એક તરફ ભારત તેજીથી આધુનિકતા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે બીજી બાજુ દેશના કેટલાક ભાગોમાં અંધવિશ્વાસ એટલી જ હદે ફેલાય રહ્યો છે. શ્રદ્ધા હોય તે બરાબર છે પણ દેશના કેટલાક શહેરો અને ગામડાંઓમાં હજુ પણ લોકો અંધવિશ્વાસમાં માની રહ્યાં છે. ત્યારે અંધવિશ્વાસનો વધુ એક કિસ્સો ઓડિશામાંથી સામે આવ્યો છે. ઓડીશાના મયૂરભંજ જિલ્લાના સુકરૌલી બ્લોકના ગભ્ભરિયા ગામમાં 2 પરિવારે પોતાના નાના બાળકોના લગ્ન માદા કુતરા સાથે કરાવી દીધા.

આ લગ્ન પાછળ અહિંયા એક અજીબોગરીબ પરંપરા છે. અહિંયાની જ્ઞાતિના લોકોનું માનવું છે કે જો બાળકને પહેલા ઉપરનો દાંત આવે તો તે અપશગુન માને છે. ત્યારે ગામના બે બાળકોને પહેલો દાંત ઉપરનો આવતા તેને માસૂમ બે બાળકોના લગ્ન કુતરા સાથે કરાવી દીધા હતા. આ લગ્ન પણ ખુબ ધૂમધામથી કરવામાં આવ્યાં હતાં. જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરવામાં આવ્યાં હતા. લગ્નમાં 2 કુતરાને દુલ્હન અને બાળકોને દુલ્હાની જેમ સણગારવામાં આવ્યાં હતા.

આ પરંપરા મકરસંક્રાતિથી શિવરાત્રીની મધ્યમાં કરવામાં આવે છે. જો કોઈ છોકરીના દાંત પહેલા ઉપરના ભાગમાં આવે તો તેના લગ્ન નર કુતરા સાથે કરવામાં આવે છે. જ્યારે છોકરાના કેસમાં તેના લગ્ન માદા કુતરા સાથે કરવામાં આવે છે. આ અજીબોગરીબ પરંપરા અહિં વર્ષોથી ચાલી આવી છે. જેના કારણએ હાલમાં જ ડેબેન ચતર અને નોરેન પૂર્તિએ આ પરંપરાનું પાલન કરીને અપશગુન દુર કર્યું હતું.
Odisha: Members of a tribal community in Mayurbhanj’s Gambharia village allegedly married two children to dogs as they started teething through upper gums.
“We will take steps to create awareness in the area,” says Mayurbhanj Superintendent of Police
(25.01.2021) pic.twitter.com/2onULb6TAp
— ANI (@ANI) January 26, 2021
જ્યાં મયુરભંજના પોલીસ અધિક્ષકને જાણ થઈ તો તેને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં જાગૃતતા ફેલાવવાની ખુબ જરૂર છે. સાથે જ જણાવ્યું કે ઓડિશાના કેટલાક સમુદાયોમાં કુતરા સાથે લગ્ન કરાવવા સિવાય ઝાડ સાથે પણ લગ્ન કરાવવાની પરંપરા છે. આ વિસ્તાર તેની આ અનોખી પરંપરાને લઈને ચર્ચાનો વિષય બને છે.
