પૂર્વ આફ્રિકાના તંજાનિયામાં કેટલાક એવા પણ લોકો છે. જેની સાથે પહેલા તો કુદરતે અન્યાય કર્યો છે. હવે દુનિયા પણ તેના જીવની પાછળ પડી ગઇ છે. આ લોકોને દરરોજ પોતાના મોતનો ડર સતાવી રહ્યો છે. લોકો તેમની પાછળ પડ્યા રહે છે. અને ચાન્સ મળતાની સાથે જ હાથ અને પગ કાપીને લઇ જાય છે. તેમની સુરક્ષા માટે સરકારે અનેક ટાસ્ટ ફોર્સ બનાવી પરંતુ તેમની હત્યાઓનો સિલસિલો આજ સુધી રોકાયો નથી.
આફ્રિકામાં આ લોકોના અંગોનો ઉપયોગ જાદુ ટોણા માટે કરવામાં આવે છે. તાંત્રિક માને છે કે આ લોકોના અંગોની સાથે કરવામાં આવતી તંત્રક્રિયા બાદ સૌભાગ્ય અને ધનની પ્રાપ્તિ થાય છે. જ્યારે તાંત્રિક આવા લોકોના એક હાથ માટે એક લાખ રૂપિયા આપવા માટે તૈયાર થઇ જાય છે. અને માથા માટે આ રકમ બે ગણી થઇ જાય છે.
જનેટિક ડિફેક્ટ જ હવે આ લોકોના જીવનો દુશ્મન બની ગયા છે. આવા એલ્બનિઝમ કહે છે. તેમાં શરીરમાં મેલનિન નામનો પદાર્થ નહીં બનાવે છે. મેલનિન સુરજની કિરણોથી ત્વચાની રક્ષા કરે છે. અને રંગ આપે છે. આ બિમારીથી પીડિત લોકોના શરીરનો રંગ સફેદ થઇ જાય છે. અને સરળતાથી ઓળખમાં આવે છે. તાંત્રિકનું માનવું છે કે આવા લોકોમાં ચમત્કારિક શક્તિઓ હોય છે. તંજાનિયામાં આવી લોકોને જેરૂ જેરૂ કહેવામાં આવે છે. જેનો અર્થ થાય છે અમર આત્માઓ.
મિરિઆમુ એલ્બનિજમ બીમારીથી પીડિત છે. મિરિઆમુનું કહેવું છે કે એક દિવસ કેટલાક લોકો તેના ઘરે આવ્યા હતા. પહેલા તો તેને ટોર્ચની રોશનીથી અંધળા કરી દીધા છે. તેની સાથે હાથ કાપવા લાગ્યા, થોડી વારમાં તેના હાથ તેના શરીરથી અલગ થઇ ગયો હતો. તે બાદ તેમને તેની બીજી બાજુ પર હુમલો કર્યો હતો. જોકે પડોસિયોના શોર મચાવવા બાદ એ લોકો કાપેલો હાથ લેઇને ભાગી ગઇ, મિરિઆમુએ કહ્યું કે તે અમને મારી નાખે છે. કારણ કે તેને લાગે છે કે અમારા શરીરના અંગ તેમને અમીર અને ખુશહાલ બનાવી દેશે.
હાલાત એવા થઇ ગયા છે, કે તેમની માઓની ગોદથી છીનવી લે છે. યુએનની રિપોર્ટ અનુસાર તંજાનિયામાં 72 એલ્બિનોઝની હત્યા દાખલ થઇ ચૂકી છે. જોકે 5 જ મામલામાં સજા મળી છે. તેના માટે અલગ ટાસ્ક ફોર્સ બનાવી ગઇ છે. 2006થી લઇને અત્યાર સુધી એવી અનેક ટાસ્ક ફોર્સ બની ચૂકી છે. પરંતુ પરિણામ કંઇક અલગ નીકળ્યું છે. 2010માં થયેલા એક અભ્યાસ અનુસાર તંજાનિયાના 60 ટકા લોકો માને છે કે આત્માઓ અને પૂર્વજોને બલિ દેવાથી સૌભાગ્ય મળે છે.