બોલીવુડના ‘દબંગ’ સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’ સલમાન ખાનની સુપરહિટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મમાં એક ક્યૂટ બાળકીએ પણ કામ કર્યું હતું. ફિલ્મમાં એનું નામ મુન્ની હતું. આ બાળકીનું અસલી નામ હર્ષાલી મલ્હોત્રા છે. જે ખૂબ જ સુંદર અને ક્યૂટ છે. બજરંગી ભાઇજાન ફિલ્મ રિલિઝ થયાને 6 વર્ષ થઇ ચુક્યાં છે. આ 6 વર્ષોમાં મુન્નીનો લૂક ઘણો બદલાઇ ગયો છે. સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’ બોલીવુડની સુપરહિટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં ફક્ત સલમાન ખાન જ નહીં. પરંતુ મુન્નીનું પાત્ર ભજવનાર હર્ષાલી મલ્હોત્રાના પણ ખૂબ વખાણ થયાં હતા.

વર્ષ 2015માં રિલિઝ થયેલી ફિલ્મ બજરંગી ભાઈજાન બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. જણાવી દઇએ કે ફિલ્મ બજરંગી ભાઈજાનમાં હર્ષાલીએ એક મૂંગી છોકરીની ભૂમિકા નિભાવી હતી, પરંતુ ફિલ્મની રિલીઝ બાદ આ નવી અભિનેત્રીનો જાદૂ લોકોના માથે ચઢી ગયો હતો.

આ ફિલ્મ પહેલા હર્ષાલી કેટલીક ટીવી સીરિયલોમાં પણ કામ કર્યું છે. 2015માં બજરંગી ભાઇજાન બાદ એટલે કે 6 વર્ષ બાદ અમે તમને હર્ષાલીના કેટલાક ફોટો દેખાડી રહ્યા છે કે હવે તે કેવી દેખાઈ રહી છે.

સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનમાં મુન્નીની ભૂમિકા નિભાવનાર બાળ અભિનેતા હર્ષાલી મલ્હોત્રાના કામ માટે તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. નાની હર્ષાલી, જે આ ફિલ્મમાં સલમાનની પીઠ પર સવારી કરતી જોવા મળી હતી, તે હવે મોટી થઈ ગઈ છે અને હવે તસવીરોમાં તેને ઓળખવું તમારા માટે મુશ્કેલ બની શકે છે.

3 જૂન 2008માં મુંબઈમાં જન્મેવી હર્ષાલી સોશિયલ મીડિયામાં ખુબ સક્રીય રહે છે અને ઈન્સ્ટા પર પોતાના ફોટોઝ શેર કરતી રહે છે. સોશિયલ મીડિયામાં હર્ષાલીને 5 લાખથી વધુ લોકો ફોલો કરી રહ્યાં છે. હર્ષોલીનો લૂક હવે ઘણો બદલાઈ ગયો છે.

હર્ષાલી ની માતા નું નામ કાજલ મલ્હોત્રા છે. હર્ષાલી નો એક મોટો ભાઈ પણ છે. બજરંગી ભાઈજાનમાં મૂંગી છોકરી નું રોલ કરવા વાળી હર્ષાલી રિયલ લાઈફ માં ઘણી વાતોડી પણ છે. હર્ષાલી કબુલ હૈ, લોટ આઓ તૃષા, જેવા સિરિયલમાં અભિનય કરી ચૂકી છે.