હિન્દુ ધર્મમાં ભગવાની પૂજા ખૂબ પવિત્ર ગણવામાં આવે છે. જેને લઈને અમુક ચોક્કસ નિયમો પણ છે. જો તેનું પાલન કરવામાં ન આવે તો, તેન ભગવાનનું અપમાન ગણવામાં આવે છે.એવું પણ માનવામાં આવે છે કે, પૂજામાં જો શુદ્ધતા ન જળવાય તો ભગવાન ક્રોધિત થાય છે અને તે નારાજ થઈ જાય છે. જેથી પૂજા સમયે મસ્તી ન કરવી, એકાગ્રતા જાળવી. બૂમ બરાડા ન પાડવા અને ઘરમાં કકળાટ ન કરવા સહિતની બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.
આ ઉપરાંત ઘણી એવી વસ્તુઓ છે જો તેનું પાલન ન કરવામાં આવે છે. ભગવાન તે લોકોથી ગુસ્સે થઈ જાય છે. એટલે નીચે જણાવેલી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નહીં તો તેનું દુષ્પરિણામ ભોગવવું પડે છે.
ગંદકીવાળું કામ કર્યા બાદ
જો તમે કોઈ પણ એવું કામ કરો છો જેના કારણે તમારું શરીર અને કપડાં ગંદા થઈ રહ્યા છે, તો તેવી સ્થિતિમાં તમારે પૂજા પાઠ કરવા માટે બેસવું જોઈએ નહીં. જો તમે બેસવા માંગો છો તો તમારે પહેલા સ્નાન કરવું જોઇએ અને ત્યાર બાદ સ્વચ્છ કપડાં પહેરવા અને ત્યારબાદ જ પૂજા પાઠનો હિસ્સો બનવું. ગંદકી વાળા કપડાં અથવા શરીરને લઈને પૂજા પાઠ કરવા અશુભ માનવામાં આવે છે.
શૌચાલય ગયા બાદ
સામાન્ય રીતે આપણે બધા સવારે શૌચ જતા હોઈએ છીએ અને ત્યારબાદ સ્નાન કરીને પવિત્ર બનીએ છીએ. ત્યારબાદ જ ભગવાનનાં પૂજા-પાઠ કરવામાં કોઇ પરેશાની ઉત્પન્ન થતી નથી. જો કે ઘણી વખત એવું બને છે કે સ્નાન કર્યા બાદ આપણે ફરીથી શૌચ કરવા માટે જવું પડે છે. આવી સ્થિતિમાં તમારે ફરીથી સ્નાન કર્યા બાદ પૂજામાં બેસવું જોઈએ.
સરળ શબ્દોમાં કહેવામાં આવે તો જ્યારે પણ તમે શૌચ કરો છો, તો ત્યાર બાદ સ્નાન કરીને જ પૂજવામાં બેસવું જોઈએ. સૌચાલયમાં ઘણી નેગેટિવ એનર્જી રહે છે. તેવામાં પૂજામાં સામેલ થતા પહેલા પોતાને સ્નાન કરીને શુદ્ધ કરવા આવશ્યક છે.
લડાઈ-ઝઘડો કર્યા બાદ
પૂજા હંમેશા શાંત મનથી કરવામાં આવે છે, ત્યારે પણ તેને દુઃખી અથવા ગુસ્સાવાળા મનથી કરવી જોઈએ નહીં. જ્યારે તમે કોઇ વ્યક્તિ સાથે લડાઈ-ઝઘડો કરો છો તમારું મન અશાંત થઈ જાય છે. તમારા વિચાર શુદ્ધ રહેતા નથી. તમે ક્યારેય પણ પૂજામાં 100 ટકા ફોકસ કરી શકતા નથી. જેના લીધે લડાઈ ઝઘડા બાદ તુરંત તમારે પૂજા પાઠ કરવા જોઈએ નહીં. જો તમે આવું કરો છો તો ભગવાન તમારાથી નારાજ થઈ શકે છે.
માંસહારી ખોરાકનું સેવન કર્યા બાદ
જો તમે કોઈપણ પ્રકારનાં માંસાહાર ભોજનનું સેવન કરો છો, તો ત્યારબાદ તે દિવસે પૂજામાં બેસવું જોઈએ નહીં. આવું કરવું તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ભગવાનને બધા પ્રાણી પ્રિય હોય છે. તેવામાં મનુષ્યની સાથે જનાવર પણ તેમને પ્રિય હોય છે. જેના લીધે જ્યારે તમે નોનવેજ ભોજન કરીને પૂજાપાઠમાં બેસો છો તો ભગવાન નારાજ થઈ જાય છે. એટલા માટે જો તમે કોઈ ખાસ પૂજા કરી રહ્યા છો, તો તે દિવસે નોનવેજ ખાવું જોઈએ નહીં.
આમ, પૂજા કરતી ઉપરોક્ત બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અને જે કોઈ પણ આ બાબતોનું પાલન નથી કરતું તેનાથી ભગવાન ક્રોધિત થાય છે. તેમજ તેને પૂજાનું કોઈ ફળ મળતું નથી, ઉલ્ટાની તેની ખરાબ અસર થાય છે. કારણ કે, આ ભગવાનનું અપમાન ગણવામાં આવે છે.