આચાર્ય ચાણક્યએ એવી ચાર બાબતોનો ઉલ્લેખ કર્યો છે, જે હંમેશાં વ્યક્તિને જીવનભર સાથ આપે છે અને મરણ પથારી સુધી તેનો સાથ છોડતી નથી. આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં એક શ્લોક દ્વારા આ ચાર બાબતોનો ઉલ્લેખ કર્યો છે. તો ચાલો આપણે વિલંબ કર્યા વિના જાણીએ કે આ ચાર વસ્તુઓ શું છે.
શ્લોક…
विद्या मित्रं प्रवासेषु भार्या मित्र गृहेषु च।
व्याधितस्यौषधं मित्र धर्मो मित्रं मृतस्य।।
જ્ઞાન
ચાણક્ય મુજબ માનવ જ્ઞાન હંમેશા તેની સાથે રહે છે. જ્ઞાન એ એકમાત્ર વસ્તુ છે જે વ્યક્તિને સફળ બનાવે છે એકવાર આપણે તે જ્ઞાન મેળવી લઈએ. તે આપણો સાથે કદી છોડતું નથી. મૃત્યુ સુધી આપણી સાથે રહે છે. નીતિ શાસ્ત્ર અનુસાર, દરેક વ્યક્તિ માટે તેનું જ્ઞાન જ તેમનો સાચો અને પરમ મિત્ર છે. જ્ઞાનની મદદથી, વ્યક્તિ જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરી શકે છે.
પત્ની
ચાણક્ય મુજબ, તે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી છે. જેની પત્ની હંમેશા તેની સાથે ઉભી રહે છે. જે પત્ની તેના પતિને હિંમત આપે છે અને તેની હારના તેને ટેકો આપે છે, તે વ્યક્તિને સમાજમાં માન મળે છે. સારા પાત્ર અને સદ્ભાવનાવાળી પત્ની મૃત્યુ સુધી પતિને છોડતી નથી.
ઔષધિ
દવા એ એવી વસ્તુ છે જે વ્યક્તિને સારું આરોગ્ય આપે છે. ચાણક્ય કહે છે કે તબીયત નબળી છે ત્યારે ઔષઘિ એ સાચો મિત્ર છે.
ધર્મ
આપણે કોઈ ધર્મમાં જન્મ્યા છીએ, તે પૂર્વનિર્ધારિત હોય છે. જ્યારે કોઈ બાળક આ દુનિયામાં આવે છે, ત્યારે તેનો ધર્મ પહેલાથી નક્કી થઈ ગયો છે. જે આખા જીવન માટે તેની સાથે જોડાયેલો રહે છે. ધર્મના માર્ગ ઉપર ચાલનાર વ્યક્તિના જીવનમાં સફળ થાય છે. જ્ઞાન, પત્ની, ઔષધિની જેમ ધર્મ પણ એક એવો મિત્ર છે જે વ્યક્તિ સાથે છેલ્લા સમય સુધી રહે છે.