હોળીનો તહેવાર રંગોનો તહેવાર ગણવામાં આવે છે. હોળીના તહેવાર પર અહિંયા છોકરા – છોકરી ઢોલ નગારાના તાલે નાંચે છે અને એકબીજા ઉપર પાણી નાખે છે. પરંતુ તેઓ રંગથી અળગા રહે છે. અહિંયા આદિવાસીઓ હોળીના દિવસ પહેલા જ તેની ઉજવણી કરવાનું શરૂ કરી દે છે. હોળી ઉપર રંગોનું અલગ મહત્વ હોય છે. આ તહેવાર પર લોકો એકબીજા ઉપર રંગો નાખે છે અને ઉત્સવ મનાવે છે. પરંતુ દેશમા એક એવી પણ જગ્યા છે જ્યાં લોકો રંગો વડે હોળી નથી રમતા.

જાણો લગ્ન કરાવવા પાછળનું કારણ શું છે?
ભારતમાં લગભગ મોટા ભાગના શહેરોમાં આ હોળીનો તહેવાર ખુબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેમાં પણ સૌથી વધુ હોળી રમવામાં આવે છે યુપી-બિહારમાં. હોળીનો તહેવાર દરેક રાજ્યો કે શહેરોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. પણ ઝારખંડના એક જિલ્લામાં રંગોની નહીં પણ માત્ર પાણી દ્વારા જ હોળી રમવામાં આવે છે. આ હોળી ઝારખંડના જમશેદપુરમાં રમવામાં આવે છે. અહિંયા જો કોઈ ભૂલથી પણ છોકરીઓને રંગ લગાવે છે તો તેના લગ્ન કરવી દેવામાં આવે છે. આવો જાણીએ આવું કરવા પાછળનું કારણ શું છે.

પાણીથી જ રમાઈ છે હોળી
હોળીનું નામ સાંભળતા જ લોકોના મનમાં વિવિધ રંગો ઉભરાઈને બહાર આવે છે. ભારતમાં ફાગણ મહિનામાં હોળીનો તહેવાર ખુબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારને લઈને અલગ અલગ રાજ્યમાં અલગ અલગ રીતે હોળી રમવામાં આવતી હોય છે. પણ ઘણી જગ્યાએ પાક્કા કલરથી હોળી રમવાની મનાઈ હોય છે. પણ ઝારખંડમાં તો કાચા કલરની હોળી રમવા પર પણ પ્રતિબંધ છે. ઝારખંડના જમશેદપુરના આદિવાસી રંગોથી દૂર રહેવામાં માને છે. અહીંના આદિવાસી હોળીના થોડા દિવસો પહેલેથી જ હોળી રમવાનું શરૂ કરે છે. અહીં રાતભર લોકો એકમેક પર પાણી નાંખીને હોળી રમે છે અને સાથે જ પારંપારિક વેશભૂષા પણ પહેરે છે.

જો રંગ ઉડાડ્યો તો કરવા પડશે લગ્ન
અહીંયા લોકો ખુબ મસ્તી અને ધમાલ કરતા કરતા હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. પણ એક વાતનું અહીં ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે કોઈ ભૂલથી પણ રંગનો ઉપયોગ ન કરે અને જો આવું થાય તો છોકરા અને છોકરીએ ખુબ મોટી કિંમત ચૂકવવી પડે છે. આ આદિવાસી વિસ્તારના લોકોનું માનવું છે કે જો કોઈ છોકરો કે છોકરી રંગોની હોળી રમે છે અથવા તો તેમાથી કોઈપણ એકબીજા ઉપર રંગો ઉડાડે છે તો તે બન્નેએ એકબીજા સાથે લગ્ન કરવા પડે છે. આ જ કારણ છે કે આ સમાજના લોકો રંગો વડો હોળી નથી રમતા. આ સમાજમાં આ પ્રથા ઘણા વર્ષોથી ચાલી આવે છે. એટલે જ વર્ષોથી આ લોકો રંગો વડે હોળી નથી રમતા. જો કોઈ છોકરો રંગ લગાવ્યા બાદ લગ્ન કરવા માટે ના પાડી તે જો આ સમાજના લોકો પરાણે હાથ-પગ બાંધીને લગ્ન કરાવી દે છે.
Hi Steuart – thank you for pointing that out – I have changed it now!Rachel