
વીંછી અને તેનું ઝેર દવા, નશો અને પૈસા કમાવવાનો એક નવો માર્ગ બની રહ્યો છે. ઘણા લોકો તેનો નશો કરે છે, ત્યારે વીંછીનું એક ગ્રામ ઝેર લાખો રૂપિયામાં વેચાય છે. વાઇસ એશિયાના અત્યારની રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
વીંછીં અને તેનું ઝેર કેટલાક માટે નશો તો કેટલાક માટે પૈસા કમાવાનો નવો રસ્તો. એટલો મોંઘો કે એક ગ્રામની કિંમત 7 લાખ રૂપિયા છે.. તમે ડ્રગ્સ અને ગાંજાના નશા અંગે તો તમે જાણતા જ હશો.. કારણ કે, દુનિયામાં ઘણા મોટા પ્રમાણમાં આ નશો થાય છે. પરંતુ એક રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન આ મામલે કાંઈક આવી રીતે આગળ છે. પાકિસ્તાનમાં વીંછીંનો નશો થાય છે. ખાસ કરીને અફઘાનિસ્તાનની સરહદથી જોડાયેલા પાકિસ્તાની રાજ્ય ખૈબર પખ્તુનખ્વાનમાં લોકો જુના વ્યશનથી કંટાળીને વીંછીનો નશો કરી રહ્યા છે.
કેમ થાય છે વીંછીનો નશો?
હાલના સમયમાં ડ્રગ્સ અને ગાંજા કરતા પણ વધારે ઝેરી જીવોનો નશો ખુબ પાવરફૂલ હોય છે. એટલા માટે લોકો તેનું વ્યસન કરે છે.
બે રીતે થાય છે વીંછીંનો નશો
છીનો નશો લોકો બે રીતે કરે છે. વાઈસ એશિયાના રિપોર્ટ પ્રમાણે, વ્યસન કરનાર આ વ્યક્તિ પહેલી રીતે વિશે જણાવે છે. કે, અમે પણ પ્રદેશમાંથી વીંછીંને પકડીને તેને મારી નાખીએ છીએ.. પછી સુકવીને તેને તમાકુમાં ભેળવી તેનું વ્યસન કરીએ છીએ.. તો બીજી રીત આના કરતા પણ ખતરનાક છે.. જેમાં જીવીત વીંછીંને ધગધગતા કોલસા પર રાખીને તેનું ધુમ્રપાન કરવામાં આવે છે. જે લોકોને આ નશાનું વ્યસન લાગે છે તે લોકો વીંછીની પૂંછડીની માગ કરે છે. કારણ કે વીંછીંની પૂછડીમાં જ ઝેર હોય છે. ડ્રાય પૂંછડીને ક્રશ કરીને તમાકુ કે ગાંજામાં મિક્સ કરીને તેનો નશો કરે છે.
વીંછીંનો નશો કેવી રીતે અલગ છે?
આ સવાલનો જવાન સોશયોલોજીસ્ટ ડેવિડે 2007માં પ્રકાશીત થયેલી બૂક ડ્રગ્સ ઓફ અફગાનીસ્તાનમાંથી મળી આવ્યો. જેમાં તેમણે લખ્યું કે, વીંછીંનું વ્યસન કરનાર વ્યક્તિનો ચહેરો આખો લાલ થઈ જાય છે. ગાંજાની સામે આ પાવરનો હાઈડોઝ છે.. અને 10 કલાક સુધી તેની અસર રહે છે. અને કિંમતમાં ગાંજા કરતા સસ્તું છે. વીંછીનો નશો ગાંજા કરતા સ્વાદે તો મીઠો હોય છે. પરંતુ એટલો દુર્ગંધવાળો અને જીવલેણ પણ હોય છે કે, તેનાથી યાદશક્તિ પણ જઈ શકે છે. તો ક્યારેક વ્યક્તિ જીવ પણ ગુમાવી શકે છે..
વીંછીના ઝેરનો ઉપયોગ ક્યા સારા કામમાં થાય છે?
80 કરોડ રૂપિયા પ્રતિ લિટર મળતા આ ઝેરનો ઉપયોગ કોસ્મેટિક, એન્ટિબાયોટિક, એઈનકિલર માટે થાય છે. તુર્કીની એક લેબમાં તો આ વીંછીંને ઉછેરવામાં પણ આવે છે. એનસીઆરબીના એક રિપોર્ટ અનુશાર આ વ્યશનથી 93 વર્ષમાં 2300થી વધુ લોકોનાં મોત થયાં. એટલે વ્યસન તમાકુનું હોય, ડ્રગ્સનું હોય. કે વીંછીનું.. તે જીવલેણ તો છે જ..