કહેવાય છે કે, દારૂની લત્તે ભલ-ભલાના ઘર બરબાદ કરી નાખ્યાં છે. દારૂ એક વસ્તુ છે જેને હજારો જિંદગી વેરવિખેર કરી નાખી છે. કરોડપતિને રોડ પર લાવી દીધા છે. આજે અમે તમને આવા જ કરોડપતિ વિશે જણાવીશું જે તેની ખરાબ આદતના કારણે રોડ પર આવી ગયો છે. આવો જાણીએ આ વ્યક્તિ વિશે…
આ ઘટના મધ્યપ્રદેશમાં આવેલા ઈન્દોર શહેરના વાયર ચાર રસ્તા પાસેની છે. જ્યાં મહાકાળીના મંદિર પાસે બેસીને ભીખ માંગત રમેશ યાદવ એક કરોડપતિ છે. જી હા…તમને વિશ્વાસ નહીં થાય પણ આ હકિકત છે. આ વ્યક્તિ કરોડોની સંપત્તિનો માલિક છે. જેને દારૂની ખરાબ લત્તના કારણે ભીખ માગવાનો વારો આવ્યો છે.

ઈન્દોરના રહેવાસી રમેશ યાદવ પાસે કરોડોનો બંગલો, કેરેજ-પ્લોટ છે. પરંતુ કમાણીનો બીજો કોઈ સ્રોત ન હોવાથી તે દારૂની શોધમાં મંદિરની બહાર બેસી રહે છે. રમેશની સ્ટોરી ત્યારે સામે આવી જ્યારે તેને કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત દિનબંધુ પુનર્વસન યોજના હેઠળ શોધવામાં આવ્યો. આ સમયે તે પંજાબની રોડવંશી ધર્મશાળામાં રહેતો હતો.
અહીંના કેમ્પમાં લગભગ 109 લોકો છે જે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. આમાં, ઘણા લોકો કોઈક કોઈ વ્યસનનો ભોગ બનેલા છે. તેમાંના કેટલાક એવા છે જે એકદમ ફરાટ્ટેદાર અંગ્રેજી બોલે છે. કોઈ કેટલાક કરોડપતિ પણ છે. એમાનાં જ એક રમેશ યાદવ પણ છે. જે કરોડપતિ હોવા છતાં ભિખારી છે.

જ્યારે આદિત્યનાથ વેલ્ફેર અને એજ્યુકેશન સોસાયટી સંસ્થાના વડા રૂપાલી જૈનને રમેશ યાદવ વિશે જાણ થઈ, ત્યારે તેમને રમેશના પરિવારની માહિતી મેળવી. જેના સાંભળીને તેમને નવાઈ લાગી. તેમને જાણવા મળ્યું કે, રમેશના ઘરે ભત્રીજા, ભાઈઓ અને પરિવારના અન્ય સભ્યો પણ છે. રમેશના હજુ લગ્ન થયા નથી. રમેશે જાતો તેમની દારૂની લત વિશે જણાવ્યું નહોતું. પરંતુ બચાવ સમિતિની ટીમે તેમના ઘરે જઈને આ સમગ્ર જણાવી હતી.
ટીમે જણાવ્યું હતું કે, રમેશ પાસે બંગલાની માલિકી છે, જેની કિંમત કરોડો રૂપિયા છે. આ બંગલાના દરેક રૂમમાં બધી સુવિધાઓ હતી.અંદરથી તેનું ઘર ખૂબ જ સુંદર હતું. જેના પર લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. ઘરમાં, કિંમતી ચીજો ઉપરાંત, ઘરે લક્ઝરી ફર્નિચર પણ હતું.
રમેશના પરિવારના સભ્યોનું કહેવું છે કે, દારૂના ખરાબ વ્યસનને કારણે તેઓ રમેશને પોતાની સાથે ઘરમાં રાખવા માંગતા નથી. રમેશની આ આદતને કારણે તેના સમાજમાં તેનું કોઈ સ્થાન નથી. જો રમેશ દારૂનું વ્યસન છોડી દે તો તેને ઘરમાં બોલાવશે.
ઉલ્લેખનીય છે કે, રમેશના દારૂના નશાના કારણે જ તેના પરિવારે તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. આ જ કારણ છે કે, એટલે તેને મંદિરની બહાર ભીખ માંગવાની ફરજ પડી હતી.
I wanted to thank you for this good read!! I absolutely loved every little bit ofit. I have you bookmarked to look at new stuff you post.