લોકપ્રિય ટીવી સીરિયલ ‘બાલિકા વધુ’ અભિનેત્રી માહી વીજ અને તેના પતિ જય ભાનુશાળીને આજકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ ટ્રોલ થઈ રહ્યાં છે. ખરેખર લોકો તેમના પર આરોપ લગાવી રહ્યા છે કે, ઓગસ્ટ 2019 માં એક દિકરીના માતા-પિતા બન્યા બાદ આ દંપતીએ તેમના દત્તક લીધેલા બાળકો રાજવીર અને ખુશી છોડી દીધા છે. આ અનેક સવાવો બંને પર ઉભા થઈ રહ્યા છે કારણ કે તેઓ તાજેતરમાં એરપોર્ટ પર જોવા મળ્યા હતા ત્યાંબંને તેમની પુત્રી સાથે જોવા મળ્યા હતા.

તેમની સાથે તેમના બે બાળકો નહોતા. બસ આ પછી, લોકોએ તેમને ખૂબ ટ્રોલ કરવાનું શરૂ કર્યું. આ સાથે, લોકો તેમને ખૂબ ખરાબ હોવાનું પણ કહી રહ્યાં હતા.આટલું દુઃખ સહન કર્યા પછી, માહી અને જયે તેમના સોશિયલ મીડિયા પર ભાવનાત્મક પોસ્ટ લખીને આખી વાસ્તવિકતા જણાવી દીધી છે. આ પોસ્ટમાં, જય-માહીએ ટ્રોલરોને જવાબ આપતા લખ્યું છે કે.આજે પણ તેઓ તેમના ત્રણ બાળકોની સારી સંભાળ લઈ રહ્યા છે.
માહી અને જયએ આ પોસ્ટમાં લખ્યું, તમારામાંથી ઘણા પૂછે છે, ઘણા લોકો અનુમાન કરી રહ્યા છે,તો ઘણા લોકો ઘણું લખે છે પણ આ બધુ સાચું નથી. હા, અમે માતાપિતા છીએ, માતાપિતાના કર્તવ્યનું પાલન પણ કરીએ છીએ. તારા અમારા જીવનમાં ખૂબ જ સુંદર આશીર્વાદ તરીકે આવી છે, પરંતુ ખુશી અને રાજવીર માટે લાગણી પહેલા જેવી જ છે.

માહીએ લખ્યું, જ્યારે અમારા જીવનમાં ખુશી આવી ત્યારે અમને માતાપિતા બનવાનું સુખ મળ્યું.પરંતુ અમે એ પણ જાણીએ છીએ કે, ખુશી માટેના બધા નિર્ણય લેવાનો પહેલો અધિકાર તેના માતાપિતાનો પણ છે. ખુશી અને રાજવીરના માતાપિતા ઈચ્છતા હતા કે, તેમના બાળકો થોડો સમય મુંબઇમાં વિતાવ્યા બાદ તેમના હોમટાઉનમાં પરત ફરે. દાદા-દાદી અને પરિવાર સાથે રહે.
તેમણે પત્રમાં વધુમાં લખ્યું છે કે, અમને લાગે છે કે કોઈ પણ વ્યક્તિ હોય એ માતાપિતા કરતાં બાળકોનું સારું વિચારી શકતો નથી. આજે તમારામાંથી કોઈના મનમાં જે સવાલ ઉભો થાય છે તે છે કે શા માટે ખુશી અને રાજવીર અમારી સાથે નથી અને અમે તેમને છોડી દીધા છે. અમારે આવા લોકોને કહેવું છે કે, આવી વાતો ન કરો. તે આપણને દુઃખ પહોંચાડે છે અને તે અમારા મોટા થતાં બાળકો માટે પણ નુકસાનકારક છે.
આ દંપતીએ આગળ કહ્યું કે, લખવું, અમે અમારા બાળકો સમાન પ્રેમ કરીએ છીએ. તેમાંથી બે બાળકો તેમના હોમટાઉનમાં માં રહે છે. તે પણ અમારા માટે ખૂબ કિંમતી પણ છે. અમારા કૉલ્સ અને વિડિઓ કૉલ્સ અમને એકબીજાથી જોડી રાખે છે. આ નિર્ણયમાં કોઈને પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર નથી. ખુશી અને રાજવીર અમારા બાળકો છે, તેઓ મુંબઈ આવતા જ રહેશે. તેમની પાસે આજીવન બે ઘર રહેશે.