દરેક રાશિમાં તેમના પોતાની પ્રકૃતિ અને ગુણધર્મો હોય છે. તેથી દરરોજ ગ્રહો ની સ્થિતિ મુજબ તેમનાથી જોડાયેલા જાતકોમાં ઘટિત થનારી સ્થિતિઓ અલગ અલગ હોય છે. આજ કારણ છે કે દરેક રાશિનું રાશિફળ અલગ હોય છે. આકશમંડળમાં ગ્રહોની સ્થિતિ બદલાતી રહે છે. જેના કારણે મનુષ્યના જીવન પર અનેક નાના મોટા બદલાવ જોવા મળતા રહે છે. ઘણા લોકોને સુખ પ્રાપ્ત થાય છે તો ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે પરિસ્થિતિમાં બદલાવ આવવો એ પ્રકૃતિનો નિયમ છે અને તે વર્ષોથી ચાલતુ આવી રહ્યું છે. આવો જાણીએ તમારી રાશિ શું કહે છે.
જ્યોતિષમાં શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. જે કર્મ અનુસાર ફળ આપે છે. જેમ શરીરનો સંબંધ નાભી સાથે છે તેમ કુંડલીમાં રાહુ-કેતુને દુખનો કારક માનવામાં આવે છે. તેનો રંગ કાળો અને રત્ન નીલમ હોય છે. તેના કારક સ્વયં શનિદેવ છે. ત્યારે આજે સાંજે 5-55 મિનિટે પર સુર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે. તો આવો જાણીએ શું અસર થશે રાશિ પર….
મેષ
મિત્રોમાં ચિંતા રહેશે. સૂર્યના કારણે ખર્ચામાં વધારો થઈ શકે. સૂર્ય દ્વાદશ રહેશે. તેને કારણે આંખો સંબંધિત બિમારીઓ થઈ શકે છે. આ સાથે જ ચિંતા પણ વધી શકે છે. અટવાયેલા પૈસા પરત મળશે.
વૃષભ
નિર્માણ કાર્યમાં વધુ રાહ જોવાની હોવાથી ચિંતામાં વધારો થશે. આ લોકો માટે સૂર્ય એકાદશ રહેશે. તેને કારણે આ રાશિના જાતકોની આવકમાં ખુબ વધારો થવાના યોગ બની રહ્યો છે. નોકરીમાં કામ સરળતાથી પૂર્ણ થઈ શકે છે.
મિથુન
અટવાયેલા કામોમાં ગતિ આપશે. સમજદારીથી કોઈ પણ જગ્યાએ રોકાણ કરવું. આ રાશિ માટે સૂર્ય દશમ રહેશે. ઘર પરિવારમાં કોઈ શુભ કામ કરી શકાશે. પરિવારની મદદથી કોઈ પણ કામમાં સફળતા અને લાભ મળી શકે છે.
કર્ક
સર્ય નવમ રહેશે. આ કારણે કર્ક રાશિ માટે સમય શુભ રહેશે. જેથી તમને ભાગ્યનો સાથ મળે છે. માન સન્માન અને સફળતા મળશે. નવી ઉર્જા સાથે દિવસની શરૂઆત થશે. ભૂમિનું રોકાણ કરી શકો છો.
સિંહ
આ લોકો માટે સૂર્ય અષ્ટમ રહેશે. તેને કારણે અજાણ્યા વ્યક્તિથી સતત ભય રહેશે. ચિંતા વધી શકે છે. મહેનત વધારે કરશો તો જ કેટલાક લાભ મળી શકે છે. બાકી નુકસાન થશે. મનપસંદ ભોજન મળશે. પરિવારના લોકો સાથે યાત્રા થઈ શકે છે.
કન્યા
તમારી મહેનતથી તમારી પ્રગતિ થશે. સૂર્યના સપ્તમ થવાથી જીવનસાથી સાથે વાદ વિવાદ થશે. ત્યારે પ્રેમને બનાવી રાખો અને વિચારીને પોતાની વાત રાખો. ધીરજ ન છોડો. સાવધાન રહેવું.
તુલા
સૂર્ય ષષ્ઠમ હોવા પર સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.. શત્રુઓ તમારા પર હાવી થવાનો પ્રયત્ન કરશે, પરંતુ તમારું નુક્સાન નહીં કરી શકે. ધીરજ રાખવી. કાર્યસ્થળમાં રૂચિ વધશે.
વૃશ્ચિક
સૂર્ય પંચમ રહેશે, તેનાં કારણે સંતાનથી સુખ મળશે. નોકરી અને કાર્ય ક્ષેત્રે લાભ મળવાના યોગ છે. તમને વિષેશ લાભ મળશે. સમય રહેતા જરૂરી દસ્તાવેજો સંભાળીને રાખવા. પરિવારનો પૂરો સહયોગ મળશે.
ધન
ધન રાશિના જાતકો માટે સૂર્ય ચતુર્થ હોવાને કારણે લાભદાયક સ્થિતિઓ બનશે. ધન પ્રાપ્તિનો યોગ બની રહ્યાં છે. ઘર પરિવાર અને સમાજમાં સુખદ વાતાવરણ રહેશે.
મકર
સૂર્ય તૃતીય હોવાથી મનસપંદ જગ્યાએ ફરવા જવાનું થશે. ભાઈઓ અને મિત્રોનો સહયોગ મળશે. ધન લાભ પણ થઈ શકે છે.નવા કાર્યોમાં રોકાણ કરવાની સંભાવના છે. સંતાનના કામો પર નજર રાખવી.
કુંભ
દ્વિતીય સૂર્ય લાભ અપાવશે, પરંતુ જોશમાં કોઈ કામ ન કરવું. ધીરજ રાખવી. આંખો સંબંધિત સમસ્યા થઈ શકે છે. કાનુની માથાકુટમાંથી રાહત મળશે. પરિવારમાં માંગલિક આયોજનોની રૂપરેખા તૈયાર થશે.
મીન
સૂર્ય હવે આ જ રાશિમાં રહેશે. તમારાં વર્ચસ્વમાં વધારો થશે. લાભ મળી શકે છે. વિવિધ અવરોધો દૂર થવાના યોગ છે. મનોબળમાં વૃદ્ધિ થશે. હંમેશા સતર્ક રહેવું.