આજે વર્ષ 8 માર્ચ 2021 અને સોમવારનો દિવસ છે. સોમ એટલે કે, ચંદ્ર. જ્યોતિષમાં ચંદ્રને ગ્રહોના મંત્રી માનવામાં આવે છે.જ્યાં શરીરમાં તે ગળા અને નાકનો કારક માનવામાં આવે છે અને જન્માક્ષરમાં તેને મનનો કારક માનવામાં આવે છે. તેનો રંગ સફેદ અને રત્ન મોતી છે. આ દિવસના કારક દેવાધિદેવ મહાદેવ છે.
જાણો આજનું રાશિફળ..
મેષ રાશિ
દિવસની શરૂઆત અધિક પરિશ્રમથી થશે. તમારી મહેનતથી સામાજિક ક્ષેત્રમાં વૃદ્ધિ થશે. વ્યવસાયમાં લાભકારી કરાર થઈ શકે છે. વિપરિત પરિસ્થિતિઓમાં સફળતાથી સામનો કરવો પડી શકે છે.
વૃષભ રાશિ
અચાનક યાત્રાના યોગ બનશે. આર્થિક રોકાણના શુભ ફળ મળશે. આજે જીવસાથી સાથે મતભેદ થઈ શકે છે. આવકમાં વૃદ્ધિ થશે. નોકરીમાં બદલાવ થઈ શકે છે.
મિથુન રાશિ
લાંબા સમયથી અટવાયેલા કેટલાંક કામ આજે પૂરા થઈ શકે છે. પ્રસિદ્ધિ અને સન્માનમાં વધારો થઈ શકે છે. સંતાનના વિવાહ સંબંધમાં સમસ્યા રહેશે.
કર્ક રાશિ
માનસિક ચિંતા વધશે. સમજદારીથી કામ કરો. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. વ્યસનો પર નિયંત્રણ રાખો.
સિંહ રાશિ
આજીવિકામાં નવીન પ્રસ્તાવ મળી શકે છે. દાંપત્ય જીવન સુખદ રહેશે. પોતાના કર્મ પ્રતિ પૂર્ણ સમર્પણ અને ઉત્સાહી રહેવાના કારણે તમારી કીર્તિમાં વધારો થશે. નોકરીક્ષેત્રમાં સહયોગ મળશે.
કન્યા રાશિ
તમારી કાર્યકુશળતાથી લોકો પ્રભાવિત થશે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વ્યાપાર વિસ્તારમાં તમે બચત કરી શકો છો. વિદેશ જવાનો યોગ બની રહ્યો છે.
તુલા રાશિ
તમારી દીનચર્યામાં બદલાવ થઈ શકે છે. લાભદાયી સમાચાર મળશે. વ્યપારિક કાર્યમાં વિસ્તારની યોજના બની શકે છે. આવાસ સંબંધી સમસ્યાનું સમાધાન આજે સંભવ છે.
વૃશ્વિક રાશિ
લાંબા સમયથી ચાલી રહેલી ચિંતા આજે સમાપ્ત થશે. સ્થાયી સંપતિનો લાભ થશે. વ્યાપાર કાર્યથી બહાર જવું પડી શકે છે. જીવનસાથીના સંબંધો ગાઢ બનશે.
ધનુ રાશિ
ઓછા સમયમાં કામ પૂરું કરો. આજે ભોગ-વિલાસમાં રૂચિ વધશે. સામાજિક અને રાજકીય ખ્યાતિમાં વૃ્દ્ધિ થશે. ઉસ્તાહના કારણે અધૂરા કામ સમય પર સફળતાપૂર્વક પૂર્ણ થશે.
મકર રાશિ
આજે વ્યાપાર સારો રહેશે. માંગલિક કાર્યોમાં મિત્રોની મદદ મળશે. અજાણ્યામાં થયેલી ભૂલના કારણે પછતાવો થશે. વાહનનો વાપરતી વખતે ધ્યાન રાખો
કુંભ રાશિ
આર્થિક મનોબળ વધશે. આજે ભાગદોડ રહેશે. તમારા કાર્યોના કારણે સમાજમાં તમારું માન-સન્માન વધશે.
મીન રાશિ
પરિવારિક સુખ, સંતોષમાં વૃદ્ધિ થશે. આજે તમને ઉપહાર મળવાનો યોગ છે. વ્યાપાર વ્યવસાયમાં નફો વધી શકે છે અને ખર્ચમાં ઘટાડો થશે. બાળક પર સંકટ રહેશે. એટલે આ દિવસે સાવચેતી રાખવી જરૂરી છે.