આઈશા આત્મહત્યા કેસમાં આઈશાના વકીલે કોર્ટમાં આઈશાનો અંતિમ પત્ર રજૂ કર્યો છે. જે પત્રમાં આઈશાએ પોતાનું દુખ ઠાલવ્યું છે. આ પત્રમાં આઈશાએ આરીફ વિશે એવી વાતો લખી છે કે ભલભલાના આંખમાંથી આસૂ સરી પડશે. આઈશા આરીફને એટલો પ્રેમ કરતી હતી કે એક સમયે તે 4-4 દિવસ સુધી એક બંધ રૂમમાં ખાધા-પિધા વગર રહી હતી. તેમ છતાં આરિફે માનવાતા નેવે મૂકી હોય તેમ એક વખત આઈશાને તેની તબિયત પૂછવાનું પણ જરૂરી સજ્યું ન હતું. આઈશાએ આત્મહત્યા કરી તે પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જે બાદ આઈશાએ લખેલો પત્ર સામે આવ્યો છે. જે વકિલે કોર્ટમાં રજૂ કર્યો છે.
તે હસતી રમતી 2 જિંદગી ઊઝાડી દીધી
આઈશાએ લખેલા પત્ર મુજબ આઈશાએ પત્રની શરૂઆત જ માય લવ આરુ(આરિફ)થી કરી છે. ત્યારબાદ લખ્યુ છે કે ઘણી વાતો છે જે મેં નથી કરી, મને બહુ ખોટું લાગ્યું કે તે તારી કરતૂતો છુપાવવા મારું નામ આશીફ સાથે જોડી દીધું. આશીફ મારો બેસ્ટ ફ્રેન્ડ અને બેસ્ટ ભાઈ જ છે. 4 દિવસ રૂમમાં બંધ હતી ત્યારે ખાવા માટે પણ કોઈ પૂછવા ન હતું આવ્યું. હું પ્રેગનેન્ટ હતી ત્યારે પણ તું નહોતો આવતો અને આવતો ત્યારે ખુબ મારતો હતો જેના કારણે લિટલ આરૂ(આરિફ)ને વાગ્યું જેથી હું તેના પાસે જાવ છું. મેં ક્યારેય દગો નથી આપ્યો. તે હસતી રમતી 2 જિંદગી ઊઝાડી દીધી. સોરી આઇ લવ યુ કુકુ. હું ખોટી ન હતી, ખોટો તારો સ્વભાવ હતો. તારી આંખો પર હું ફીદા છું કેમ એ તો હું આવતા જન્મમાં જ કહીશ. આટલું લખીને પત્રના અંતમાં લવ યુ યોર વાઈફ આઈશા આરિફ લખ્યું છે.
FSL વિભાગ ફોન રિકવર કરી રહી છે
મહત્વનું છે કે આરોપી પતિ આરિફના 3 દિવસના રિમાન્ડ મંજૂર થતાં તેને બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જે બાદ કોર્ટના આદેશ બાદ આરીફને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. રિવર ફ્રન્ટ પોલીસે મોબાઈલ ફોન કબ્જે કર્યો છે તે અંગે આઈશાના વકીલે આપેલ પત્રના આપણ ધારે હવે પોલીસ આગળની તપાસ કરશે. મહત્વનું છે કે અમદાવાદ પોલીસે આઈશા કેસમાં આરીફની પૂછપરછ કરી હતી. પહેલાં પોલીસ આરિફનો ફોન શોધી રહી હતી. પોલીસે આરોપી પાસેથી ફોન માંગતા તેને ફોન ફેંકી દીધો હોવાની કબૂલાાત આપી હતી. જે બાદ ફોન પોલીસને આરિફના મિત્રના ઘરેથી મળ્યો હતો. જે રિકવર કર્યો છે. હાલ FSL વિભાગ ફોન રિકવર કરી રહી છે.
આરોપી આઈશાની સામે જ અન્ય યુવતી સાથે વાત કરતો
ગરીબ માવતરની દિકરી આઈશા સતત તેના લગ્ન સંબંધને બચાવવા માટે કોશિશ કરી રહી હતી. પણ આઈશાનો પતિ પોતાની ઐયાશી કરવામાં મસ્ત હતો. આઈશાના વકિલે જણાવ્યું હતું. આઈશા તેના માતા-પિતાની એકની એક દીકરી હતી. પરિવારને એવુ હતુ લગ્ન બાદ તેની દીકરી સુખી રહેશે. આપણા રીત રીવાજ મુજબ આઈશાના પિતાએ તેને તમામ વસ્તુ લગ્નમાં આપી હતી. પરંતુ લાલચુ સાસરિયાઓને તેને ત્રાસ આપતી વસ્તુની માંગણી કરતા હતા વકીલે કહ્યું કે આરિફ હંમેશા આઈશાને કહેતો કે તું મારું સ્પેરવ્હીલ છે. હું કોઈ બીજીને પ્રેમ કરું છું. એટલું જ નહીં, આરિફ આઈશાની સામે જ અન્ય યુવતી સાથે વાત કરતો હતો.

લગ્ન બાદ આઇશાને તેનાં સાસરિયાંઓ દહેજ બાબતે ત્રાસ આપતા
વટવામાં વિસ્તારમાં અલમીના પાર્કમાં રહેતા લિયાકત અલી મકરાણી સિલાઈકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં મોટી દીકરી હિના કે જેના લગ્ન થઈ ગયા છે, દીકરો આમિર, દીકરો અરમાન છે અને દીકરી આઇશા ઉર્ફે સોનુ હતી. દીકરી આઇશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ 2018માં રાજસ્થાનના ઝાલોર ખાતે રહેતા આરીફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસરિયાં દહેજ બાબતે ત્રાસ આપતા હતા.
આરિફના ત્રાસથી આઈશાને ગર્ભપાત થઈ ગયું હતું
જ્યારે આઈશા ગર્ભવતી હતી ત્યારે આરીફ આઈશાને તેના પિયર મૂકી ગયો અને કહ્યું કે તમે દોઢ લાખ આપો તો જ હું આઈશાને લઈ જઈશ. આરિફના આવા વલણથી આઈશા ડિપ્રેશનમાં આવી ગઈ અને તેને બ્લીડિંગ થવા લાગ્યું હતું, જેને કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. વધુ પડતું લોહી વહી જતાં તેનું ઓપરેશન કરવું પડ્યું અને તેના બાળકનું ગર્ભમાં જ મૃત્યુ થયું હતું.