દરેક છોકરીનું સપનું હોય છે કે,તેને રાજકુમાર જેવી ઘરવાળો મળે. જે તેનો આજીવન ખૂબ ખુશ રાખે. ઘણી છોકરીઓ તો સારો વર મેળવવા માટે રોજ મંદિરમાં જઈ ભગવાની પૂજા કરે છે. જેથી તેમને સારો વર મળે, જેની સાથે તે પોતાનું જીવન સુખીથી વીતાવી શકે. લગ્ને લઈને છોકરીઓ ઘણાં સપના સેવતી હોય છે અને આ સપના સાથે તે સાસરી જાય છે. લગ્નને લઈને દુનિયારભરમાં અલગ-અલગ પરંપરાઓ હોય છે. જેમાંથી તો કેટલીક પરંપરાઓ ખૂબ વિચિત્ર હોય છે. આજે અમે તમને આવી એક પરંપરા વિશે જણાવવાના છે. આ પરંપરા આફ્રિકાની જનજાતિઓની છે જ્યાં લગ્ન પહેલા છોકરીઓને અનોખું કામ કરવું પડે છે.
લગ્ન પહેલા છોકરીઓને કરવું પડે છે મુંડન..
એક રિપોર્ટ અનુસાર, દક્ષિણ આફ્રિકાની જનજાતિઓમાં લગ્નને લઈને એક અનોખી પરંપરા નિભાવવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ અહીં લગ્ન પહેલા છોકરીઓને મુંડન કરાવવામાં આવે છે. આ વાંચીને તમને નવાઈ લાગશે પણ આ હકીકત છે. જેને લઈને દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. કહેવાય છે કે, આ પરંપરા સદીઓથી ચાલતી આવે છે. જે તેમના કબીલામાં આજે પણ નિભાવવામાં આવે છે.
લગ્ન બાદ મળે આ તક..
મળતી માહિતી અનુસાર, દ.આફ્રિકામાં ઈથિયોપિયા અને સોમાલિયાની વચ્ચે એક નાનો વિસ્તાર છે જેનું નામ બોરાના છે. બોરાના જનજાતિમાં છોકરીઓને લગ્ન બાદ પોતાના વાળને સારી રીતે ઉગાડી શકે છે. એવું માનવામાં આવે છે કે, લગ્ન પહેલા મુંડન કરવાથી છોકરીઓને સારો વર મળે છે. એટલે અહીંની છોકરી લગ્ન પહેલા મુંડન કરાવે છે. એટલું જ નહીં તેમનું વૈવાહિક જીવન સફળ થાય છે. આ જનજાતિમાં સદીઓથી આ પરંપરા ચાલતી આવે છે. એવું કહેવાય છે કે, અહીં કોઈને ફોટો પડાવવો ગમતું નથી. કારણ કે, તેઓ માને છે ફોટો પાડવાથી ભગવાન નારાજ થઈ જાય છે.