.

નચિકેતાનો પ્રશ્ન- શું આત્મા મરે અથવા મારે છે?
યમરાજનો ઉત્તર- જે લોકો આત્માને મારનાર અને મરવાવાળા માને છે, તે અસલમાં આત્માને નથી જાણતા અને ભટકતા છે. તેની વાતોને નજરઅંદાજ કરવી જોઈએ, કારણ કે આત્મા ન મરે છે, ન કોઈને મારે છે.

નચિકેતાનો પ્રશ્ન- કેવા હૃદયમાં માનવામાં આવે છે પરમાત્માનો વાસ?
યમરાજનો ઉત્તર- મનુષ્યનું હૃદય બ્રહ્માને પામવાનું સ્થાન માનવામાં આવે છે. યમદેવે જણાવ્યું કે મનુષ્ય જ પરમાત્માને પામવાનો અધિકાર માનવામાં આવે છે. તેમનું હૃદય અંગૂઠાની માપનું હોય છે. એટલા માટે તેમના અનુસાર જ બ્રહ્માને અંગૂઠાના આકારનું ઓળવામાં આવે છે અને પોતાના હૃદયમાં ભગવાનનો વાસ માનનારી વ્યક્તિ એ માને છે કે બીજાના હૃદયમાં પણ બ્રહ્મા આ રૂપે વિરાજમાન છે. એટલા માટે બીજાની ખરાબી અને ઘૃણાથી દૂર રહેવું જોઈએ.

નચિકેતાનો પ્રશ્ન- શું છે આત્માનું સ્વરૂપ?
યમરાજનો ઉત્તર- યમદેવ અનુસાર શરીરનો નાશ થવાના સાથે જીવત્માનો નાશ નથી થતો. આત્માનુ ભોગ-વિલાક, નાશવંત, નશ્વર અને જડ શરીરથી તેને કોઈ લેવા-દેવા નથી હોતા. આ અનંત, અનાદિ અને દોષ રહતિ છે. તેનું કોઈ કારણ છે ન કોઈ કાર્ય એટલે તેમનો ન જન્મ હોય છે ન મૃત્યું.

નચિકેતાનો પ્રશ્ન- જો કોઈ વ્યક્તિ આત્મા-પરમાત્માના જ્ઞાનને નથી જાણતા તો તેને કેવું ફળ ભોગવવું પડે છે?
યમરાજનો ઉત્તર- જે રીતે વરસાદનું પાણી એક હોય છે, પરંતુ ઊંચા પર્વતો પર વરસવાથી તે એક સ્થળે નથી અટકતું અને નીચેની તરફ વહે છે. આ પ્રકાર રંગ-રૂપ અને ગંધમાં બદલાય છે. તે જ પ્રકારે એક જ પરમાત્માથી જન્મ લઈ રહેલા દેવ, અસુર અને મનુષ્ય પણ ભગવાનને જુદા જુદા માને છે અને અલગ માનીને પૂજા કરે છે. વરસાદના પાણીના જેમ જ સુર- અસુર અનેક યોનીઓમાં ભટકતા રહે છે.

નચિકેતાનો પ્રશ્ન- કેવું છે બ્રહ્માનું સ્વરૂપ અને તે કયાં અને કેમ પ્રકટ થાય છે?
યમરાજનો ઉત્તર- બ્રહ્મા પ્રાકૃતિક ગુણોથી એકદમ અલગ છે, તે સ્વયં પ્રકટ થનારા દેવતા છે. તેમનુ નામ વસુદેવ છે. તેઓ જ મહેમાન બનીને આપણાં ઘરમાં આવે છે. યજ્ઞમાં પવિત્ર અગ્નિ અને તેમાં આહુતિ આપનારા પણ વસુદેવ જ હોય છે. આ રીતે તમામ મનુષ્યો, શ્રેષ્ઠ દેવતાઓ, પૃતિઓ, આકાશ અને સત્યમાં સ્થિત હોય છે. જળમાં માછલી હોય અથવા શંખ, પૃથ્વી પર ઝાડ-વૃક્ષ, અંકુર, અનાજ, ઔષધિ હોય અથવા પર્વતોમાં નદી, ઝરણા અને યજ્ઞ ફળ તરીકે પણ બ્રહ્મા જ પ્રકટ થાય છે. આ પ્રકારે બ્રહ્મા પ્રત્યક્ષ દેવ છે.

નચિકેતાનો પ્રશ્ન- મૃત્યું બાદ આત્માને કઈ અને કોની યોની મળે છે?
યમરાજનો ઉત્તર- સારા અને ખરાબ અને શાસ્ત્ર, ગુરૂ, સંગિત, શિક્ષા અને વ્યાપારના માધ્યમથી જોયેલી સાંભળેલી વાતોના આધાર પર પાપ-પુણ્ય હોય છે. તેમના આધારે જ આત્મા મનુષ્ય અથવા પશુના રૂપમાં નવો જન્મ પ્રાપ્ત કરે છે. જે લોકો ખૂબ વધું પાપ કરે છે, તે મનુષ્ય અને પુશોઓના સિવાય અન્ય યોનીઓમાં જન્મ પામે છે. અન્ય યોનીઓ જેમ કે ઝાડ- વૃક્ષ, પર્વત વગેરેમાં

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021