
જે ઘરમાં મોતનો માતમ છવાયેલો હોય તે ઘરમાં દરેક ખૂણામાં બેસીને લોકો રડતા હોય છે. કારણ કે તેમને તેમના પરિવારના કિંમતી સભ્ય જવાનું દુઃખ હોય છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભલભલા લોકોના માથાને ઠેકાણે કરી દે તેવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં દરગજના નાગોજા રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં મોહિતકુમાર તેમના પરિવાર સાથે રહેતો હતો..
અચાનક જ મોહિત દસ દિવસ પહેલા પોતાના ઘરેથી મંદિર જવા માટે નીકળ્યો હતો. પરંતુ લાંબો સમય સુધી તે પરત ન આવ્યો એટલા માટે પરિવારજનોએ તેના મિત્રોને ફોન કર્યો અને ત્યારબાદ અન્ય સગા સંબંધીઓ અને સ્નેહીજનોને પણ ફોન કર્યો હતો કે, શું મોહિત તેમની સાથે છે કે નહીં કારણકે મોહિત ઘણા સમયથી ગુમ થયો હતો.
અને તેની કોઈ પણ ભાળ મળી નહીં ત્યારે તેઓએ પોલીસને જાણકારી આપી હતી કે, મોહિત ઘરેથી મંદિરે જવા માટે નીકળ્યો. પરંતુ બે દિવસ વીતી ગયા છતાં પણ તે ઘરે પરત આવ્યો નથી. રોહિતને છાતીના ભાગે વાગ્યું હોવાથી તેના પરિવારજનોને તેની ખૂબ જ ચિંતા થવા લાગી હતી. પોલીસે પણ જાણકારી મેળવવાની શરૂ કરી દીધી હતી.
જેમાં ત્રીજા દિવસે મહારાજ વાડા પાર્ક પાસેથી એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી. આ લાશનો પણ છાતીના ભાગે વાગેલું હતું. આ સાથે સાથે મોહિતના પરિવારજનોને ત્યાં બોલાવવામાં આવ્યા અને તેઓએ પણ આ લાશને ઓળખી લીધી અને જણાવ્યું કે આ લાશ રોહિતની છે. ત્યારબાદ પોસ્ટમોર્ટમની કામગીરી પૂર્ણ કરી લાશને પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી.
મોહિતના પરિવારજનોએ નજીકના સ્મશાનમાં જ તેના અંતિમ સંસ્કાર પણ કર્યા હતા. ગામના સૌ કોઈ લોકોની સાથે સાથે પરિવારના સભ્યો પણ ખૂબ જ દુઃખી હતા કારણ કે મોહિત ખૂબ જ ઈમાનદાર કર્મનિષ્ઠ અને સ્વભાવનો એકદમ નરમ વ્યક્તિ હતો. તેના જવાનો દુઃખ સૌ કોઈ લોકોને હતું મોહિતની માતાતો ઘટના સ્થળે જ રડી રડીને બેહાલ થઈ ગઈ હતી..
અંતિમ સંસ્કારની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી હતી. જ્યારે આ તમામ વિધિઓ પૂર્ણ થઈ ગઈ ત્યારબાદ તેઓ પોતાના ઘરે પરત આવી ગયા હતા. જ્યારે પરિવાર દીકરાના અંતિમ સંસ્કાર કરીને રડતા મોઢે ઘરે આવ્યો અને જોયું તો તેમનો મરેલો દિકરો તેમની નજર સામે જ જીવતો ઉભો હતો..
આ દ્રશ્ય જોતા જ પરિવારના સભ્યોનો તો હલબલી ગયા હતા. સગા વ્હાલા તો માથે હાથ પકડીને નીચે બેસી ગયા અને વિચારવા લાગ્યા કે, આ કેવી રીતે શક્ય બન્યું કારણકે માત્ર બે મિનિટ પહેલા જ જે દીકરાના અંતિમ સંસ્કાર કરીને પરિવાર ઘરે આવ્યો છે. તે જ દીકરો જીવિત હાલતમાં સામે ઊભો છે..
આ જોતા જ લોકોના હોશ ઉડી ગયા હતા. પરિવારજનો તેની નજીક લઈને જેવો તે વ્યક્તિને હાથ અડાડયો મોહિત બોલવા લાગ્યો કે તમે શા માટે રડો છો..? અને શા માટે તમે મને અડકી રહ્યા છો..? ત્યારે પરિવારજનોએ તેને જણાવ્યું હતું કે, તેમની સાથે આવી ઘટના બની છે. ત્યારે મોહિતે જણાવ્યું કે, તે થોડા દિવસ માટે પોતાના મિત્રના ઘરે ગયો હતો..
પરંતુ તે ખૂબ જ થાકી ગયેલો હોવાથી તેને પરિવારનો સંપર્ક કરવાનો વિચાર કર્યો નહીં. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે પરિવારજનો વિચારવા લાગ્યા કે, તો તેઓ જે વ્યક્તિને મોહિત માનીને તેના અંતિમ સંસ્કાર કર્યા છે. તે વ્યક્તિ કોણ છે..? કારણ કે તે વ્યક્તિ પણ એક હાથ અને એક પગે અપંગ હતો. એટલા માટે તેઓએ આજાણ્યા વ્યક્તિના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા.
આ ઘટનાની જાણકારી તાત્કાલિક ધોરણે પોલીસને પણ આપવામાં આવી હતી. પોલીસ ફરી પાછી મોહિત કુમારના ઘર પાસે પહોંચી તેની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત અંતિમ સંસ્કાર કરી નાખેલ વ્યક્તિ કોણ છે. તેની વધુ જાણકારી મેળવવા માટે પોલીસ તંત્ર કામે લાગી ગયું હતું.