આવતી કાલે એટલે કે, 23 જાન્યુઆરીના રોજ આઝાદ હિંદ ફૌજના સંસ્થાપક નેતાજી સુભાષ ચંદ્ર બોસની 125મી વર્ષગાંઠ છે. આ અવસર પર ભારત સરકાર 125 રૂપિયાના મૂલ્યનો સિક્કો જાહેર કરશે. તાજેતરમાં જ ભારત સરકારે નેતાજીના જન્મદિવસને ‘પરાક્રમ દિવસ’ના રૂપમાં ઉજવવાનો નિર્ણય કર્યો છે.

નેતાજીની 125મી જયંતિ પર લોન્ચ થઇ રહેલા સિક્કાની આગળના ભાગમાં વચ્ચે અશોક સ્તંભની આકૃતિ હશે, આ આકૃતિની નીચે ‘સત્યમેવ જયતે’ લખેલું હશે. ડાબી પરિધિ પર દેવનાગરીમાં ‘ભારત’ અને જમણી પરિધિ પર અંગ્રેજીમાં ‘INDIA’ અંકિત હશે. અશોક સ્તંભની ઠીક નીચે રૂપિયાના પ્રતિક ચિન્હ સાથે અંકમાં સિક્કાનું મૂલ્ય એટલે કે 125 લખેલું હશે.

125 રૂપિયાનો સિક્કો ગોળ હશે, બહારી આકાર 44 મિલીમીટર હશે, કિનારા પર તેના 200 ધાર બનેલી હશે. આ સિક્કો 4 ધાતુઓમાંથી બનેલો હશે. તેમાં 50 ટકા ચાંદી હશે. 40 ટકા તાંબું, 5 ટકા નિકિલ અને 5 ટકા જસત હશે. આ સિક્કાનું વજન 35 ગ્રામ હશે.

23 જાન્યુઆરીના રોજ આઝાદ હિંદ ફૌજના સંસ્થાપક નેતાજી સુભાષ ચંદ્ર બોસની 125મી વર્ષગાંઠ છે. તાજેતરમાં જ ભારત સરકારે નેતાજીના જન્મદિવસને ‘પરાક્રમ દિવસ’ના રૂપમાં ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ અવસર પર ભારત સરકાર 125 રૂપિયાના મૂલ્યનો સિક્કો જાહેર કરશે.

આ પહેલાં પણ લોન્ચ થયો હતો 125 રૂપિયાનો સિક્કો
આ પહેલાં 29 ઓક્ટોબર 2019ના રોજ પ્રસિદ્ધ યોગી અને યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડીયા અને સેલ્ફ-રિયલાઇઝેશન ફેલોશિપના સંસ્થાપક પરમહંસ યોગાનંદની 125મી જન્મજયંતિ પર નાણામંત્રી નિર્મલા સીતારમણએ 125 રૂપિયાનો સ્મારક સિક્કો લોન્ચ કર્યો હતો. પરમહંસ યોગાનંદને પશ્વિમી દેશોમાં ‘યોગ પિતા તરીકે પણ ઓળખાય છે.