EDIT
અમદાવાદની દીકરી આઈશાની આત્મહત્યાને લઈને માહોલ ગરમાતો જઈ રહ્યો છે. તેવામાં આ કેસમાં નવો ચોંકાવનારો ખુસાલો સામે આવ્યો છે. જે ખુલાસા પ્રમાણે, આઈશાએ આત્મહત્યા કરતા પહેલા પોતાના પતિ આરિફ જોડે વાત કરી હતી. આ ફોન દરમિયાન આઈશા પોતાના પતિ સાથે પ્રેમથી વાતો કરવાનો પ્રયાસ કરતી હતી. પરંતુ તેનો પતિ વટવામાં તેની વિરુદ્ધ નોંધાવવામાં આવેલી ફરિયાજને પાછી લેવા માટે દબાણ કરતો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે, આરિફ વટવામાં કેસને લઈને જ આઈશાને લઈ જવાની પણ ના પાડતો હતો. આ સાથે જ તે વારંવાર પોતાના સાસરિયા પાસે પૈસાની પણ માગણી કરતો હતો. જોકે આ સમગ્ર કેસમાં આરોપી આરિફને શોધવા માટે ગુજરાત પોલીસ રાજસ્થાન પહોંચી છે. પરંતુ આઈશાની આત્મહત્યાની ખરબ વાયુવેગે ફેલાતા જ આરિફ ફરાર થઈ ગયો છે. જોકે હાલ ગુજરાત પોલીસે રાજસ્થાન પોલીસની સાથે મળીને આરીફની શોધખોળ હાથ ધરી છે.
આઈશાના પિતાએ કર્યું હું હત્યારાને માફ નહીં કરું
આઈશાની આત્મહત્યા બાદ હાલ તેનો આખો પરિવાર તૂટી ચૂક્યો છે. જોકે મીડિયા સાથે વાત કરતા આઈશાના પિતાએ તેની આપવીતિ જણાવી હતી. પિતા લિયાકતઅલીના જણાવ્યા પ્રમાણે, તેમની દીકરી આઈશા પ્રેગનેન્ટ હતી ત્યારે પણ તેના પતિએ બળજબરી પૂર્વક તેનું બાળક પડાવી નાખ્યું હતું. ત્યાર બાદ પણ દહેજને લઈને વારંવાર મારી દીકરીને ત્રાસ આપતો હતો. આઈશાના પિતા જણાવે છે કે, મનો કોથડા ભરીને પણ પૈસા આપશે તો પણ હું હત્યારાને માફી નહીં આપું. મારી દિકરીનો હત્યારો જિંદગી આખી જેલમાં સડવો જોઈએ.
આરોપીને ફાંસીની સજાની માગ
હાલ વિશ્વભરમાં આઈશાની આત્મહત્યાની ચર્ચા છે. ત્યારે સોશિયલ મીડિયામાં અને સામાન્ય જનતા પણ આ દીકરીના હત્યારાને ફાંશી આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં જોરશોરથી વિરોધ ચાલી રહ્યો છે. લોકમાં આક્રોષ છે કે, આ લહેજના લાલચુને તેની ઔકાત બતાવવામાં આવે જેથી બીજી કોઈ દીકરી આવા દાનવોનો શિકાર ન બને.
દહેજના લાલચું સામે કેવી કાર્યવાહી?
હાલ તો સમગ્ર મામલો ગરમાયો છે. ત્યારે એક માગ એવી પણ ઉઠી રહી છે કે, આ દહેજના દૂષણને અટકાવવા માટે સરકારે એક હેલ્પ લાઈન શરૂ કરવી જોઈએ. સાથે જ એક ટીમનું પણ ગઠન કરવું જોઈએ જે આવા હેવાનોને અટકાવી શકે. જેથી કરીને વધુ એક આઈશા આવા નરાધમનો ભોગ ન બને.